ATUL DAMOR

Inspirational

4  

ATUL DAMOR

Inspirational

પ્રેમની કરામત

પ્રેમની કરામત

3 mins
421


સમીરની ટ્રાન્સફર સુરતથી અમદાવાદ થઈ હતી. એક જાબાંઝ અને હોંશિયાર પોલીસ અધિકારી તરીકે તેની વાહ વાહ હતી. કેટલાય મિશન પોતાની કુનેહબુદ્ધી દ્વારા પાર પાડ્યા હતાં. પોતાની માતા સાથે અમદાવાદ આવી ગયાં. આવતાની સાથે જ જેલમાં ચાલી રહેલી ખાનગી ગતિ વિધિઓ ઉપર ધ્યાન રાખી બંધ કરાવી દીધી હતી. કેદીઓમાં તેના નામ માત્રથી ફફડાટ ફેલાઇ જતો.

સમીર જેટલો ગુસ્સા વાળો એટલોજ એ કોમળ હદય ધરાવતો હતો. લોકોની સમસ્યા,દુઃખ જોઈ તેનું હૈયું પીગળી જતું. પોતાનાથી બનતી તમામ સહાય કરતો. કૂવામાં હોય તે અવાડામાં આવે. અથવા તો મોરના ઈંડાને ચીતરવા ન પડે. સમીરની માતા પોતાનો મોટા ભાગનો સમય સામાજિક સેવામાં આપતાં. લોકોને માટે તે મધર ટેરેસા હતી. પોતાના પુત્રમાં આજ સંસ્કાર અને ગુણો ઉતરી આવ્યાં હતાં.

એક સંધ્યા ટાણે સવિતા સમીરને મળવા સબજેલ સાબરમતી જેલમાં પહોંચી. સમીર કોઈ કારણસર શહેરમાં જવાનું થતાં તેને આવતા થોડી વાર લાગી. સવિતા જેલમાં કેદીઓને મળવાનું વિચારી તેમની પાસે ગઈ. કેટલાય ખૂંખાર કેદીઓ જાણે સાક્ષાત રાક્ષસ હોય તેવું લાગતું હતું. લાંબી દાઢી, પડછંદ કાયા,ખૂંખાર આંખો. બીજી બાજુ કેટલાય નિર્દોષ બાળકો સમયના રવાડે ચડી આવી પડ્યા હતાં.

સવિતાની આંખો સામેવાળાની પરિસ્થતિ ઓળખી કાઢતી હતી. તે કેદીઓને પાસે બોલાવી તેમના જીવનના ખાસ પ્રસંગોને સાંભળતી. તેની આંખોમાં મમતાની સરવાણી ફૂટતી હતી. તેનો કોમળ સ્પર્શ થકી પસ્તાવાનું ઝરણું વહેતું હતું.

 સવિતાના પ્રેમની કરામત કેદીઓના હૈયાને વલોવી નાખતા અને પસ્તાવો કરવા પ્રેરતા.

સવિતા હવે પોતાનું સર્વસ્વ કેદીઓના જીવન બદલાવ માટે તૈયાર થઈ. રોજ સાંજના સમયે જેલમાં કેદીઓને મળી સત્સંગ, જીવન પ્રેરક પ્રસંગો કહેતી. કેટલાય કેદીઓને પોતાની માતાનું સમરણ થતાં સવિતા તેમની મુલાકાત કરાવતી. જેલના ખૂંખાર કેદીનાં હદય પરિવર્તન થતાં સ્વાતંત્ર્ય દિને મુક્તિ આપવાની હતી. નવી જિંદગીની શરૂઆત સવિતાના આશીર્વાદ સાથે થવાની હતી . હવે પછી સત્યના માર્ગે ચાલી દેશ અને સમાજની સેવાનાં શપથ ગ્રહણ કર્યા.

એજ અરસામાં અમદાવાદમાં આતંકવાદીઓની ઘુસણખોરીના સમાચાર વહેતા થયાં. ચારેકોર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તેમની તપાસ અને શોધ ખોળ ચાલુ કરવામાં આવી,પરંતુ તેમનું પગેરું ક્યાંય જડતું ન હતું.  સવિતા જેલમાંથી મુક્તિ મળેલ તમામ કેદીઓની મુલાકાત પોતાના ઘરે ગોઠવી. સવિતાની કરુણા અને પ્રેમ જોઈ તમામ કેદીઓ તાબડતોડ દોડી આવ્યાં. શહેરમાં વ્યાપેલી ઘટનાને અંજામ આપવા બધાને કામે લગાડ્યાં. કોઈ જાનહાનિ નહિ કરવાની સૂચના આપી. માત્ર તેમની ખબર પર નજર રાખવાનું કહ્યું.

સૌ પોતપોતાના વિસ્તારમાં અજાણ્યા લોકોની માહિતી એકઠી કરવા લાગ્યાં. સલીમને પોતાના પોળમાં ચાર અજાણ્યા લોકોની બાતમી મળી. અરે ! આ શું ? આ લોકો આતંકવાદી ! અને તે પણ સવિતાના જાંબાઝ દીકરાને ખતમ કરવા આવ્યાં ? તે શાંતિથી તેમનો આખો વિચાર જાણી ગયો. સાંજના સમયે સમીરને ઉડાડવાનો હતો.

સલીમ પોતાના પાપની પ્રાયશ્ચિત કરવા પોલીસ વર્દીમાં સમીરની ગાડી લઈ ઉપડી ગયો. આતંકવાદી તેની ઉપર હુમલો કરી કામ ખતમ કર્યાનો સંતોષ માનતા હતાં એટલીજ વાર સમીર આવી તેમના આનંદમાં વિક્ષેપ પાડી ગયો. સલીમ મરતા મરતા પોતાની કરતૂતો માટે માફી ગયો. સવિતાના ખોળામાં અંતિમ શ્વાસ છોડી જાણે સ્વર્ગને પામ્યાંની અનુભૂતિ અનુભવતો હતો.

એક માતાનાં પ્રેમની કરામત ખોટા સિક્કાને દેશ સેવા માટે શહાદત વહોરતા ગર્વની લાગણી અનુભવી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational