Bharat Thacker

Drama

4.4  

Bharat Thacker

Drama

મંઝિલ

મંઝિલ

2 mins
193


અમદાવાદ શહેરની સહુથી મોટી મલ્ટીસ્પેશીયલ હોસ્પિટલનો એ ભવ્ય સમારોહ હતો જેમાં અમેરીકાથી પધારેલ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સુપર સ્પેશીયાલીસ્ટ ડો.રાજ ઠકકરનું તેમની વિવિધ ઉપલબ્ધિઓ બદલ અભિવાદન કરવાનું હતું. હોસ્પિટલના ડો.પરેશ ગણાત્રા, એમ.બી.બી.એસ તનાવમાં હતા કેમકે આ સમારોહનું એનકરિંગ તેમને સોપવામાં આવ્યું હતું.

સમારોહમાં ઘણા બધા મહાનુભાવો અને આરોગ્ય પ્રધાન મોજૂદ હતા. ડો. પરેશે જ્યારે ડો. રાજને પધારતા નિહાળ્યા તો તેમને સુખદ આશ્ચર્યનો ઝટકો લાગ્યો. અરે! આ તો એનો જ જૂનો મિત્ર રાજ હતો. રાજ આટલો મોટો માણસ થઇને અમદાવાદ આવશે એની તો ડો. પરેશે કલ્પના પણ ન હતી કરી.

અને ડો. પરેશ ભૂતકાળમાં સરી ગયા. આજથી પંદરેક વર્ષ પહેલા એનો દોસ્તાર રાજ એની પાસે આવ્યો હતો. ચાલ, આપણે આગળ ભણવા અમેરીકા જઇએ. ત્યાં આપણે સાઇડમાં કામ પણ કરશું અને ડોકટરની ડીગ્રી પણ મેળવશું. હમણા થોડીક તકલીફો વેઠીને, થોડીક ઉધારી-સુધારી કરીને પણ અમેરીકા પહોંચી જઇએ.

ના ભાઇ ના. તને અને મને અહીંયા અમદાવાદમાં નોકરી તો છે જ. તારે તો પત્નીની નોકરી પણ સાથે છે. આવી સરસ મઝાની, સરળ જિંદગી મુકીને શું કામ અમેરીકા સુધી લાંબા થવું? મારું માન અને અમેરીકાનો વિચાર માંડી વાળ. અહીંયા જ આસ્તે આસ્તે આગળ વધતા રહીશું.

રાજે, પરેશને બહુ સમજાવ્યું કે ભાઈ થોડીક તકલીફ પડશે, ભટકવું પડશે, પણ જિંદગીમાં પછી ખુબ આગળ વધી શકશું. થોડોક વતનનો મોહ મુકવાનો છે. પણ પરેશ ન માન્યો અને રાજે અમેરીકા જવાની તૈયારી કરી લીધી.

જતા જતા રાજે, પરેશ માટે એક ગીતની પંકિત પણ ગાઇઃ

ઉપર નીચે, નીચે ઉપર, લહર ચલે જીવનકી 

નાદાં હૈ, જો બૈઠ કિનારે, પુછે રાહ વતનકી, પુછે રાહ વતનકી

ચલના જીવનકી કહાની, રૂકના મોતકી નિશાની….. મેરા જુતા હૈ જાપાની

શરૂઆતના સમયમાં રાજ અને પરેશની વાતચીત થતી. રાજ કેટકેટલું ભટકતો, કેટકેટલીય મુશ્કેલીઓ વેઠતો, હોટલ અને હોસ્પિટલમાં અલગ અલગ શીફટોમાં કામ કરતો અને સાથે સાથે એટલી જ લગન થી ભણતો. ખુબ જ મહેનત કરતો રહ્યો, સપનાઓની દુનિયા પામવા કેટકેટલીએ દોટ કાઢતો. રાજ આટલો વ્યસ્ત રહેતો તેમાં આસ્તે આસ્તે બન્નેનો વાર્તાલાપ બંધ થઇ ગયો હતો અને આજે રાજ ઓચિંતો પ્રગટ થયો મહાનુભવ બનીને, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવતા સુપર સ્પેશીયાલીસ્ટ તરીકે.

ડો. પરેશે પુરા સમારોહને અંગત ટચ આપીને સંચાલનને ખુબ જ અસરકારક અંજામ આપ્યો. સમાપનમાં તેણે દિલથી એકરાર કર્યો કે હું આપણા પરમ આદરણીય મુખ્ય મહેમાનને અંગત રીતે પણ ઓળખું છું અને ક્યારેક અમે સાથે જ હતા. તેમણે મારી જેમ સરળ કારકિર્દી ન અપનાવી અને એક પડકારવાળી કારકિર્દી, એક મહેનતવાળી કારકિર્દી અપનાવી જેને લીધે આજે સમાજને આરોગ્ય ક્ષેત્રે એમના જેવી વિભૂતી મળી. ડો. રાજ ઠક્કરની મહેનત, લગનની અગન, સમર્પણ, તીવ્ર બુધ્ધિ અને સમજ ને આજે હું સમજ્યો છું અને મહેસૂસ કરી છે. મને આશા છે કે આપણો સમાજ એમનામાંથી પ્રેરણા લેશે. ડો. રાજ ઠક્કર જેવા વ્યક્તિત્વને નિહાળીને જ, કોઇએ લખેલી પંક્તિઓ, તેમના સન્માનમાં હું બોલી ને આપણા આ ભવ્ય સમારોહનું સમાપન કરીશ.

ભટક કર હી સહી, મંઝિલ તો મીલ હી જાયેગી

ગુમરાહ તો વો હૈ, જો ઘર સે નીકલે હી નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Drama