મોતનુ તાંડવ - ૨૦૨૧
મોતનુ તાંડવ - ૨૦૨૧
કોઈ નથી વાર્તા કે નથી કોઈ એક પ્રસંગ ઘણા પ્રસંગો ભારતમા બન્યા આ વર્ષમા, મહામારી કોરોના કારણે મોતનુ તાંડવ સર્જાયું માર્ચ ૨૦૨૧થી લઇ મે ૨૦૨૧ તો એમાની જ સત્ય બનેલી કેટલીક ઘટના કેવા માગું છું જે મારી નજર સમક્ષ મે જોયેલ છે અને થયું કે કુદરતને રદય નથી કે શું!કે આપણે જ કુદરતના ગુનામા ક્યાંક આવી ગયા છીએ અને જાણે થાય હવે તો જિંદગીનો અંત જ છે,સૃષ્ટિનો અંત છે. તો નાની નાની ટૂંક વાર્તા ઓના રૂપમા બધીજ વાત આપ સર્વે સમક્ષ રાખવા પ્રયત્ન કરું છું.
"જય અંબે! કેમ છે બેટા !
કોરોનામા સપડાયેલ ભાભીને નણંદ અમદાવાદથી રાજકોટ ફોન કરી ખબરઅંતર પૂછતા પરંતુ આજે કૈક ચેતનાબેન અલગ લાગેલ પોતે ભલે માંદગીમાં પણ નણંદનુ મોઢું એકદમ માંદગી ભરેલ લાગતા તુરંત ડોલી પથારીમાંથી ઉભી થઈ અને પૂછ્યું, "તમે માંદા છો ?ચેતનાબેન ?તમે પોતે તાવમા છો બહુ કરી હો તમારો રીપોર્ટ કરાવ્યો ? તમે કેમ નથી માનતા !"કહી મીઠો ઠપકો આપતા ઉધરસ ખાવા લાગે છે ભાભીની તબિયત ખરાબ જોઈ બંને નણંદ એને કહેતી નથી કે ચેતનાબેનને કોરોના છે અને દાખલ કરવાના છે માટેજ દાખલ થાય પહેલા વાત કરવા ફોન કરે છે.
રોજ એના ખબર પૂછે પરંતુ કોઈ કઈજ કહે નહિ કે ચાલે છે થઈ જશે ઠીક, પરંતુ વિદેશથી ભાણેજ પણ આવી સાંભળી ડોલીથી રેહવાયુ નહિ અને પોતાના પતિને કહ્યું "આપણને થોડું ઠિક થઈ ગયું છે રીપોર્ટ નોર્મલ છે આપણે જઈ આવીએ."
એમાં જ ફોન રણકે છે કહે છે ભાઈને યાદ કરે છે તમે લોકો આવી જાવ, દોડી બંને જાય છે પરંતુ ત્યાં ચેતનાબેન છોડી ચાલ્યા ગયા હોય છે ખુબજ હેરાન થયા હોય છે પછી પાછળથી ખ્યાલ આવે છે દીકરી માત્ર ૨૬ વર્ષે માની છાયા ગુમાવી દે છે પરંતુ બધીજ વિધિ પોતે કરે છે એક દીકરો થઈ માની વિધિ હું કરીશ કહીને, કોરોના એ એક પતી થી પત્ની,ભાઈ થી બહેન અને દીકરીથી એની મા છીનવી.
હવે બીજી વાર્તા કરીએ આપણે એક, એ પણ સત્ય ઘટના પર આધારિત છે,
"કાઇ થઈ શકે એમ છે કરો ને કૈક મારે જે છે એ આજ છે હવે" ડોક્ટર આગળ કરગરતા આશરે પિસ્તાલીસવર્ષની મહિલા રડતા મા માટે ઑક્સિજનના બાટલાની કાયદેસર ભીખ માગી રહેલ હોય છે. પરંતુ એક પણ હોસ્પિટલમાં નથી એમને સારવાર માટે જગ્યા મળતી નથી એમને ઑક્સિજનનો બાટલો મળતો. વાત એમ છે એ મહિલા નામે મેનાબેન એના બહેન કોરોનામા ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામ્યા છે અને પતીને દાખલ કરેલ છે કોરોના કારણે અને માતાને પણ કોરોના કારણે દાખલ કરવા પડશે એમ તબીબે કહ્યું હોય છે. પરંતુ ક્યાંય પણ જગ્યા નથી મળતી કે નથી ઑક્સિજન મળતું, પરંતુ એવામાં ક્યાંકથી કોઈ સારો માણસ ખુબજ પૈસા ખર્ચી અને બાટલા લઈ પણ આપે છે દીકરી માની સેવા કરવા માને લઈ પોતાના પતિ હોય છે એ હોસ્પિટલ પાસે રૂમ રાખી રહે છે, બંને જગ્યા એ ધ્યાન રાખતા આશા કે બંને સારા થઈ જશે. પરંતુ જોવાનું એ કે પતી બે જ દિવસમાં મૃત્યુ પામે છે દીકરી પાડોશીને મા પાસે બેસાડી પતીને દૂરથી દર્શન કરી આવે છે પરંતુ નથી કપડાં સોગનાં કપડાંપેરી શકતી નથી. માં આગળ રડી શકતી ભારે મને જીવે છે થાય મા સાજી થાય તો સારું થઈ જશે. પરંતુ બે જ દિવસમાં એની માતા પણ મૃત્યુ પામે છે અને એ આખા સંસારમાં એકલી રહી જાય છે.
આમ જ આખા ભારતમા કેટલાય કુટુંબો સાવ નાશ પામ્યા તો કેટલાય અકાળે મૃત્યુને પામ્યા,અને સ્વજનો એ પોતાના આપ્તજન ગુમાવ્યા અને વખત એવો આવ્યો કે નાનું પાંચ વર્ષનું બાળક એકલું રહી ગયું, ક્યાંક તો ક્યાંક એકલી સ્ત્રી રહી ગઈ, તો ક્યાંક તો આખું કુટુંબ જ નાશ પામ્યું.
અને માણસ માણસાઈ ભૂલી ગયો કહે કોરોના હતો ને ! ભગવાન આત્માને શાંતિ આપે, કહી કુટુંબી વધેલા હોય એને જમવાનું પણ દેવા કોઈ તૈયાર થાય નહિ. અરે મૃત્યુ તો દૂર કોરોના હોય એના ઘરમાં કોઈ શું શેરીમાં પણ કોઈ આવે નહિ. હા ઘણા માનવતા જીવંત હોય એવા વ્યક્તિ પણ ખરા કે જે જમવાનું પોચડે,દવાખાને સગા ન થાય તો પણ કઈ પણ કામ પડે મદદ કરવા હાજર હોય,પૈસા જોઈએ તો આપે.
આ કોરોનામાં બીજું કાઇ નહિ માનવતાની પરખ થઈ ગઈ. પૈસાવાળા અને મોટું કુટુંબવાળા ઘણા હોય પરંતુ વગર પૈસે સગા ન હોવા છતાં દોડી આવે મૃત્યુના ભય વગર એને માનવતા કહેવાય. એ આપ સર્વે સમક્ષ રાખ્યા છે અને એટલુજ કહીશ જિંદગી છે ખુબજ ટૂંકી માનવતા ન મારવા દેજો.
