મોહનનો સવાલ
મોહનનો સવાલ


સોહન અને મોહન બે મિત્રો હતા. સોહનને શરત લગાવીને પૈસા પાડવાની ખુબ જ કુટેવ હતી.
"તું તો કોઈ દિવસ મારી સાથે શરત લગાવતો જ નથી. બહુ કંજૂસ છે."સોહને મોહનને કહ્યું .
સોહનની આ આદતથી સહુ હેરાન હતા. મોહને સોહનનું આ ભૂત ઉતારવા એક યુક્તિ વિચારી હતી.
"જો હું તો સાચે ડરપોક છું. મારે નથી રમવું. જો તું મને બમણા રૂપિયા આપે તો જ હું કઈ વિચારું" મોહન બોલ્યો .
"સારું,બમણા શું ચારગણા આપીશ. જો હું તને સવાલ પૂછીશ જો તું સાચો જવાબ નહિ આપી શકે તો 100 રૂપિયા આપવાના અને જો તારા સવાલનો જવાબ હું નહિ આપી શકું તો હું તને 500 રૂપિયા આપીશ."
"બરાબર."
"હા તો મારો પહેલો સવાલ સૂર્યની સપાટીનું તાપમાન કેટલું?" સોહને પૂછ્યું .
મોહને તરત જ 100 રૂપિયા સોહનને આપી દીધા. હવે સવાલ પૂછવાનો વારો મોહનને હતો.
"એવું કયું પ્રાણી છે જેને પાંચ શીંગડા છે ?" મોહને પૂછ્યું.
સોહને ખુબ વિચાર્યું પણ તેને જવાબ ના આવડયો, કમને તેને મોહનને 500 રૂપિયા આપ્યા.
હવે તેને મોહનને આ સવાલનો જવાબ પૂછ્યો તો મોહને પણ તરત જ તેને 100 રૂપિયા આપી દીધા અને હસતો હસતો ઘરે જતો રહ્યો, સોહનને પૈસા ગુમાવાનું દુઃખ થયું અને ત્યાર પછી તેને શરત લાગવાનું છોડી દીધું.