મણિકર્ણિકા - મારું મનપસંદ ફિલ્મી સ્ત્રી પાત્ર
મણિકર્ણિકા - મારું મનપસંદ ફિલ્મી સ્ત્રી પાત્ર
સ્થળ : ઝાંસીનો મહેલ.
સમય : સવારનાં 10 કલાક.
મહેલમાં એક અલગ જ પ્રકરાનો સન્નાટો છવાઈ ગયેલો હતો, તે બધાં લોકો પર જાણે દુઃખનાં ડુંગરો તૂટી પડેલાં હોય, તેમ સૌ કોઈનાં ચહેરા પર ઉદાસી અને માયુસી છવાઈ ગયેલ હતી, હર કોઈનાં ચહેરા પર દુ:ખની રેખાઓ ઉપસી આવેલ હતી, આંસુઓ જાણે તે દરેકની આંખોમાંથી ટપ - ટપ કરીને વહેવાં માટે આતુર હોય તેવું લાગી રહ્યું હતું, બધાં જ લોકો મનોમન પોતાનાં ઈષ્ટદેવને પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતાં.
બરાબર એ જ સમયે દિવાનખંડમાંથી રાજવૈદ લટકેલાં અને ઓશિયાળા ચહેરે બહાર આવે છે, અને દિવાનખંડની બહાર ઊભેલાં લોકોની સામે જોઈને ભારે અવાજે બોલે છે.
“ઝાંસી ! હવે અનાથ થઈ ગયું છે.. આપણાં મહારાજા ગંગાધર રાવ નિવાલકર આપણી વચ્ચે હવે નથી રહ્યાં..!”
આ સાંભળી હાજર સૌ કોઈ એક મોટી પોક મૂકીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગ્યાં, સૌ કોઈ હૈયાફાટ રુદન કરી રહ્યું હતું, આ રુદન એટલું તીવ્ર હતું કે તેનો વલોપાત છેક મહેલની બહાર સુધી સાંભળાય રહ્યો હતો, દિવાલો પણ જાણે આ દુઃખમાં ભાગીદારી નોંધવી રહી હોય, તેમ શાંતચિત્તે આ બધુ નિહાળી રહી હતી.
જ્યારે બીજી તરફ રાણી લક્ષ્મીબાઈ એટલે કે નાનપણની અને લગ્ન પહેલાંની મનિકર્ણિકા એક સિંહાસન પર બેસીને ચૂપચાપ બેસી રહી હતી, તેનાં ચહેરા પર અસહ્ય દુ:ખ તો દ્રશ્યમાન થઈ જ રહ્યું હતું, પરતું તેની સાથોસાથ ખુમારી, હિંમત અને સહનશીલતા પણ દેખાઈ રહી હતી, સિંહાસન પર બેઠાં - બેઠાં પોતે પોતાનાં નાના બાળક દામોદર રાવને પોતાનાં ખોળામાં બેસાડીને તેનાં માથા પર પ્રેમપૂર્વક હાથ ફેરવી રહ્યાં હતાં.
“મહારાણી ! તમે એકલાં થઈ ગયાં.. રાજવૈદે જે કહ્યું તે તમે સાંભળ્યું નથી ?” - મુખ્ય દાસી અચરજ ભરેલાં અવાજે પૂછે છે.
“હા ! હું એ બાબતથી ખૂબ જ સારી રીતે પરિચિત છું કે હું અને ઝાંસી ગંગાધર રાવનાં જવાથી એકલાં પડી ગયેલાં છીએ..!” - રાણી લક્ષ્મીબાઈ ખુમારીભર્યા અવાજે જણાવે છે.
“તો ! તમને એ બાબતનું દુઃખ નથી ?” - મુખ્ય દાસી હેરાનીભર્યા અવાજે પૂછે છે.
“જે સ્ત્રીએ ભર જુવાનીમાં પોતાનો એકમાત્ર આધાર એવાં જીવનસાથીની છત્રછાયા ગુમાવી દીધેલ હોય, તે સ્ત્રીને દુઃખ થાય તે સ્વભાવીક છે, મને પણ એ બાબતનું ખૂબ જ દુઃખ છે, કે મારા પતિ એટલે કે ગંગાધર રાવ મને આવી રીતે અધ્ધ વચ્ચે છોડીને મને એકલી છોડીને ચાલ્યાં ગયાં, પણ..!” - લક્ષ્મીબાઈ થોડુંક વિચારતાં - વિચારતાં બોલે છે.
