STORYMIRROR

Kaushik Dave

Drama Action Inspirational

3  

Kaushik Dave

Drama Action Inspirational

મંથન

મંથન

11 mins
174

આવી દુનિયાને જોઈને બહુ દુઃખ થાય છે,

દંગાફસાદ જોઈને આંસુ આવી જાય છે,

પુછો એને જેણે દંગામાં સ્વજનો ગુમાવ્યા છે,

દંગાફસાદમાં માનવતા પણ ભૂલાઈ જાય છે. .

"મમ્મી, હવે આજે હું ઓફિસે જવાનો છું. " મંથન બોલ્યો.

"ના. . હજુ વાતાવરણ બધું શાંત થવા દે. હજુ નાના નાના છમકલાં તો થયા કરે છે.. ના. . ના. . નથી જવાનું. " મંથનની મમ્મી બોલી.

"મમ્મી,મારી ઓફિસ તો ચાર દિવસથી શરૂ થઈ ગઈ છે. હા. . મારી ઓફિસ દૂર છે,એ વાત બરાબર. . પણ કેટલા દિવસ ઘરે બેસી રહેવાનું. ન્યુઝ પેપરમાં પણ લખે છે કે હવે શહેર શાંત થઈ ગયું છે. પરિસ્થિતિ પોલિસ કંટ્રોલમાં છે. હું તો જવાનો જ. "

"જો બેટા,જીદ ના કર. હું તારા મામા ને ફોન કરીને પૂછું, પછી જ જજે. "

મંથન:- "મમ્મી, તું બહુ બીકણ છે. મારી ઓફિસેથી ફોન આવ્યો કે આજે અગત્યનું કામ છે. હવે વાતાવરણ શાંત છે. પાછું ઓફિસના સાહેબે નવા આઈ કાર્ડ અને પાસ પણ કઢાવી રાખ્યા છે. "

" સારું બેટા, તું કહે છે એટલે જજે. પણ સાચવીને જજે. પણ સીટી બસમાં જ જા. "

"મમ્મી, દરરોજ તો સીટી બસમાં જ જતો હતો. કો'ક દિવસ જ બાઈક લઈને જતો હતો. આજે બાઈક ચલાવીને જ જવાનો છું. "

"પણ બેટા,આ વાતાવરણમાં બાઈક પર જવું હિતાવહ નથી. પથ્થરમારો થાય તો ?"

" પણ મમ્મી, હું હેલ્મેટ પહેરીને જ જવાનો છું. બાઈક પર હું વધુ safe રહીશ. "

"બેટા, બાઈક પર પથ્થર વાગે તો શરીરને ઘાયલ તો કરે. તું ખોટી જીદ કરે છે. મારું માન હવે આજે જતો જ નહીં,અને જો જવું હોય તો સીટી બસમાં જા. "

"મમ્મી, હું કંઈ નાનો કીકલો છું. મને પણ સારા નરસાની ખબર પડે છે. જો કંઈ તકલીફ જેવું લાગશે તો પાછા આવતા વાર કેટલી?

સીટી બસમાં તો બે બસ બદલવી પડે છે. જો બસ ના મળે તો અધવચ્ચે ફસાઈ જવાય. જો સીટી બસ પર જ પથ્થર મારો થાય તો વધુ જોખમી. રસ્તામાં બસ બગડી જાય તો એનાથી વધુ જોખમ. જોકે પોલીસ બંદોબસ્ત સારો એવો છે એવું મેં સમાચારમાં સાંભળ્યું હતું. "

આટલું બોલીને મંથન પોતાની મમ્મીને મનાવવા લાગ્યો.

" સારું સારું ,પણ થોડો વહેલો ઘર આવી જજે. રસ્તામાં તકેદારી રાખજે. ઓફિસ પહોંચીને ફોન કરજે. ઓફિસથી ઘરે આવે તો પણ ફોન કરીને ઓફિસથી નીકળજે. "

" સારું મમ્મી, પણ ઓફિસ સમય પુરો થયા પછી જ નીકળી શકાશે. સાંજે કંઈ છે ?"

