મર્યા પછીના દિલમાં અમર રહો
મર્યા પછીના દિલમાં અમર રહો
જેનો નામ એનો નાશ. એ સત્ય છે. આ દુનિયા પર કોઈ કાયમી નથી રહેવાનું. આ શરીર તો ભાડા નું ઘર છે. ગમે ત્યારે ઈશ્વર ખાલી કરાવે. પણ જ્યાં સુધી જીવંત છીએ,ત્યાં સુધી એવા કામ કરી લઈએ કે, મર્યા પછી લોકો ની યાદો માં,જીભે આપણે હોઈએ.
આજે લતા મંગેશકર જી,રફી સાહેબ મુકેશ જી ને આપણે ખૂબ યાદ કરીએ છીએ. એના હૃદયસ્પર્શી અવાજથી ભાવવિભોર થઇ જઇયે છીએ આજે સુનીલ દત્ત સાહેબ,મધુ બાલાજી ને પણ આપણે એના ખૂબસૂરત અભિનય માટે યાદ કરીએ છીએ,દુનિયા ને કોઈ એવું નજરાણું અર્પિત કરી જઇયે કે આપણા ગયા પછી પણ લોકો યાદ કરે .
આજે સ્વતંત્ર સેનાની ઓ ને આપણે યાદ કરીએ છીએ. ઝવેરચંદ મેઘાણી, કવિ કલાપી સર ને આપણે યાદ કરીએ છીએ,કારણ કે સુંદર શબ્દો ની આપણ ને ભેટ ધરી છે. આ નજરાણું આપણ ને અર્પિત કર્યું છે. એના શબ્દો પર થી,આપના જીવન નું ઘડતર થઈ શકે.
આમ દરેક માનવી દુનિયા પર એક પાત્ર છે. દુનિયા ના નાટક માં એવું સરસ પાત્ર ભજવો કે પરદો પડી જાય પછી પણ once moreનો નારો લગાવવો પડે. જીવન તો એક દરીયા જેવું છે. કોઈ કાઠે બેસી છબછબિયાં કરે,તો કોઈ પાણીમાં પગ પલલી, કોઈ રેતીથી રમે, કોઈ મરજીવા બની મોતી મેળવે. દરેક ની પોતાની આવડત અને સમજણ પ્રમાણે કરે છે. પણ જીવન મળ્યું છે તો ઉજાણી કરો.
એક સુંદર વાર્તા છે.
એક રાજ્ય માં એવો નિયમ હતો કે,પાચ વર્ષ રાજા ને રાજ્ય કરવાનું,પછી પાચ વર્ષ પૂરા થાય એટલે જંગલ માં જતા રહેવાનું. એટલે કોઈ રાજા બનવા તૈયાર ના થાય. અથવા બને એ પાંચ વર્ષ જલસા કરી લે. પણ એક શિક્ષિત યુવાન ખૂબ સમજુ હતો. એ રાજા બન્યો. પ્રજા માટે સુંદર કાર્ય કર્યું. અને પોતાના સમય દરમિયાન જંગલી પ્રાણી ઓ ને સુરક્ષિત કર્યા. જંગલમાં વસવાટ માટે મકાનો બનાવ્યા. સ્કૂલો બનાવી,હોસ્પિટલ બનાવી, અને સાથે જંગલનો નાશ ના થાય એવી રીતે કાર્ય કર્યું. એનો પાંચ વર્ષનો સમય પૂરો થયો. પણ એને હિંસક પ્રાણીઓનો કે રહેઠાણ માટે નિશ્ચિંત હતો. આ દુનિયા માં ઈશ્વરે આપણ ને નિશ્વિત સમય માટે મોકલ્યા છે. તો આપણે પણ એવું સદ કાર્ય કરીએ જેથી અંત સમયે પસ્તાવું ના પડે.
