STORYMIRROR

Kaushik Dave

Romance Inspirational

3  

Kaushik Dave

Romance Inspirational

મમતા સાગર

મમતા સાગર

4 mins
205

સાંભળો છો ? હું શું કહું છું ? સવાર સવારમાં મમતા બોલી.

હા..બોલ..

એક તૂટેલા દાંત સાથે હસતા હસતા મમતા બોલી:-" શું પીશો ?

ચા કે દૂધ ?

પ્રેમભરી નજરે સાગરે મમતા સામે જોયું..

બોલ્યો:-" બોલ તું શું બનાવીશ ?"

મમતા એ હસતા છણકો કર્યો ને બોલી.:-તમે ય શું.. આ ઉંમરે પણ..

અરે એમાં ઉંમર ! પ્રેમભરી વાતોની કોઈ ઉંમર હોય.. સારૂં ચાલ એક ગરમાગરમ ચા એ પણ સ્પેશિયલ..હો કે..

સારૂં સારૂં.. હા પણ પછી આપણે આપણા નિલ ને પણ ફોન કરવાનો છે.

અને મમતા સ્પેશિયલ ચા બનાવવા માટે ગઈ.

મમતા અને સાગર ઉંમરના એક પડાવ પર.

લગભગ સીનીયર સીટીઝન થયેલા.

નિલ એમનો પુત્ર.વધુ અભ્યાસ માટે પૂના ગયેલો હતો.

થોડીવારમાં મમતા ચા બનાવી ને આવી.

બંને જણે ચા નાસ્તા ને ન્યાય આપ્યો.

એટલામાં સાગરના ફોનની રીંગ વાગી..

આતુરતાથી મમતા જોવા લાગી. કોનો ફોન છે ! મારા નિલ નો !

પણ એ ફોન એમની મોટી દીકરી સપનાનો હતો.

હેલ્લો.. સાગર બોલ્યો.

હા.. પપ્પા.. હું સપના..

હા બોલ.. તું મજામાં ને. ને જમાઈરાજ.

અમે ઓકે છીએ.ને મમ્મી..

હા રે તારી મમ્મી ને આપું.

સાગરે ફોન મમતા ને આપ્યો.

હેલ્લો મમ્મી કેમ છો ? ને ભાઈનું ભણતર.. ને હા..એના અભ્યાસ ના ખર્ચાની ચિંતા કરતા નહીં.. પણ મમ્મી.. તમે ને પપ્પા એક વખત અહીં ઓસ્ટ્રેલિયા આવોને..પ્લેનની આવવા જવાનું ટિકિટ હું કાઢીશ.

ના..ના..બેટી.. અમને નો' ફાવે.. પછી ક્યારેક..આ નિલ ભણી રહે એ પછી.. પણ બેટી તમે બંને.. સુખી તો છો.. ને.. તારા પપ્પા રોજ તને યાદ કરે છે.

હા.. મમ્મી અમે પણ તમને યાદ કરીએ છીએ..ને સુખી છીએ..

મમ્મી મારે કોલ આવે છે પછી ફોન કરું.

ને સપના નો ફોન કપાયો.

મમતા બોલી:- આ તમે ના હોત તો મારી સપના નું શું થાત !

સાગર હસતા બોલ્યો:-" અરે એમાં શું..મારી ફરજ છે. દીકરી માટે પપ્પા જ સર્વસ્વ હોય છે."

મમતાનું મુખ ખીલી ગયું ને ગળગળી થયી ને સાગરનો હાથ પકડી લીધો..

તમારો આભાર ક્યાં શબ્દો માં કહું.. એક વિધવા સાથે તમે..

સાગરે મમતા ના મુખ પર હાથ મુક્યો.

બોલ્યો:-" આજ પછી આવું ના બોલ.મારી આંખોમાં આંસુ આવી જશે... જો તને યાદ છે આપણા બાળપણ ની વાતો..ત્યારથી હું તને પસંદ કરતો હતો..પણ સંજોગોમાં બદલાયા હતા..હશે એ તારી જુની વાતો ભૂલી જા.

