મા એટલે શું ?
મા એટલે શું ?
"સાવિત્રીબેન તમે તમારી દીકરીને અહીં થી લઈ જાઓ, એટલે હું મારા પરેશના બીજા લગ્ન કરાવી શકું."
જ્યંતીબેનના મોઢે આ શબ્દો સાંભળી સાવિત્રીબેન અવાચક બની ગયા, પછી એમને થોડા સ્વસ્થ થઈ જ્યંતીબેનને પૂછ્યું, "કયા કારણે મારી દીકરી વસુંધરાને લઈ જાઉં ?"
જ્યંતીબેન આક્રોશ સાથે બોલી ઉઠ્યા, "વસુંધરા મા બનવાની તાકાત નથી ધરાવતી એટલે. વસુંધરા અને પરેશ બન્નેએ જ્યંતીબેનને કહ્યું મા એટલે બાળકને જન્મ આપે એ જ ? અને તમારી જેમ એક સ્ત્રી થઈ બીજી સ્ત્રીની ખામીનો ઢંઢેરો વગાડે એ મા ! મા એટલે શું ?"
અને બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં મોટા હેડીગ સાથે આવ્યું મા એટલે શું ? સાથે અઠ્યાવીસ વર્ષની સ્ત્રીનો મૃતદેહનો ફોટો.