“પણ.. શું.. મહારાણી સાયબા..?” - દાસી મહારાણીની સામે જોઈને પૂછે છે.
“મારા પતિને જાણે અગાવથી જ પોતાનાં મૃત્યુ વિશેનો ખ્યાલ આવી ગયો હોય તેમ એક દિવસ રાતે પોતાનાં હાથમાં મારો હાથ રાખતાં મને કહ્યું હતું કે, “મને ! ઝાંસીનું ભવિષ્ય ખૂબ જ ધૂંધળું દેખાય રહ્યું છે, દુશ્મનો જાણે મારા મૃત્યુની રાહ જોઈ રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે, હવે ઝાંસીને એકમાત્ર તું જ બચાવી શકે એમ છો, આ ઉપરાંત સાથોસાથ મને એ બાબતનું પણ વચન આપ કે તું આપણું આ ઝાંસી કોઈ વિદેશી કે પારકાનાં હાથે નઈ આવવાં દઇશ, અને દામોદર જ્યારે મોટો થશે ત્યારે ઝાંસીમાં જ તેનો રાજ્યાભિષેક થશે..!” - રાણી લક્ષ્મીબાઈ આંખોમાં આંસુ સાથે બોલે છે.
“મહારાણી સાયબા ! તમે એકદમ સાચા છો.” - મુખ્ય દાસી પોતાનું માથું ઝુકાવતા - ઝુકાવતા બોલે છે.
“એટલે જ હું મારુ આ જે દુઃખ છે, તેને સામાન્ય રીતે વિસરવા નથી માંગતી, હું જ્યારે ઝાંસીને દુશ્મનોનાં પડછાયામાંથી સંપૂર્ણપણે મુક્ત નહીં બનાવીશ ત્યાં સુધી હું મારુ આ દુઃખ ક્યારેય બહાર નહીં આવવાં દઇશ.” - લક્ષ્મીબાઈ પોતાનો તટસ્થ નીરની જણાવતાં બોલે છે.
“પણ ! મહારાણી સાયબા ! આ દામોદર દાસ..?” - મુખ્ય દાસી પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ રજૂ કરતાં કરતાં પૂછે છે.
“દામોદર ! ભલે અમારો દત્તકપુત્ર હોય, પરતું તેનામાં અમે ઉચ્ચ સંસ્કારોનું જ સિંચન કરેલ છે, દુનિયામાં જન્મતા બધાં જ બાળકો જન્મતાની સાથે જ બહાદુર નથી હોતા, એ બહાદુર બને છે, તો માત્રને માત્ર તેને જન્મ પછી આપવામાં આવતી માવજત, શિક્ષણ અને કેળવણીથી જ, અને હું પણ એક જનની જ છું, એક માં ધારે તો પોતાનાં સંતાનને ઉચ્ચ વિધ્યાવાન બનાવી શકે છે, અને ધારે તો એકદમ ગુનાહિત પ્રવૃતિ ધરાવતો એક ગુનેહગાર પણ બનાવી શકે છે..!” - લક્ષ્મીબાઈ વાત્સલ્યનો ધોધ વહેડવાતા બોલે છે.
“ધન્ય છે.. મહારાણી સાયબા તમને.. અને તમારા ઉચ્ચ કોટીનાં વિચારોને..!” - મુખ્ય દાસી લક્ષ્મીબાઈને સલામી ભરતા બોલે છે.
ત્યારબાદ મહારાજા ગંગાધરરાવનાં હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવે છે, અને ગંગાધરરાવનાં પવિત્ર આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે માટે પૂજા વિધિ કરવામાં આવે છે.
***
1857
સમય : સવારનાં 10 કલાક
સ્થળ : ઝાંસીનો મહેલ.
રાણી લક્ષ્મીબાઈ સિંહાસન પર બિરાજમાન હતાં, તેમની સભામાં બધાં જ મહેમાનો, વજીર, સૈનિકો, સભાસદો, નાના નાના રાજ્યોનાં રાજાઓ બેસેલાં હતાં, તેને લીધે, આખો દરબાર મહેકી ઊઠ્યો હતો, લક્ષ્મીબાઈ એક પછી એક એમ કરવામાં આવતી રજૂઆતો સાંભળી રહ્યાં હતાં.
બરાબર એ જ સમયે તેમનો એક રાજદૂત ગભરાયેલ હાલતમાં દોડતાં દોડતાં આવે છે, તેનાં ચહેરા પર ડરને લીધે ઉપસી આવેલી રેખાઓ સપષ્ટપણે દેખાય રહી હતી, તેનાં હાથમાં એક રાજપત્રક હતો. તેની આંખોમાં ભય દેખાય રહ્યો હતો.
“ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જય હો..!” - રાજદુત લક્ષ્મીબાઈને સલામ કરતાં કરતાં બોલે છે.
“બોલો ! રાજદૂત ! તમે આટલાં બધાં ગભરાયેલાં શાં માટે લાગી રહ્યાં છો ?” - લક્ષ્મીબાઈ રાજદૂતની આંખોમાં જોતાં - જોતાં બોલે છે.
“માફ કરશો ! મહારાણી સાયબા ! પરતું વાત જ ડર પમાડે તેવી છે !” - રાજદૂત ગભરાયેલાં અવાજે રાણી લક્ષ્મીબાઈને જણાવતાં બોલે છે.
“રાજદૂત ! જે કઈ વાત હોય તે સ્પષ્ટ જણાવો !” - લક્ષ્મીબાઈ રાજદૂતની સામે જોઈને કહે છે.
“જી ! મહારાણી સાયબા ! સમાચાર સારા નથી.. આપણાં પાડોશી રાજ્યો જ કે જે એક સમયે આપણાં મિત્રો હતાં, તે જ હાલ આપણાં દુશમનો બની ગયાં છે, તે લોકો પણ જાણે આપણાં મહારાજા ગંગાધરરાવ મૃત્યુ પામે તેની જ પ્રતિક્ષા કરી રહેલાં હોય તેવું મને મહેસુસ થય રહ્યું છે, અને તેઓ તમારી લાચારીનો જાણે ફાયદો ઉઠાવવા માંગતા હોય તેમ ખરા સમયે જ આપણાં પણ હુમલો કરવાં માટે નીકળી પડેલાં છે.” - રાજદૂત લક્ષ્મીબાઈને વિગતવાર બધી માહિતી જણાવતાં બોલે છે.
“તો ! જાવ અને તેમણે જણાવી દો કે ઝાંસીની રાણી માત્ર વિધવા જ બની છે, પરતું તેમનાંમાં હાલ પણ પહેલાં જેવી નીડરતા, ખુમારી, જુસ્સો, બહાદુરી અને યુદ્ધકૌશલ્ય પહેલાં જેવુ જ છે.!” - લક્ષ્મીબાઈ પોતાનાં કમરે રહેલ મ્યાનમાંથી ધારદાર અને પાણીદાર તલવાર બહાર ખેચતાં - ખેંચતા બોલે છે.
“ઝાંસી અમર રહે.. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જય જયકાર હો..!” - લક્ષ્મીબાઈની સામે બેઠેલા બધાં જ રાજાઓ અને સૈનિકો પોત પોતાની તલવારો ઉપર તરફ રાખીને એક અલગ જ પ્રકારનાં જુસ્સા સાથે બોલી ઊઠે છે.
ત્યારબાદ પાડોશી દેશ અને ઝાંસી વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, આ યુદ્ધમાં લક્ષ્મીબાઈ પોતાનાં દ્વારા તાલીમ પામેલાં તાલીમબધ સૈન્ય લઈને યુદ્ધ મેદાનમાં ઉતરી પડે છે, આ સમયે લક્ષ્મીબાઈનાં ચહેરા પર ખૂબ જ જુસ્સો જોવાં મળી રહ્યો હતો, પોતાનાં બંને હાથમાં ધારદાર તલાવરો અને ખભાનાં ભાગે પોતાનાં નાના પુત્ર દામોદરદાસને બાંધીને, પોતાનાં પાણીદાર સફેદ અશ્વ પર બિરાજમાન થઈને “ઝાંસી અમર રહે” - એવી એક ચીસ પાડીને દુશ્મનો વચ્ચે કૂદી પડે છે, અંતે રાણી લક્ષ્મીબાઈની મહેનત અને બહાદુરી રંગ લાવી અને દુશ્મન દેશોને પોતે એક સ્ત્રી હોવા છતાંપણ ધૂળ ચાટતા કરી દે છે, અને દુશ્મનોને કારમી પરાજયનું મોં દેખાડે છે. માટે જ કહેવાય છે કે,
“ચમક ઊઠી સન સતાવનમે,
વહ તલવાર પુરાણી થી,
બુંદેલ હરબોલો કે મૂહ,
હમને સુની કહાનીથી,
ખૂબ લડી મર્દાની વહ,
ઝાંસી વાલી રાણી થી..!”
