Kantilal Hemani

Romance

3.4  

Kantilal Hemani

Romance

મૂડ

મૂડ

4 mins
178


ભૂજના બસસ્ટેન્ડમાં ઉતરતાંજ એને પવિત્ર ધરતીને ચુમવાની તીવ્ર ઈચ્છા થઈ. પણ એ થોડું વધારે પડતું થઈ જાશે, આસપાસના લોકો વેવલાપણું સમજશે એવા વિચારો સાથે છ ફૂટ પાંચ ઇંચની ઉંચાઈ ધરાવનાર સોનેરી ગોગલ્સ અને દસ કલાક કરતાં વધારે સમયની મુસાફરી કરીને આવેલા વિક્રમાદિત્યે આ વિચાર માંડી વાળ્યો. આ વિચાર પછી જે વિચારો નું વાવાઝોડું આવી રહ્યું હતું એને કઈ રીતે ખળવું એના આયોજન સાથે એક સિમેન્ટની બેઠક પર એ બેઠો.

આજથી 22 વર્ષ પહેલાં એની આ પ્રિય બેઠક. હવે બસસ્ટેન્ડમાં ઘણી બધી લોખન્ડની ઝાળી વાળી ખુરશીઓ આવી ગઈ હતી. વિક્રમાદિત્યને આ સિમેન્ટ વાળી બેઠક વાલી એટલે હતી કે બાસીસ વર્ષ પહેલાં આ બેઠકના લીધે એક મીઠી હવાની લ્હેરખી એના જીવનમાં આવી હતી. આ લહેર જીવનના ફક્ત બે માઈલસ્ટોન સુધી સાથે રહી પણ એની સ્મૃતિના પડ આજ સુધી પૂરા થાતાં ન હતાં.

એ સ્મૃતિઓને ફૂલ ખીલવવા માટે આજે રોહિણી સાથે મળવાનું અચાનકજ નક્કી થયું હતું. ગુજરાતની અલગ અલગ દિશામાંથી ત્રણ સો સાડા ત્રણ સો કિમિની મુસાફરી કરીને વિકા અને રોહીણીએ મળવાનું નક્કી કર્યું હતું. વિક્રમાદિત્યને રોહીણી હમેશાં વિકો કહીને બોલાવતી. મોટા નામ કરતાં ટૂંકા નામમાં મને મીઠાશ વધારે લાગે એવું બોલીને રોહીણી હસી પડતી.

વિકાએ મોબાઇલ કાઢીને રોહીણી ને વિડિઓ કોલ કર્યો.

"કેટલી વાર"

બસની  ધ્રુજારી હતી કે એના હદયનીએ વિકો ન સમજી શક્યો પણ

"અડધો કલાક" સમજી શક્યો.

વિકો ઉભો થઇ નાસ્તા ની વિચાર કરતો હતો ત્યાં એ "બિન હરીફ" દાબેલી વાળાને ત્યાં પહોંચી ગયો. એ અને રોહીણી બપોરે એક વાગ્યે જો બિનહરીફની દાબેલી ન ખાય તો એમને મૂડ ન આવતો. વળી વિકાને વિચાર આવ્યો કે જો એકલો દાબેલી ખાઈશ તો મૂડ નહિ આવે એટલે એ પાછો આવ્યો. છાપાં વહેંચવાવાળા આગળ આવ્યો અને "કચ્છમિત્ર"ને એકીટશે જોઈ રહ્યો. કચ્છમિત્રમાં આવતી કોલમ "દિલજી ગાલ્યું" ગુજરાતી ભાષામાં જેનો અર્થ દિલની વાતો થાય એ કોલમ એ બંને સાથે બેસીને વાંચતાં અને દિલના તાર ઝણઝાણી ઉઠતા.

એકવાર બન્ને પ્રાગમહેલ જોવા ગયેલાં ઉછીનો કેમેરો લઈને. કેમેરાનો બેસ્ટ યુઝ કેમ કરવો એના વિશેનો કોઈ આઈડિયા શોધતાં હતાં. અને મળી પણ ગયો. પ્રાગ મહેલના દરબાર હોલમાં છેલ્લા રાજવી મદનસિંહજી કે સિંહાસન પર બેઠા હતા એને એમણે દાઢમાં રાખ્યું. દરબાર હોલમાં કામ કરવાવાળા માણસો થોડા આડા અવળા થયા એટલે એક મુલાકાતીનો સહકાર લઈને એક યુગલ ફોટો પાડ્યો. નસીબદાર એ રહ્યાં કે ફક્ત ફોટોજ પડ્યો ...માર નહિ..!