" હા, સાંજે તારા મામા અને મામી આવવાના છે. તારા માટે બે છોકરીઓના ફોટા અને બાયોડેટા લાવવાના છે. હવે તારા માટે છોકરીઓ જોવી તો પડશે. "

"પણ મમ્મી,દર વખતની જેમ જેને રીજેક્ટ કરી છે એના એજ ફોટા ના લાવે એમ કહેજો. "

"સારું. પણ ધ્યાન રાખીને જજે.  તારું ટિફિન પણ લેતો જા. ને હા.. ફોન કરવાનું ભૂલતો નહીં. "

થોડીવારમાં સમય થતા મંથન ટિફિન લઈને ઓફિસ જવા નીકળ્યો.

મંથને બાઈક પર જતા જોયું કે અવર જવર ઓછી દેખાતી હતી.

સીટી બસમાં પેસેન્જરો પણ બહુ ઓછા દેખાતા હતા.

મંથન સાવચેતી રાખીને જતો હતો. રસ્તામાં કેટલીક જગ્યાએ સળગેલી હાલતમાં વાહનો તેમજ ફર્નિચર પણ દેખાતા હતા. રસ્તામાં કેટલાક મકાનો ખાલી થઈ ગયા હોય એમ લાગતું હતું.

મંથન થોડો અચકાયો.

વિચાર્યું કે આ ગતિશીલ રહેતા શહેરની હાલત ગંભીર બની છે.

હે ઈશ્વર બધાને સદબુદ્ધિ આપજો. આ કોમી તોફાનના કારણે ગરીબ લોકોની તેમજ મધ્યમ વર્ગની રોજીરોટી પણ છીનવાઈ જાય છે. ધર્મ ઝનુની લોકો ઈશ્વરથી ડરતા કેમ નથી? બધાની અંતિમ ઈચ્છા તો ઈશ્વર પામવાની હોય છે. સ્વર્ગમાં જવાની ઈચ્છા ધરાવતા હોય છે. તો આવું કૃત્ય કરનારા તો નર્કના અધિકારી બને છે.

આમ વિચારીને મંથન નિરાશા ખંખેરીને આગળ વધ્યો.

હજુ ઓફિસ આવવાને ચારેક કિલોમીટર હશે. રસ્તામાં ભયજનક વિસ્તાર આવવાનો છે એ મંથનને ખબર હતી.

પણ શહેરમાં પોલીસ બંદોબસ્ત સારો એવો દેખાતો હોવાથી નકારાત્મક વિચારો દૂર કરીને આગળ વધ્યો.

રસ્તો સુમસામ દેખાતો હતો. જોયું તો શહેરનો એ બદનામ વિસ્તાર શરૂ થયો. શહેરમાં સૌથી વધુ તોફાનો આ વિસ્તારમાં થયા હતા એ સમાચાર ન્યૂઝ પેપરમાં વાંચ્યા હતા.

સાવચેતી રાખીને મંથન આગળ વધ્યો. રસ્તામાં ચાર રસ્તા આવતા હતા. મંથને ચારરસ્તા પરની ડાબી બાજુએ નાનકડો સાંકડો રસ્તો જોયો. એને એ બાજુથી કંઈ ક અવાજો સંભળાયા.

મંથનને લાગ્યું કે હવે આ ચારરસ્તાથી થોડો આગળ વધી જાઉં તો ચિંતા જ નથી. મંથને સામેના રસ્તેથી મોટા અવાજો સંભળાયા. એક મોટું ટોળું હથિયાર,પથ્થરો સાથે દેખાયા.

મારો. . મારો. . જિંદા જલા દો.

મંથન ગભરાયો. એણે બાઈક પાછી વાળી. જોયુતો એક બીજું ટોળું લાકડીઓ અને ધારિયા સાથે દેખાયા.

અવાજો સંભળાયા. . ‌

આ વખતે તો સામનો કરજો ભાઈઓ. કોઈ જાન ગુમાવતા નહીં. સબક શીખવાડીને જંપીશું.

મંથન ગભરાઈ ગયો. બધી બાજુથી ફસાઈ ગયો.

મમ્મી ના પાડતી હતી છતાં જિદ કરીને નીકળ્યો.

મંથનને હનુમાન ચાલીસા યાદ આવી ગયા.

એને ચોથો સાંકડી ગલીનો રસ્તો દેખાયો.

હા,યાદ આવ્યું. આ રસ્તે એક વાર નીકળ્યો હતો. બંને કોમના સામ સામે ઘરો છે.

મંથને બાઈક એ સાંકડી ગલી તરફ વાળી.

જોયું તો રસ્તો સુમસામ હતો.

રસ્તાની બંને બાજુએ મોટાભાગના ઘરો સળગી ગયેલી હાલતમાં દેખાયા.

મંથન મનમાં હનુમાન ચાલીસા બોલતો ગયો.

જે થાય એ હનુમાનજી પર વિશ્વાસ રાખું.

બાઈક ધીમે ધીમે હંકારવા લાગ્યો. રસ્તો ખરાબ હતો. રસ્તામાં થોડો ઘણો ભંગાર જેવી ચીજ વસ્તુઓ વિખરાઈ ગયેલી હતી. પોતાની બાઈકને સાચવીને જતો હતો એ વખતે જ એની બાઈકમાંથી જોરથી અવાજ આવ્યો. બાઈક રોકી લીધી. જોયું તો બાઈકમાં પંચર થયું હતું.

હવે. . શું કરું ?

મંથનનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું.

એણે આજુબાજુ જોયું. રસ્તા પર ભાગ્યે જ કોઈ દેખાતું લાગ્યું. રસ્તાની આજુબાજુના મકાનો થોડા ઘણા નુકશાન અને સળગી ગયેલા હોય એવું લાગ્યું.

એટલામાં કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો.

મંથનને જોઈને કૂતરો ભસતો ભસતો નજીક આવ્યો.

મંથને કૂતરાને ભગાડવા માટે કોશિશ કરી. પણ ભસવાનું ચાલું જ હતું. એટલામાં એને થોડી બૂમો સંભળાઈ.

કૌન હૈ ?

દૂર જોયું તો ત્રણ થી ચાર માણસો લાકડી અને તિક્ષ્ણ હથિયાર લઈને આવતા જોયા.

મંથન ગભરાઈ ગયો. એ શ્રીજીનું નામ લેતો સંતાવાની જગ્યા શોધવા માંડ્યો. એની નજર નજીકમાં એક ભંગારની દુકાન જોઈ.

વિચાર્યું કે આ તોફાનોમાં તો ભંગારની દુકાનમાં કોઈ આવે નહીં.

ભંગારની દુકાન પાસે આવ્યો.

જોયું તો લોખંડનું જુનું બારણું સ્હેજ ખુલ્લું હતું. મંથને ધીમેથી દુકાનમાં પ્રેવેશ કર્યો. ભંગારની દુકાનમાં અંધારૂં જેવું લાગતું હતું.

હાશ. . હવે કોઈ ને શક જશે નહીં. થોડીવારમાં અહીંથી પલાયન થઈ જઈશ.

મંથને ભંગારની દુકાનમાં જોવાનો પ્રયત્ન કર્યો. એને ધીમે ધીમે અવાજ સંભળાયો. કોઈ લોખંડ ઘસતુ હોય એવો અવાજ સંભળાયો. મંથને આંખો ઝીણી કરીને જોવાનો પ્રયત્ન કર્યો.

મીણબત્તીના પ્રકાશમાં લુંગી પહેરેલો એક લાંબો કદાવર માણસ દેખાયો. એના હાથમાં લાંબો છરો હતો. છરાની ધાર તેજ કરતો હતો.

