મને પત્ર
મને પત્ર


મારી દરેક વાત ને મૌનમાં પણ સમજી લે છે
આંખોની ભાષા વાંચી લે છે ન કહું તકલીફ મારી
એ મારા કહ્યા પહેલાં દૂર કરી દે છે.
સંબંધ ઘણા જીવનમાં મારા તારા માટે આખી દુનિયા હું
તું મારી માં .
જ્યા બેન : અરે વાહ નંદિની મારી દીકરી આજ પહેલો નંબર લાવી .
નદીની: હા દાદી માં નંબર તો મળ્યો છે પણ આ લખેલી ચાર લાઈન થી.
જ્યા બેન.: દીકરા હું તો તારી દાદી છું .
નંદિની: તો શું થયું? જોવો ને મેં મારી માં ને પત્ર લખ્યો છે.
મારી વ્હાલી માં
તું કયા છે એ મને ખબર નથી પણ બધા મને કહે છે કે તું ભગવાન પાસે ગઈ છે. પપ્પાને તો મારી માટે સમય જ નથી પણ તને એક વાત કહું? બધા મને અભાગણી કહેતા હતા. પણ દાદી માં મને એની પરી કહેતા. ખબર છે! માં તને જયારે હું લખતાં બોલતા શીખી ત્યારે માં લખ્યું ને બોલ્યું હતું. મારી નાના મા નાની વાત જો કોઈ સમજી જતું તો એ આ મારી દાદી.
હવે એક જરૂરી વાત પપ્પાએ બીજા લગ્ન કરી મને કહે છે એ તારી માં. મેં ના કહી મારી માં આ રહી મારી પાસે જેના માટે હું પરી છું. મારી દાદી એ જ મારી માં છે અને રહેશે.
જ્યા બેન આ પત્ર વાંચી પોતાના આંસુ ને રોકી ના શક્યા. અને વ્હાલ થી નંદિની ને ભેટી રહ્યાં.