ATUL DAMOR

Children Stories Children

4  

ATUL DAMOR

Children Stories Children

સાચો રંગારો

સાચો રંગારો

2 mins
342


પરિમલ નામનું સુંદર વન હતું. જંગલનો રાજા શમશેર ખૂબ જ દયાળુ અને કૃપાળુ. બધાજ પ્રાણીઓની કાળજી રાખી તેમની જરૂરિયાત પૂરી પાડતો. 

એકવાર શમશેર પોતાની ગુફામાંથી બહાર નીકળ્યો અને વિચાર કરવા લાગ્યો. લાવ ! આજે વનની મુલાકાત લેવા નીકળું. વહેલી સવારે ભાનું પોતાના કોમળ કિરણો વનની વનરાજી પર અનેરા રંગો પાથરતો હતો. પંખીઓનો મધુર કલરવથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. 

જંગલના વન્યપ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળી પડયાં હતાં. તેમના ચહેરા પર અનેરો આનંદ અને ખુશી સાથે સલામતી ચમકતી હતી. ખળ ખળ વહેતા ઝરણાં મધુર સંગીત વગાડી રહ્યાં હતાં. જળચર પ્રાણીઓ પણ ખુશ હતાં. શમશેર પોતાના પ્રજાજનોને જોઈ સંતોષ અનુભવતો હતો.

થોડેક દૂર જતાં કેટલાક નાનાં નાનાં પ્રાણીઓ શાળાએ જવાને બદલે ટોળે વળી રમી રહ્યાં હતાં.શમેશર ચિંતામાં સરી પડ્યો.આ શું ? બાળ પ્રાણીઓ શાળાએ જવાને બદલે અહીંયા ? તેમણે ત્યાં જઈ પૂછ્યું " બેટા ! તમે શાળાએ કેમ નથી ગયાં ?" ત્યાંતો સોનેરી હરણું બોલ્યું " મહારાજ ! ત્યાં મજા આવતી નથી વળી અમને ઠોઠ કહી બોલાવે." રાજા ચિંતિત બન્યો. જો આવું થશે તો આવનારી પેઢી કેવી હશે ? 

તેમણે કહ્યું " ચાલો ! મારી સાથે રમવા" બધા પ્રાણીઓ તો ખુશ ખુશ થઈ ગયાં. નદી કિનારાના પટમાં તેમણે કલર, રમતનાં સાધનો, સંગીતના સાધનો, નોટબુક અને વાર્તાની કેટલીક ચોપડીઓ મંગાવી રાખી હતી.

શમશેર પોતાના સ્વભાવ પ્રમાણે બધાને ખુબ જ પ્રેમથી અને નામ લઈ બોલાવતો. તેની વાણીમાં બાળ પ્રાણીઓને આત્મીયતાનો અનુભવ થતો હતો. 

બધા બાળ પ્રાણીઓ પોતાની અંદર રહેલી ક્ષમતા અને રસ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિ કરવા લાગ્યાં. રાણી ખિસકોલી સુંદર ચિત્રો દોરતી. ધોળું ધોળું સસલું મજાનું ઢોલક વગાડતું. શિયાળભાઈ તો વિજ્ઞાનના અવનવા પ્રયોગો કરી આનંદ અનુભવતો. મોર પોતાના રંગબેરંગી પીછાં ફેલાવી મનમોહક નૃત્ય કરતો. વાંદરાભાઈ હુપા...હુપ કરી કસરતના અવનવા દાવો કરતો.

શમશેરની બાળ પ્રાણીઓમાં પડેલા રંગોને ઓળખવાની ગજબની ક્ષમતા હતી. બાળકોની રસરુચિ પ્રમાણે અવનવા રંગો રંગવાનું કામ કર્યું હતું.

બીજી બાજુ બાળકો કેટલાય સમયથી શાળાએ ગયાં ન હતાં. એટલે હાથીભાઈ સાહેબ તેમના વાલીઓને મળી આવનારી પરીક્ષામાં બાળકો આવે તે માટે વાલી સંપર્કમાં નીકળ્યાં હતાં. વાલીઓના જવાબથી હાથીભાઈ માનતા હતા કે આ બાળકો ચોક્કસ નાપાસ થશે.

શમશેર બાળકોને સમજાવી શાળાએ જઈ પરીક્ષા આપવાનું કહ્યું. બધા બાળ પ્રાણીઓ હોંશે હોંશે પરીક્ષા આપવા ગયાં. પરિણામ આવતાં હાથીભાઈ આશ્ચર્ય ચકિત થઈ ગયાં.તે બોલ્યા " બેરંગીન બાળકોને રંગનારો રંગારો કોણ ? 

શમશેર તાબડતોડ શિક્ષકોની મિટિંગ બોલાવી. તેમણે કહ્યું " બાળકો ! કોરી સ્લેટ છે. જેવા રંગો પૂરશો તેવા રંગીન બનશે. આપણે તેમને રંગનારા રંગારા છીએ. તેમની ખૂબી અને ખામી શોધી કેળવવાના છે.

શમશેર રંગારાની વાત સાંભળી તમામ શિક્ષકો રંગારો બની આવનારી પેઢી અને સમાજમાં ઉત્તમ નાગરિક ઘડતર માટે મંડી પડ્યા.


Rate this content
Log in