ઓહ્. . આતો ઉલમાંથી ચૂલમાં પડ્યો. બહાર પણ મોત અને અંદર પણ મોત.

શું કરૂં?.. એમ વિચારતો મંથને બારણા તરફ નજર કરતો ખસ્યો.

મંથનના ખસવાથી એનો પગ લોખંડના ડબ્બા સાથે અથડાયો.

ખડીગ.. ખડીગ. . અવાજ સાથે ડબ્બો બીજા ભંગાર સાથે અથડાયો.

મંથન ગભરાઈ ગયો.

પેલો લુંગી વાળો માણસ અવાજ આવવાથી જોરથી બોલ્યો..

કૌન અંદર આયા હૈ ?

ગભરાઈ ગયેલો મંથન ઝડપભેર ભંગારની દુકાનની બહાર નીકળ્યો. પણ દરવાજાનો જોરથી અવાજ આવવાથી પેલો ખૂંખાર માણસ મંથનની પાછળ દોડતા બોલ્યો..

રૂક જા. . નહીં તો ખતમ કરી દુંગા..

મંથન વધુ ગભરાઈ ગયો. હાંફળો ફાંફળો થતો સંતાવા માટેની જગ્યા શોધવા લાગ્યો.

મંથને પાછળ જોયું તો પેલો માણસ છરા સાથે પાછળ આવતો હતો.

થોડોક આગળ જતા મંથનની નજર એક હવેલી જેવા મોટા મકાન પર પડી. જેનું મોટું ગ્રીન દરવાજો બંધ હતો. પણ બાજુમાં એક નાનકડો દરવાજો સ્હેજ ખુલ્લો જોયો.

મંથને વિચાર્યું કે કદાચ અહીં સંતાઈ જાઉં તો કદાચ બચી જાવ. દુનિયામાં માનવતા હશે તો મારો જીવ બચશે.

મમ્મીની વાત માની હોત તો સારું. ક્યાંક વાંચ્યું પણ છે કે વડિલની વાત માનવી જોઈએ. અરર.. હવે ઈશ્વર જ બતાવશે.. શ્રીકૃષ્ણ શરણં મમ. . શ્રી કૃષ્ણ શરણં મમ.. બોલતો મંથન ધીમેથી દરવાજાને ધક્કો મારીને ઘરમાં અંદર પ્રવેશ કર્યો.

ધીમેથી દરવાજો થોડો આડો કર્યોં અને બારણા પાછળ સંતાઈ ગયો.

 સ્હેજ અવાજ આવવાથી મંથનને એક અવાજ સંભળાયો.

ભાઈજાન આપ આ ગયે!

એ અવાજ કોઈ લેડીઝનો હતો.

 મંથને રૂમમાં જોવાનો પ્રયત્ન કર્યો. કોઈ મોટી રૂમ હોય એવું લાગે છે.. ના. . ના. . મોટો વરંડો હોય એવું લાગ્યું. પ્રકાશ ઘણો ઓછો હતો. પણ એક ફાનસ દેખાયું. ફાનસના અજવાળામાં જોયું તો એક ખૂબસૂરત યુવતી ચટાઈ પર બેસેલી હતી.

ફરીથી એ યુવતીનો અવાજ આવ્યો.

મોહસીન ભાઈજાન આપ આ ગયે ?

 આ સાંભળીને મંથનના મોતિયા મરી ગયા. હવે શું કરવું. ઘરની બહાર જતો રહું. કદાચ પેલો ખૂંખાર માણસ જતો પણ રહ્યો હોય.

 એટલીવારમાં એને બારણાની બહાર કોઈના ચાલવાનો તેમજ બબડવાનો અવાજ સંભળાયો.

 કહાં ગયા ? હમણાં તો અહીં જ હતો. ક્યાં ક સંતાઈ ગયો હશે? હા. . આ બારણું સ્હેજ ખુલ્લું દેખાય છે. અંદર હશે! ના. . ના. . આ ઘર તો કરીમ ચાચાનું લાગે છે.. હા.. હા.. આજે ચાન્સ લાગે છે. હા. . હા. . સલમા.. એ અંધ ,અપંગ, બેસહારા.. સલમા. .

આમ બોલીને પેલો ખૂંખાર વ્યક્તિ બારણાને હડસેલો મારીને ઘરમાં પ્રવેશ્યો. અને દરવાજો થોડો આડો કર્યોં.

અવાજ આવતા યુવતી બોલી..

કૌન આયા હૈ?

પેલો ખૂંખાર વ્યક્તિ મોટેથી હસ્યો.

મૈં અબ્દુલ. આજ તું અકેલી લગતી હૈ! તેરે અબ્બુ ઔર અમ્મા ભાગ ગયે? આજ ફીરસે મુજે મૌકા મિલા સલમા. તેરી ખૂબસૂરત ચહેરેકો દેખને કો તરસતા રહા‌.

એ અંધ યુવતીનું નામ સલમા.

સલમા:-" મૈં અકેલી નહીં હૂં. મેરે ભાઈજાન ભી હૈ. મૈં તુજે પહચાન ગઈ.. અબ્દુલ કસાઈ. આજ ભી મેરે ભાઈજાન મેરી રક્ષા કરતા હૈ. "

બારણાં પાછળ સંતાયેલો મંથન સાંભળતો હતો. એને થયું કે ઓહ. . આ ખૂંખાર વ્યક્તિ તો કસાઈ છે. માર્યા ઠાર.. ભાગી જવું પડશે. મન કહે છે કે અહીંથી ભાગી જાઉં. મોકો પણ છે. આ લોકોની વાતો માં પડાય નહીં. એમનું જે થવાનું હોય એ થાય . . મારે તો મારો જીવ બચાવવાનો છે. પણ દિલ કહે છે કે પેલી યુવતી બેસહારા લાગે છે. એનો કોઈ ભાઈજાન દેખાતો નથી. ઘરમાં તો કોઈ જણાતું નથી. પાછી આ યુવતી અંધ અને અપંગ પણ લાગે છે. હું માનવ છું. મારામાં માનવતા છે. મારા સંસ્કાર કહે છે કે અસહાયની સહાયતા કરવી.

આટલું વિચારતો મંથન આજુબાજુ જોયું. તો નજીકમાં વૃદ્ધ માણસની ટેકાની લાકડી દેખાઈ.

મંથન ધીમે થી ખસ્યો. હાથમાં લાકડી લીધી.

ત્યાં એને અબ્દુલ કસાઈ નો અટ્ટહાસ્ય કરતો અવાજ સંભળાયો.

હા.. હા.. હા.. અંધી તો અંધી હી. . હૈ. . તેરા ભાઈજાન.. હા. ‌. હા. . મોહસીન !

આવો અવાજ સાંભળીને મંથન ગભરાઈ ગયો. આ કસાઈ કેમ આટલું હસ્યા કરે છે. મારે કંઈક કરવું પડશે. .

અબ્દુલ કસાઈ નો અવાજ સંભળાયો..

મોહસીન તો મરી ગયા હૈ. તુજે પતા હૈ,ફીરભી બચાનેકે લીએ આયેગા.. હા. . હા‌. હા. .

