મુખોટા
મુખોટા
જિંદગીની રંગભૂમિના અનોખા પાત્રમાં, પડદો પડે ને ઉપાડે હું રંગ બદલે જાઉં છું પૂછસોના કોઈ કોઈનો હું થાવું કે ના થાવું છું.
આપણા જીવનમાં હરપલે આપણે દરેકની સાથે કંઈ ને કંઈ કામ હોય છે અને દર વખતે આપણે આ કામ પાર પાડવા માટે આપણે આપણા ચહેરા ના અલગ અલગ ભાવ દર્શાવવા પડે છે.
આપણો ચહેરો એક જ હોવા છતાં મોઢાના આંખના હોઠના પાપડના ચહેરાનના અનેક પ્રકારના જુદા જુદા ભાવો બદલાવીએ છીએ અને આપણે આપણી અભિવ્યક્તિ કરવાની હોય છે. એક કુશળ અભિનેતા જેવું આપણું વર્તન હોય છે.
હા આવી વ્યક્તિમાં ક્યારેક સાચું, ક્યારેય ખોટું ક્યારેક કપટ ભરેલુ, ક્યારે નિખાલસ વગેરે આવું વર્તન હોય છે.
માનવી સમય સમય પ્રમાણે અને કામ કામ પ્રમાણે પોતાના ચહેરાના હાવભાવ અને શરીરનું વર્તન બદલતો રહે છે.
દુઃખી હોવા છતાં દુઃખ ચહેરા ઉપર વ્યક્ત કરતો નથી, અને સુખી હોવાનો દંભ કરે છે.
માનવીના ચહેરા વાંચવાથી સુખ-દુઃખ, સ્વાર્થ, નિ:સ્વાર્થ, જેવા હૃદયના અનેક ભાવો આપણે જાણી શકીએ છીએ.
નાટક અને ફિલ્મોમાં ઘણું બધું ખોટું બતાડવામાં આવે છે .તેવું માનવીએ પણ જીવન જીવવામાં આ પ્રકારનું વર્તન કરવું પડતું હોય છે ,અને ત્યારે તે પોતાનો ચહેરો મુખોટો વારંવાર બદલતો રહે છે.
સ્ત્રીઓએ કેટલા બધા કાર્યો કરવાના હોય છે દરેક વખતે તેને પોતાના ચહેરાના હાવભાવ અલગ અલગ દર્શાવવા પડે છે જગતને દેખાવા માટે જુદો ભાવ અને મનનો જુદો ભાવ હતો હોય છે.
દરેક માનવીએ ચહેરા બદલતા પોતાની જિંદગી જીવવી પડે છે.
