Harsha Dalwadi tanu

Tragedy

2.6  

Harsha Dalwadi tanu

Tragedy

નાટક

નાટક

1 min
210


નમ્રતા બેન : "ઉર્વી બેટા બહાર તાપ ઘણો છે કોલેજ જવા માટે રીક્ષા અથવા ટેક્સી કરી લેજે"

ઉર્વી, "એ હા મમ્મી" કહી ચાલી ગઈ.

થોડી વાર પછી સુષ્મા ઘરમાં પ્રવેશ કરતાં બોલી "મમ્મી બહાર કેટલો તાપ છે, તમે જે સમાન મંગાવ્યો હતો એનું લિસ્ટ આ સમાન...

ત્યાં જ નમ્રતા બેન બોલ્યા "એ બધું બરાબર છે પણ બચેલા પૈસા કયા ?" સુષ્માએ કહ્યું

"મમ્મી તાપ વધારે હતો એટલે રીક્ષા કરી આવી."

નમ્રતા બેન :"હમમ ! તાપ તને જ લાગે છે, બહાર કમાવા માટે જાય છે એને કયા તાપ નડે છે ? ખોટા નાટક રહેવા દે સમજી."

અનેબીીજા દિવસે સુષ્માનું મિસકેરેજ થઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy