ATUL DAMOR

Inspirational

4  

ATUL DAMOR

Inspirational

ગજબનું વ્યક્તિત્વ

ગજબનું વ્યક્તિત્વ

2 mins
238


સમીર પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અખબારમાં પ્રકાશિત જાહેરાત જોઈ પોતાની ઉમેદવારી નોંધાવતો. ઊંચી ટકાવારી અને વધુ અભ્યાસ હોવા છતાં ભષ્ટાચારનો ભોગ બનતો. નાસીપાસ જરાય થાય નહિ. પ્રયત્નો ચાલુ જ હતાં.

સમય જતાં બેકારીનાં નકારાત્મક વિચારો તેને ઘેરી વળતાં. શિક્ષણની સંસ્થાઓ જાણે કમાણીનું સાધન બની ગયું હતું. જ્યાં પૈસાને મહત્વ અપાતું હોય ત્યાં ગુણવત્તાની અપેક્ષા શું હોય ? શિક્ષણની ખામીઓ તેને સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સિસ્ટમ સામે વાંધો હતો પરંતુ તેમાં ઉતરીએ તોજ સાચી હકીકત જણાય. આખરે તેની પ્રતીક્ષાનો અંત આવી ગયો. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે જોડાઈ ગયો.

નવયુવાન, મનમાં અનેક આશા અને ઉત્સાહ સાથે શાળાનાં મેદાનમાં પ્રવેશ્યો. ગામડાની શાળા સ્વચ્છતાનો અભાવ દેખાઈ આવતો હતો. કેટલાક બાળકો વહેલી સવારથી જ મેલા ઘેલા કપડાં પહેરી આવી ગયાં હતાં.

શાળાનો સ્ટાફ આવી સમીરને સત્કાર અને સન્માન સાથે આવકાર આપ્યો. શરૂઆતના દિવસોમાં તેણે શાળામાં ચાલતી પ્રક્રિયા અને ગામ લોકોના સંપર્કમાં આવી તેમની વિચારસરણી, ધંધો,રોજગાર અને સામાજિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

ગામમાં રહેવાને કારણે તેનો વાલીઓ સાથેનો સબંધ ગાઢ બનવા લાગ્યો. નવી નવી રમતો, અભિનય ગીતો, વાણી અને વ્યવહાર બાળકોને વારંવાર આકર્ષિત કરતી. પરસ્પરનો વિશ્વાસ અને પ્રેમ મજબૂત બનતા શિક્ષણની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો. જાણેકે તે જન્મજાત શિક્ષક હોય તેવું લાગતું હતું. તેના મનમાં માત્ર બાળકો અને શાળાનો વિકાસ કેવી રીતે કરવો તે જ વિચારોમાં રચ્યો પચ્યો રહેતો.

સમય જતાં સિનિયર શિક્ષકની બદલી થતાં પોતે આચાર્ય બન્યો. હવે તેણે જોયેલા સ્વપ્નને સાકાર કરવા બમણી મહેનત કરવા લાગ્યો. તમામ સ્ટાફ તેમનો વ્યવહાર અને કાર્ય કરવાની પદ્ધત્તિથી વાકેફ હતો. દરેક ને હંમેશા પ્રોત્સાહિત કરતાં તેમના પ્રયત્નોને બિરદાવતાં. તેમની ગજબની કાર્ય પ્રણાલીની પ્રશંસા વાયુ વેગે ચોગમ પસરી ગઈ.

આસપાસના ગામના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડી સરકારી શાળામાં પ્રવેશ કરવા લાગ્યાં. જોત જોતામાં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ શાળામાં તેની ગણના થવામાં લાગી.

ગામના પ્રત્યેક કાર્યમાં તેની સહભાગીદારિતા, સમસ્યા અને તેનો ઉકેલ, દીકરીઓને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી વિવિધ યોજનાનો લાભ અપાવવો. જેવા અનેક કાર્યોને કારણે તેની વાત લોકો જીલી લેતાં.

પ્રત્યેક બાળકના મનમાં તેઓ ચુંબકીય આકર્ષણ જમાવ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational