રંગ
રંગ
કલ્પનાબેન રસોડામાં હતાં ત્યારે જ દરવાજા પર ઠક ઠક અવાજ આવ્યો અને કલ્પનાબેન રસોડામાંથી બહાર આવી દરવાજો ખોલીને જોયું તો સામે સ્વાતિ હતી,;અરે ! સ્વાતિ આજ ધૂળેટી નથી અને તું આ રંગથી રમી આવી ? સ્વાતિ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ એના રૂમમાં જતી રહી. સાંજ થવા લાગી પરંતુ સ્વાતિ રૂમમાંથી બહાર આવી નહીં અને કલ્પનાબેનને ચિંતા થવા લાગી, તેણી એ સ્વાતિના રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી પરંતુ દરવાજો ના ખુલ્યો અંતે દરવાજો તોડવાની ફરજ પડી, દરવાજો તોડી કલ્પનાબેન રૂમની હાલત જોઈ અવાચક બની ગયા અને પલંગ પર સ્વાતિ નિષ્પ્રાણ પડી હતી તેના હાથમાં એક ચિઠ્ઠી હતી એમાં લખ્યું હતું મમ્મી આ રંગ ઉતારવાની નાકામ કોશિશ કરી હતી પણ રંગ ના ઉતર્યો એટલે સોરી. તારી સ્વાતિ.