સલમા બોલી," હા.. કસાઈ. . મેરા ભાઈજાન આયેગા. . જરૂર આયેગા. . મૈં મહસૂસ કર રહી હૂં. "

અબ્દુલ કસાઈ," તું પગલા ગઈ હૈ. આજ તેરી ખૈર નહીં. ઐસા મૌકા બાર બાર નહીં મિલતા. તુજે યાદ હૈ.. જબ ઈસસે પહેલે દંગા ફસાદ હુએ થે. . તબ ભી તેરે અબ્બુ તુજે અકેલે છોડ કર ભાગ ગયે થે. તુજે અકેલા દેખકર મૈં તેરે ઘર મેં આયા થા.. હા.. હા. . હા. . "

સલમા," હા,મુજે યાદ હૈ, ભાઈજાન ઈસ કસાઈસે બચાઓ. મુજે માલુમ હૈ તું છુપ ગયા હૈ. "

અબ્દુલ કસાઈ," પગલા ગઈ.. ઉસ વક્ત તુજે બચાને તેરે સામને વાલે ઘર મેં રહતા થા.. તેરા રાખી વાલા ભાઈ. . સુરેશ. . ‌હા. . યાદ આયા. તુજે બચાને આયા. લકડી લે કર. . વો ચાવલ ખાનેવાલા મેરે છુરે કા શિકાર હો ગયા.. તેરે ચિલ્લાને કી આવાજ સુનકર તેરી મૌસી કા લડકા ભાઈજાન મોહસીન આયા. બહુત હાથાપાઈ હુઈ. . આખીર મેં વો ભી અલ્લાહ કા પ્યારા હો ગયા. . અબ તો યહાં કોઈ નહીં હૈ. તું હૈ.. મૈં. . હૂં.. તું હૈ.. મૈં હૂં.. "

સલમા," કમીના,આજ તું મરી જાયેગા. તેરી મૌત બુલા રહી હૈ. . ભાઈજાન સુરેશ. . બચાઓ.. "

આ સાંભળીને મંથન સાવધાન થયો.

વિચાર્યું કે પાછળથી ઘા કાયર કરે. .

મારે પહેલા એને ચેતવીને જ ભગાડવો પડશે.

મંથને લાકડી હાથમાં ઉંચી કરીને બોલ્યો," ખબરદાર,કસાઈ.. આ બેસહારા,અંધ દીદીને ના સતાવ. મારો સામનો કર. "

અબ્દુલ કસાઈ પાછળ ફર્યો.  મંથનને જોઈને હસી પડ્યો.

"હા.. હા.. હા. . મેરે કબાડખાનેસે ભાગ કર યહાં છુપ ગયા થા ? અબ તો તુજે સુરેશકી તરહ તેરે ભગવાનકે પાસ.. મેરે છુરેસે ડર નહીં લગતા! તેરે પાસ તો બુઠ્ઠે કી છડી હૈ. "

કસાઈએ પોતાનો છરો મંથનને મારવા માટે ઉંચો કર્યો. પણ મંથને પોતાની પાસેની છડી વચ્ચે રાખીને રોકી લીધો.

પણ કસાઈના મજબૂત હાથની ઝાપટથી લાકડી ઉછળીને પડી ગઈ.

કસાઈ હસ્યો. .

બોલ્યો," આજ તો તું યહાં સુરેશ કી તરહ ‌ફસ ગયા. અબ તું મેરે હાથ મેં આ જાયેગા ઔર મર જાયેગા. તું નિહત્થા. . મેરે પાસ કસાઈકા છુરા. . સુરેશકી તરહ તેરે પર ભી અબ કલંક લગ જાયેગા. "

આમ બોલીને કસાઈએ અટ્ટહાસ્ય કર્યું.

સલમા સાંભળતી હતી. એને થયું કે એક નિર્દોષ યુવાન મને બચાવવા પ્રયત્ન કરે છે. પણ આ કસાઈને આ મોહલ્લામાં કોઈ પહોંચી શક્યું નથી. સુરેશની જેમ એની કત્લ કરીને એના માથે પણ સુરેશની જેમ કલંક લગાડશે. જે મારા માટે પાપ જ છે. મારે ભાઈજાનને પોકાર કરવો પડશે.

સલમા એ દર્દ ભરેલા સ્વરે બોલવાનું શરૂ કર્યું.

