ATUL DAMOR

Romance

4  

ATUL DAMOR

Romance

મન ઝરૂખો

મન ઝરૂખો

3 mins
362


સોહમ રાતની ફલાઈટથી અમેરિકા જવાનો હતો. પોતાનું સામાન પેક કરી આખો દિવસ મિત્રો સંગાથ ગાળ્યો.

 સાંજના સમયે પરિવાર અને મિત્રો તેને એરપોર્ટ પર મૂકવા આવ્યાં હતાં. પરિવારજનોમાં ખુશી હતી પરંતુ કાવ્યા મુખ પર ઉદાસીનતાના વાદળો છવાયેલા સ્પષ્ટ જોઈ શકાતા હતાં. બંનેની મિત્રતા પ્રણયમાં પરિવર્તિત થઈ ગઈ હતી, પરંતુ હજુ એકરાર કર્યો ન હતો.

ફલાઈટનો સમય થતાં સોહમને વળાવી બધા પાછા ફરી રહ્યાં હતાં. કાવ્યા જાણે સૂનમૂન હતી. તેના વિચારોમાં ખોવાયેલી હતી. કદાચ મોડું તો નથી ગયું ને ? પ્રણય ટકી રહેશે ખરો ? સોહમ ત્યાં કોઈ છોકરીના પ્રેમમાં તો નહીં પડે ને ?

  કાવ્યા આખી રાત સોહમના વિચારોમાં પોતાના ઝરૂખામાં બેસી વિચારોના વંટોળમાં ગેરાતી હતી. તેની સાથે માણેલી મધુર પળોને યાદ કરી મનોમન મલકાતી હતી. સાથે હતો ત્યારે કશુજ લાગતું નહતું. અને આજે નથી ત્યારે તેની ખોટ સાલી રહી હતી. જ્યારે જ્યારે તે એકાંત અનુભવાતી ત્યારે ત્યારે ઝરૂખામાં બેસી આકાશમાં ઉડતી ફલાઈટ જોઈ તેના આગમનની રાહ જોતી હતી.

કાવ્યા મઘ્યમ વર્ગની હતી પરંતુ દેખાવડી અને ભણવામાં હોંશિયાર હતી. મહિના પછી મિત્રો ભેગા મળી સોહમને કોલ કરી ખબર અંતર પૂછતાં. કાવ્યા તેની સાથે વાત કરી રોમાંચિત બની ઉઠતી. તેની વાતો પરથી તે સોહમને મનોમન ચાહતી હતી તે વાત સ્પષ્ટ દેખાઈ આવતી હતી. મિત્રો તેની મજાક પણ કરતાં હતાં. પરંતુ હજુ કંઈ ચિત્ર સ્પષ્ટ થયું ન હતું. શું સોહમ પણ મને ચાહતો હશે ? જેવા વિચારો તેને ચિંતિત બનાવી દેતાં.

અમેરિકામાં સોહમની મિત્રતા ભારતીય સ્નેહા સાથે થઈ. સોહમ તેને ચાહવા લાગ્યો હતો. સ્નેહા અને સોહમનો પ્રેમ ધીરે ધીરે વિકસિત થવા લાગ્યો. પરસ્પર એકબીજાને નિયમિત મળતાં. પોતાના પ્રણયની વાત મિત્રોને કરવા સોહમ આતુર હતો. સોહમની વાત સાંભળી કાવ્યાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. આખી રાત પોતાના ઝરૂખામાં બેસી ચોધાર આંસુડે રડવા લાગી. પોતે પ્રણયનો એકરાર કરી લીધો હોત તો આજે આ દિવસો ના જોવા પડે.

કાવ્યા ઉદાસીનતા ખંખેરી પોતાના અભ્યાસ પ્રત્યે વધુ સજાગ બની. મેડિકલનાં લાસ્ટ ઈયરમાં ગોલ્ડ મેડલ મળતાં ઉચ્ચ અભ્યાસ માટે સંસ્થા દ્વારા તેને અમેરિકા મોકલવામાં આવી. પ્રણયના પાનખરમાં વસંતની કુંપળો ફૂટવાની આશા જાગી. પરંતુ હવે મોડું થઈ ચૂક્યું હતું. સોહમને સમાચાર મળતાં તે પણ ખૂબ ખુશ હતો.

કાવ્યા અમેરિકા આવ્યાને મહિનો વિતી ગયો છતાં તે મળવા ન આવતાં સોહમ વિચારમાં પડી ગયો.

એક સાંજે પોતાની બાલ્કનીમાં વિચારતો હતો ત્યાં તે પોતાના ભૂતકાળમાં વિતાવેલી ક્ષણોને મનના ઝરૂખે બેસી વાગોળવા લાગ્યો. કાવ્યાની તેના પ્રત્યેની લાગણી, ચિંતા, બીજું કંઈ નહીં પ્રેમ હતો. પરંતુ પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી હતી. તે તેને મળવા માંગતો હતો. કાવ્યા જ્યાં રહેતી તેની સામેના મકાનના ઝરૂખામાંથી તે તેને નિહાળતો હતો.

કાવ્યા ભારતીય પોશાકમાં ખુબજ સુંદર દેખાતી હતી. વિદેશમાં હોવા છતાં સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત રાખતી હતી. સ્નેહા અને સોહમ વચ્ચે મુલાકાત ઘટવા લાગી. સ્નેહાને કાવ્યાની ખબર પડતાં તે મુલાકાત કરી તેની વ્યથાને જાણી ગઈ. બંને વચ્ચે મિલન થાય એટલા માટે તેણે દરિયા કિનારે પોર્ટ પર મુલાકાત ગોઠવી.

કાવ્યા સુંદર પોશાકમાં ઝરૂખામાંથી દરિયામાં ઉછળતા મોજા જોઈ રહી હતી. થોડીક ક્ષણોમાં સોહમ આવી પહોંચ્યો. લાંબા સમય બાદ મળતાં બંને આંખોમાં પરસ્પર પ્રણય છલકાતો હતો. વધુ મોડું થાય તે પહેલાં સોહમ પોતાના પ્રેમનો એકરાર કર્યો. બંને જણાને જોઈ સ્નેહા ખુશ હતી.

મનનો ઝરૂખો આજે પુનઃ મિલનથી મહેંકી ઉઠ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance