મોહ માયા મોબાઈલની
મોહ માયા મોબાઈલની
અજયભાઈ એ મનનની રૂમમાં ડોકિયું કર્યું તો જોયું મનન ઓનલાઈન ભણવાની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમતો હતો એટલે અજભાઈએ મનનનાં હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને સોશ્યલ મિડિયા ચેક કરતાં છક થઈ ગયા.. નિતનવા નુસખા અપનાવી ને ફેશબુક ઉપર વિડિયો મૂક્યા હતાં વધું વ્યુ માટે..
ગેમ પણ ટાસ્ક વાળી હતી.
એમણે ગુસ્સામાં કહ્યું કે આવાં ધંધા કરવા મોબાઈલ લઈ આપ્યો છે કે ભણવા ?
એમણે મોબાઈલ લઈને તિજોરીમાં મૂકીને લોક કરીને ચાવી લઈને ઓફિસ જતાં રહ્યાં.
એટલે મનન બહારથી પથ્થર લઈ આવ્યો અને તિજોરી પર મારવા લાગ્યો.
આ જોઈ ભારતીબેન મનન ને સમજાવા લાગ્યાં કે બેટા અમે જે કરીએ છીએ તે તારાં ભલા માટે છે આ સાંભળીને મનને એની મમ્મી ઉપર હાથ ઉપાડ્યો.