મશગૂલ
મશગૂલ
એક કવિ સંમેલનમાં ભાગ લીધો દેવાંગી એ, એનાં ફોટા બીજે દિવસે ન્યુઝ પેપરમાં આવ્યા પણ દેવાંગીનાં ઘરનાં પોતપોતાની દુનિયામાં એટલાં મશગૂલ હતા કે એમણે એ ફોટા પણ ના જોયાં પણ દેવાંગીની દીકરી કોમલ સાંજે ફૂલોનો ગુલદસ્તો લઈને મમ્મીને અભિનંદન આપવા આવી ત્યારે દેવાંગીનાં પતિ મયંક ભાઈ અને દીકરો સૂરજ અને દીકરાની વહુ ચાંદનીનાં મોં જોવા જેવા થઈ ગયા...
આ જોઈ ને કોમલ બોલી કે તમે બધાં આટલા બધાં મશગૂલ છો કે મમ્મીની સફળતામાં પણ સાથ નથી આપી શકતા.