" ભાઈજાન. . મોહસીન ભાઈજાન તું કહાં હૈ? ઈસ કસાઈસે મુજે ઔર એક ખુદા કે બંદેકો બચાને આજા. "

આ રડતા સ્વરે સલમા બોલતી હતી એ વખતે મકાનના મુખ્ય દરવાજા પર પવનની એક લહેર આવી. દરવાજો ખુલી ગયો. રૂમમાં પવન સાથે ગુલાબની સુગંધ આવવા લાગી.

સલમા તરતજ બોલી," મૈં પહચાન ગઈ. મોહસીન આ ગયા હૈ. અય.. ખુદા. . ખુદાકે બંદે કો બચા લે. ભાઈજાન.. ભાઈજાન.. તું આ ગયા!"

પણ અબ્દુલ કસાઈ પર ફરક પડતો નહોતો. એને નાટક જેવું લાગ્યું.

અબ્દુલ કસાઈએ મંથનનો એક હાથ પકડીને પોતાના બીજા હાથે છરાથી ઘા કરવા ગયો..

પણ.. પણ.. આ શું?

મંથનને લાગ્યું કે આજે તો પ્રભુના ધામમાં.. પણ આ અચાનક કસાઈ નો હાથ ઉપર સ્થિર કેમ થયો?

મંથને જોવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે બીજા હાથથી પોતાનો હાથ છોડાવી દીધો. પોતે કસાઈ થી દૂર થયો.

મંથને જોયું તો કસાઈનો હાથ ધીરે ધીરે છરા સાથે કસાઈની છાતી તરફ જતો દેખાયો.

કસાઈ ગભરાઈ ગયો હતો. એ બોલી ઉઠ્યો.

" મોહસીન મુજે માફ કર. મૈં યહાં સે ચલા જાતા હૂં"

મંથનને થયું કે અહીં તો કસાઈ એકલોજ છે. તો પછી.. આ ગુલાબ ની સુગંધ અને કસાઈની મજબૂત પકડ હોવા છતાં પણ. . પણ. . તો શું મૃત્યુ પામેલો મોહસીન પોતાની દીદીને બચાવવા આવ્યો?

કસાઈના હાથનો છરો એક જોરદાર પ્રહાર સાથે કસાબના પેટમાં ઘુસી ગયો.

યા. . અલ્લાહ. . મુજે માફ કર. બહુત જુલ્મી હૂં.. બોલતા અબ્દુલ કસાઈ મૃત્યુ પામ્યો.

મંથનને અવાજ સંભળાયો..

' ભાઈ આપની હિંમત માટે ધન્યવાદ. ખરા સમયે સલમા ને મદદરૂપ થયો. મારું ઘર અહીંથી દસમું છે. સલમા ને સાથે લઈ ને મારા અબ્બુ અને અમ્મી પાસે પહોચાડ. મારા અબ્બુ સામે જ મળશે. ' આટલું બોલીને એક તેજ લિસોટા સાથે પવનની એક લહેર દરવાજાની બહાર ગઈ.

મંથન," દીદી,આપનો ભાઈજાને મારી જાન બચાવી છે. આજે ઈન્સાનિયત જીતી ગઈ. શૈતાન હારી ગયો. હું તમને તમારી મૌસી પાસે લઈ જાઉં. "

~~~~~~~

( આ એક કાલ્પનિક વાર્તા છે. ઈન્સાનિયત રાખવાની જવાબદારી આપણા બધાની છે. આપણે માનવ માનવ બનીએ તો ઈશ્વર, ખુદા પણ રાજી થાય છે. કોમી હુલ્લડો,દંગા ફસાદ કોઈ દિવસ પણ સારા હોતા નથી. એના પરિણામે નિર્દોષ લોકો જાન ગુમાવે છે. આવા નિર્દોષ જાન ગુમાવનારા તમામ લોકોને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. . ઓમ્ શાંતિ)


Rate this content
Log in

Similar gujarati story from Drama