મુક્તિપ્રેમ
મુક્તિપ્રેમ


સ્ત્રી એક એવું પાત્ર જેના લીધે આખો સંસાર અધૂરો છે, પણ આપણા સમાજે એને એક કેદીની માફક બંદી બનાવી દીધી છે, એક સ્ત્રીની કદર એની ગેરહાજરીમાંજ વર્તાય છે.
અંજલિ બાળપણથીજ રૂઢિચુસ્ત પરિવારમાં ઉછરી હતી. પણ જેમ સ્પ્રિંગને જેટલી વધારે ઉછારો એટલી જ તમારા મોઢે આવીને વાગે છે. અંજલિના ઘરનું વાતાવરણ મુક્ત મનની અંજલિ માટે જેલ સમાન હતું. એને એના મહેલો જેવી ચાર દીવાલો કોરી ખાતી હતી. અંજલિએ એમ.કોમ.માં એડમિશન લીધું પણ ઘરનાં લોકોને કોઈજ ફરક નહોતો પડતો. અંજલિના પપ્પા ગર્ભશ્રીમંત હતા અને એમને મોટેભાગે બહારજ રહેવાનું રહેતું. અંજલિના મમ્મી આખો દિવસ સત્સંગમાંજ ડૂબેલા રહેતા. બસ એક દાદાજી જોડે અંજલિને સારુ ફાવતું અને એ પણ દાદાજીની લાડકી હતી.
જયારે તમે કોલેજમાં પ્રવેશ કરો છો એટલે તમે પોતાની જાતને ઉડતા પંખીની માફક ઉડાવવા માંગતા હોવ છો. મોટાભાગે આજકાલ દરેક છોકરીને બોયફ્રેન્ડ તો હોયજ છે. પહેલાના જમાનામાં આવું નહોતું, પણ એની પાછળ આ એક કારણ પણ જવાબદાર છે કે આજકાલ આપણે સંતાન પાછળ ધ્યાનજ નથી આપતાં. એના જરૂરી ખર્ચા પુરા કરીએ છીએ પણ એમના પ્રેમના કમી નથી ભરપાઈ કરી શકતા. એટલા માટે જે પ્રેમની ઝંખના આપણે ઘરમાં શોધીએ છીએ એ આપણને નથી મળતો જેના લીધે એ વ્યક્તિ બહાર પ્રેમ શોધવા નીકળી પડે છે. અંજલિનું પણ એવુજ હતું એના ઘરમાંથી મોજશોખ કરવાની મનાઈ હતી. કોલેજમાં ડ્રેસ પહેરીને જવો, વાળ ખુલ્લા નહિ રાખવાના, છોકરાઓ સાથે વાતચીત નહિ કરવાની, એક બોડીગાર્ડ તો હંમેશા એની સાથેજ રહેતો.
આખરે અંજલિના જીવનમાં પ્રેમ નામનું સોપાન આવીજ ગયું. અનુજ એક સાધારણ ઘરનો પણ સંસ્કારી છોકરો હતો. જયારે કોલેજમાં અંજલિ અને અનુજની નજરો મળી હતી ત્યારથી બેઉ એકબીજાને લાઈક કરવા લાગ્યા હતા પણ હિંમત કોણ કરે કેમકે અંજલિનો બોડીગાર્ડ એને ઘડીક પણ એકલી નહોતો મૂકતો. બંને વચ્ચે હવે આંખોના ઈશારે વાતો થવા લાગી. એક દિવસ ટાઈમ મળતા અંજલિ કાગળનો ડૂચો દુપટ્ટાના છેડે છુપાવી રાખ્યો અને અનુજની સામે આવતા એને ઈશારે એ લઇ લેવાનું કહ્યું,
અનુજે કાગળ ખોલ્યો અને વાંચ્યો જેમાં કંઈક આવું લખેલું હતું,
"અનુજ, નામ તો મને ખબર છે તારી, પણ તને પણ જાણવા માંગુ છું, નીચે મારો નંબર છે, સામેથી મને મેસેજ કરજે." 98********
તે દિવસે રાતે અનુજે અંજલિને મેસેજ કર્યો. અંજલિ પણ ખુશીની મારી નાચવા લાગી. તે રાતે બંનેએ આખી રાત વાતો કરી અને વાતો વાતોમાં બેઉ જણ કયારે ઢબી પડ્યા એની ખબર જ ના રહી.
એક દિવસ અંજલિએ અનુજને મેસેજ કર્યો કે, "પ્લીઝ અનુજ મને આ કેદખાનામાંથી બહાર કઢાવ અને ભગાડીને લઇ જા. મને પ્રેમ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે પણ તને હું કયારે દિલ દઈ બેઠી એ મનેજ ખબર નથી. મારો પરિવાર અને મારો રાજપૂત સમાજ આપણા પ્રેમને નહિ સ્વીકારે. પ્લીઝ ચાલ ભાગી જઈએ..
જવાબમાં અનુજે હાની સહમતી દર્શાવી.
બીજા દિવસે અનુજે અંજલિના બોડીગાર્ડને બીઝી કરી દીધો અને ગુમરાહ પણ જેથી અનુજ અને અંજલિ જોડે ભાગી શકે. અંજલિને તો અનુજની બાઈક પાછળ બેસવાનું સુખ સ્વર્ગ સમાન લાગવા લાગ્યું પણ અચાનક પાછળથી એક ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે બાઇકને હડફેટે લઇ લીધી અને ઘટનાસ્થળ પરજ અનુજ અને અંજલિએ અંતિમ પ્રાણ છોડ્યા. કેમ થયું આવું ?
પ્રેમની ભૂખી અંજલિ પ્રેમ પામીજ ના શકી...
કદાચ ભગવાને આ પ્રેમ સંબંધને પ્રેમ કરવાની મનાઈ ફરમાવી હતી કે ભગવાને તેમને મર્યા બાદ મુક્તમને પ્રેમ કરવાની આશિષ ફરમાવી હશે.