મોટો પતંગ
મોટો પતંગ
2007 ની ઉત્તરાયણની મસ્ત મઝાની સવાર. બિલ્ડીંગના તમામ નાના મોટા સૌ પતંગ ઉત્સવ માટે આગાશી પર ભેગા થયાં હતા. મારા પપ્પા થોડા બીજા પતંગ લેવા ગયા હતા. તે જેવા પતંગ લઇને બિલ્ડીંગ નીચે આવ્યા તેવો હું ફટાફટ પપ્પાના હાથમાંથી પતંગ લેવા નીચે દોડ્યો. જેવો હું નીચે પહોંચ્યો.. ત્યારે જ આકાશમાંથી મોટો કીન્નાથી કપાયેલો પતંગ મારી બાજુ આવતા જોયો. મેં મોટી છલાંગ મારી અને પતંગ મારા હાથમાં. હું ખુબ ખુશ થયો.
અમે પપ્પા સાથે આગાશી પર પતંગ ચગાવવા ગયા. મારા હાથમાં એ મોટો પતંગ જોઈ બિલ્ડીંગના તમામ લોકો ખુશ થયાં. પપ્પા એ એજ મોટો પતંગ ચગાવવાની શરૂઆત કરી. જોતજોતા માં એ પતંગ ખુબ ઊંચે પહોંચી ગયો. અમને બધાને વારાફરથી એ મોટો પતંગ ચગાવવા મળ્યો. અમે લગભગ 20 પતંગ કાપ્યા. પણ અંતે એક પાક્કી દોરીવાળા પતગે અમારો પતંગ કાપી નાખ્યો. સૌ નિરાશ તો થયાં પણ દિવસભર એ પતંગના લીધે મળેલા આનંદથી સૌ ખુશ હતા. મને મારો મોટો પતંગ હંમેશા યાદ રહેશે.