મુક્તિ
મુક્તિ
દિપાલી અને દીપના લગ્ન થયા. દિપાલી ખૂબ જ સુંદર હતી. એનું હાસ્ય એની ઓળખ હતી. એના મરોડદાર હોઠમાંથી એનું ખિલખિલાટ હાસ્ય વહેતું જ હોય.
દીપ સાથે લગ્ન થયાં. બે વરસ ને અંતે એક રૂપાળો દિકરો આવ્યો. નામ રાખ્યું દેવેન. દિપાલી ખૂબ ખુશ હતી. પ્રેમના આકાશમાં ઊડી રહી હતી. પ્રેમાળ પતિ અને સુંદર દિકરો. બસ હવે ભગવાન પાસે કઈ નથી માંગવું.
પહેલા તો બધું સરખું ચાલતું. પછી ધીરે ધીરે દીપ અને એના સાસરિયાં એ રંગ બતાવવાનો ચાલુ કર્યો. દીપ પહેલા તો ફક્ત ઝઘડો કરતો પણ હવે તો હાથ ઉપાડવા લાગ્યો હતો. દિપાલીના માતાપિતા વિશે પણ જેવું તેવું બોલતો. એક બાજુ દેવેન મોટો થઇ રહ્યો હતો. અને બીજી બાજુ દીપનો ત્રાસ વધી રહ્યો હતો. હવે તો એના સાસુ દેવેનને દિપાલી પાસે આવવા નહોતા દેતા.
રોજનો આ કંકાસ. દિપાલી ને થતું હતું કે જાણે કે હાથપગમાં કોઈ એ હથકડી પહેરાવી દીધી હોય! જાણે કે એ કોઈ ગુલામ હોય એવું સતત લાગ્યા કરતું.
એકવાર દિપાલી એ એનો ચહેરો અરીસ
ામાં જોયો. એના અંતરઆત્મા એ એને સવાલ કર્યો.," દિપાલી શું આ તું જ છે? સ્કૂલ કોલેજની સૌથી હોશિયાર યુવતી. જેના ચહેરા પર હાસ્ય રમતું રહેતું. અને અત્યારે ચહેરા પર માર ના નિશાન? શું લગ્ન ટકાવી રાખવા માટે પોતાના આત્મસન્માન નું બલિદાન દેવું પડશે?"
બસ એજ ક્ષણે દિપાલી એ નિર્ણય લીધો. જો દીપ એને પ્રેમ કરતો હોત તો એને પ્રેમ,સન્માન આપે. એની દરકાર કરે. નહિ કે અપમાન અને ફિટકાર વરસાવે.
બસ, દિપાલી એ ઘર છોડી દીધું. પિયર જઈ વાત કરી અને દીપ પર કેસ કરવાનું નક્કી કર્યું. એક કેસ છૂટાછેડાનો અને બીજો પોતાના દિકરાની કસ્ટડી માટેનો. દિપાલી હોંશિયાર હતી. એને તરત સારી જગ્યા એ જોબ મળી ગઈ.
આજે એ મુક્ત છે. જાણે કે એના હાથ પગની હાથકડી ખુલી ગઈ. આજે એ મુક્ત આકાશમાં વિહરી રહી છે. પાછલા વર્ષોની યાતના એ ભૂલવા માંગે છે. એક હળવાશ છે જીવનમાં. આજે એ ખુલ્લા મને હસી શકે છે. એનું એ ખૂબસૂરત હાસ્ય એના ચહેરા પર પાછું આવ્યું છે.
જાણે કે ધોમધખતા તડકા બાદ વરસાદની હેલી.