મૂઠીક કિરણો
મૂઠીક કિરણો


કાલે હતી પાંચ એપ્રિલ 2020...અત્યારે હયાત હરએક ભારતીય આ રાતની નવ મિનિટ કયારેય નહીં ભૂલે.
વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામેના યુદ્ધમાં આપણો જુસ્સો ટકાવવા હાકલ કરી હતી એક એક દીપ પ્રગટાવવાની અને લો ..રાત્રે નવને ટકોરે સધળી લાઇટ બંધ કરી ક્ષણનાં અંધકાર પછી દેશની ધરતી ઝગમગી ઉઠી કરોડો દીવા ના પવિત્ર પ્રકાશે....અને આકાશ આંદોલિત થયું અગણિત હૈયાની પ્રાર્થનાઓના તરંગે..આ તરંગમાં એવી શક્તિ હો કે આખા જગને કોરોના કસોટીમાં હેમખેમ રાખે...નક્કી એમ જ થશે એવો વિશ્વાસ આજે હર દિલમાં છે.
એ સમયે નાસા એ પાડેલ આપણા દેશની તસ્વીર હમણાં જ જોઇ, અદ્દ્ભૂત કિરણોથી તેજોમય એ તસ્વીરથી યાદ આવી શ્રી રમેશ પારેખની આ પંક્તિઓ...
હે દીવા ! તને પ્રણામ...
તારા મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથ ભૂલ્યાને પ્રાણ પાઇને કહેતાં--
' આગળ ધપ,ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યુ ધામ.'