આટલું વિચારતાંજ એની પીઠ પર એક હળવો ધબ્બો પડ્યો. મને ખબર જ હતી કે તું પુસ્તકો સિવાયની કોઈ દુનિયામાં હોય જ નહિ. આ ધબ્બો અને વાક્યો હતાં રોહિણીનાં. વિકાએ રોહીણીને આંખોથી માપી, રોહિણીનો ઇતિહાસ તો જાણતો હતો આજે ઘણા દિવસે એની ભૂગોળ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

એક બીજાનો કોમળ હાથ હાથમાં લઈને બન્ને બિનહરીફ દાબેલી ને ન્યાય આપવા પહોંચ્યાં. આજે દાબેલી ખાવાવાળી કોઈ પરિચિત આંખો આસપાસમાં કોઈ ન હતી. દાબેલી પછી જો એક એક ગ્લાસ ફ્રુટ સલાડ એમના ગળાને ન સ્પર્શે તો એમને કોઈ મૂડ આવેજ નહિ. એમ.કે. ટ્રાવેલ્સની આસપાસ ઉભી રહેતી એક લારી શોધી. એવીજ એક લારી મળી જે એમની જીભને અનુરૂપ ફ્રુટ સલાડ પીરસી શકે. ફ્રુટ સલાડ ની જેમ બન્નેની સ્મૃતિ એક બીજામાં ઓગળી રહી હતી. હવે એમણે નકકી કર્યું કે ચાલતાં ચાલતાં જ ખેંગાર પાર્ક જવું. વિકાની માન્યતા હતી કે કોઈ શહેરને માણવું હોય તો પગપાળા ફરવું એ શહેરમાં. તમે પગપાળા હો એટલે આંખોને એટલો વિશેષ સમય મળે. અવલોકનનો, નિરીક્ષણનો, છણાવટનો,ધારણા બાંધવાનો,ઇતિહાસનું જોડાણ કરવાને આદિ !

રોહીણી બોલી, 'આપણી માનીતી બેન્ચ પર જઈને જ બેસવું છે ને ?'

"હા"

એટલામાં "હોટલ વી.આર. પી". આવી. પહેલી વખત આ હોટલને જોઈ ત્યારે એમ લાગ્યું કે લખવા વાળો ભૂલી ગયો લાગે છે વાસ્તવમાં 'વી.આઈ.પી.' લખવાનું હશે. સાચી વાત એ હતી કે હોટલનું નામ વી.આર.પી. પણ એમાં એક વખત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રોકાયેલા. હવે તમે આ હોટલને વી.આઈ.પી. કહી શકો. રોહીણી વિકાનો હાથ ખેંચીને કહેતી હતી તને યાદ છે આપણે કોક નેતાને જોવા અહીં આવેલાં.

 એટલામાં કિલ્લાનો ભાગ દેખાયો.કિલ્લા પર લોકોએ પોતાનાં નામ લખ્યાં હતાં ,એમાં વિકાને રોહિણી લખેલું પણ વંચાયું. રોહિણી પોતાનું નામ વાંચને ગુલાબી ઝાંય વાળી થઈ ગઈ. મીરસર ઉપરથી આવતા મસ્ત પવનોએ એમના શરીરમાં તાજગી ભરી. ફતેહ  મહંમદ ખાને ભેટમાં મળેલી તોપનું

 નાળચું જોઇ બન્ને પહોંચ્યાં " ખેંગાર પાર્ક" બાવા ખેંગારજીની મૂર્તના સામેના ભાગે એમની લવર્સ બેન્ચ હતી. જેમ'તાજમહાલ'માં લવર્સ બેન્ચ છે એના કરતાં આ બેન્ચ વિકા અને રોહીણીને વધારે ગમતી. 

અત્યારે આ બેન્ચ પર એક વીસ-એકવીસ વર્ષનું યુવાન પ્રેમી યુગલ બેઠું હતું. એ એમના પ્રેમાલાપમાં એટલું મશગુલ હતું કે આસપાસ એમની નજર પણ જતી ન હતી.  વિકા અને રોહીણીની જોડી છેક છતેડી અને હોટલ લેક્વ્યુના પુલ સુધી ફરીને પાછી આવી પણ એ બેન્ચ ખાલી ન થઈ. કેટલીક જગ્યાઓ પુરાઈ જાય છે એ ક્યારેય ખાલી થતી નથી એવું બન્ને વિચારવા લાગ્યાં. હવે સાંજ પડવા આવી હતી, જીવનની પણ છુટા પડ્યા સિવાય છૂટકો ન હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance