STORYMIRROR

Kaushik Dave

Drama Romance Fantasy

3  

Kaushik Dave

Drama Romance Fantasy

મને યાદ રાખજો

મને યાદ રાખજો

1 min
177

તમે દસ મિનિટથી શું શોધો છો ? તમારે ઓફિસ જવાનું મોડું થશે.

ઓહ્..હા.. આજે મોડું થશે એવું લાગે છે. હું કંઈક શોધું છું, પણ શું શોધવું છે એ ભૂલી ગયો છું. એ વસ્તુ નજર સામે દેખાશે તો યાદ આવશે.એ

ઓકે..લો આ તમારો હાથરૂમાલ. કાયમ ભૂલી જાવ છો.

હમમ..પણ હજુ બીજું પણ ભૂલું છું.

તમારું ટિફિન તો તૈયાર છે પણ તમે પાકિટ પણ ભૂલી જાવ છો.

લો આ તમારું પાકિટ. એમાં તમારું લાયસન્સ પણ છે. ને હા.. તમારું કાર્ડ પણ જોઈ લેજો.પાછા આવતા રૂપિયા ઉપાડી લાવજો. ને હા પીન નંબર યાદ રાખજો. કોઈને કાર્ડ આપતા નહીં અને પીન નંબર કહેતા નહીં.

હા. . તું મારું કેટલું ધ્યાન રાખે છે. હું જ ભૂલકણો છું.

હા પણ આ ભૂલવાની આદત સારી નથી. તમે મને ભૂલી ના જતા. ઓફિસથી ઘરે આવવાનું થાય તો મને કોલ કરજો. તમને પાછું બધું યાદ કરાવવાનું. તમે ઘરે આવો નહીં ત્યાં સુધી મને ચિંતા થાય છે.

અરે.. તને ભૂલી જવાતું હોય ! તું છે તો મને બધું તૈયાર કરીને આપે છે. તું તો બહુ ઘેલી છે.

બસ બસ હવે. પછી મને ગાંડી ઘેલી કહેશો. જેવી છું એવી છું. પણ તમારી જ છું. બધું ભૂલવાનું નથી. મને અને ઘરને ખાસ યાદ રાખજો.


Rate this content
Log in

Similar gujarati story from Drama