મોબાઇલ
મોબાઇલ
અનિલ ઓફિસથી ઘરે આવ્યો, આજે એનો મોબાઈલ બગડી ગયો હતો તો રિપેર કરવા આપી આવ્યો હતો. ઘરમાં આવી ગામડે મા-બાપ જોડે વાત કરવા મનાલીનો ફોન લીધો પણ ફોન "પાસવર્ડ" વગર ખુલ્યો નહીં એણે મનાલીને બૂમ પાડી કે મોબાઇલમાં પાસવર્ડ નાંખ્યો છે? મારે ગામડે ફોન કરવો છે. તારો પાસવર્ડ કહે. મનાલી રસોડામાંથી દોડતી આવી ફોન લઈ લીધો અને ગામડે ફોન જોડી આપી ઉભી રહી..!