મોક્ષ
મોક્ષ
એક સોસાયટીમાં ભગવદ્દ કથા ચાલતી હતી, મહારાજ મોક્ષ વિશે સમજાવતાં હતાં અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.
મોક્ષ તો એને મળે છે જે કામ, ક્રોધ, લોભ પર કાબૂ મેળવી લે છે અને મોહ,માયાનો ત્યાગ કરે છે ને ઈશ્વર ઈચ્છા સર્વોપરી છે એ સ્વીકારીને નિજાનંદ બને છે એને જ મોક્ષ મળે છે.
આમ કહીને મહારાજે ખેસથી આંખો લૂછી ને ગળે ભરાયેલા ડુમાં ને ખાળવા આંખો બંધ કરીને શાંત થઈ બેઠાં..
એક ભાવિક ભક્ત એ ઊભા થઈને મહારાજને પાણી આપ્યું.
નજીક બેઠેલા કથામૃત કરવા આવેલાં અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા આ મહારાજ તો નાનાં બાળક જેવાં છે કેવાં રડે છે.
મહારાજનાં કાને આ શબ્દો અથડાયા એમણે બે મહિના પહેલા બનેલી ઘટના યાદ આવતાં શરીરમાંથી કંપારી છૂટી ગઈ.
પ્રિસા રડતાં રડતાં - ના કાકા મને દુઃખે છે આવું ગંદું નાં કરો રોજ.
એમ કહેતી ધાબે ચઢીને ઉપરથી પડતું નાખ્યું હતું બોલતાં બોલતાં કે ભગવાન મને આ નર્કમાંથી મોક્ષ આપજે.