ના..મને યાદ છે..તમે મને જે પ્રેમ કરો છો એ વાત હું નાની હતી ત્યારથી સમજી ગઈ હતી. મમતા બોલી.

ને તને યાદ છે.. જ્યારે તું નાની હતી ને આપણે રમતા હતા.. ને હું થપ્પાનો દાવ આપતો હતો ને તું સંતાઈ ગઈ હતી.

હા..હા.. મને યાદ છે..ને તેં મને પકડી પાડી.ને મારી બે ચોટી ખેંચી હતી...મમતા બોલી.

સાગર બોલ્યો:-.. ને ચોટી ખેંચતા જ તું બુમ પાડવાની હતી..ને મેં તારા મ્હોં પર હાથ રાખ્યો હતો.

તરતજ મમતા બોલી.. ને મેં તારા હાથ પર બચકું ભર્યું ને તેં હાથ છોડી દીધો..તને હાથમાં દાંત પેસી ગયા.. એટલે.. એટલે..

એટલે તે મારૂં દુઃખ દૂર કરવા માટે મારા મુખ પર એક જોરદાર પપ્પી આપી..ને મને વળગી પડી....

આ સાંભળી ને મમતા શરમાઈ ગઈ..

બસ.એ દિવસે જ મને ખબર પડી ગઈ કે તું મને મારી જેમ પ્રેમ કરે છે. 

બસ..બસ.. હવે.. પણ જેમ જેમ મોટા થતા ગયા એમ મલવાનુ થોડું ઓછું થયું...મમતા બોલી.

હા.. નાનપણથી પાંગરેલા આપણા પ્રેમમાં એક દિવસ વિધ્ન આવ્યું..તારા મા- બાપ જુનવાણી..એમને અન્ય નાતનો હું પસંદ નહોતો... ને એક દિવસ તમે બધા તમારા વતને ગયા.. એ વખતે હું બહારગામ હોસ્ટેલ માં રહેતો હતો...ને હું જ્યારે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે તારૂં લગ્ન તમારી નાતના વ્યક્તિ સાથે થયું.

હા..એ દિવસે તને યાદ કરી બહુ રડી.. પણ મજબુરી..ને માં બાપ ની ઈજ્જત.. એટલે કંઈ બોલી નહીં..ને એક વર્ષ માં સપના નો જન્મ થયો. મમતા બોલી.

હા.. મને યાદ છે.. તું તારા પપ્પા ના ઘરે આવી હતી..ને સપનાનો જન્મ થયો હતો. પણ..પણ.. પછી તને તારા સાસરે તેડી ગયા નહોતા.

ના એવું નહોતું થયું પણ એ બહુ શરાબ પીતા હતા.. ને એ વખતે શરાબ પીને ગાડી ચલાવતા એક્સિડન્ટ માં મૃત્યુ પામેલા... એટલે મને ને મારી દીકરી સપના ને મારા સાસુ સસરા એ અપશુકનિયાળ માની... મને સાસરે બોલાવી જ નહીં.

હા .. મને બહુ મોડા ખબર પડી.હુ શહેરમાં નોકરી કરતો હતો.

એ તારા દુઃખમાં ને દુઃખ માં તારા પપ્પા માનસિક રીતે તૂટી ગયા...તને ખુશ જોવા માગતા હતા.

હા..ને એક દિવસ મારા પપ્પા એ મારી મરજી જાણી..કે હજુ પણ સાગરને પ્રેમ કરે છે ?

પછી તો તારા પપ્પા મને મલ્યા. પહેલા મારી મરજી પૂછી..ને મારી હા જાણી.. પછી તો થોડા મહિનામાં આપણા લગ્ન.

ને હા.. તેં મને અને મારી દીકરી સપના ને સ્વિકારી..

આમ કેમ બોલે છે ?. એ મારી ફરજ.. ને સપના મારી જ દીકરી છે.. આપણે બંને એ સાથે એનું કન્યાદાન કર્યું છે.

મમતાની આંખો માં આંસુ આવી ગયા..

ને બોલી.. આપણા લગ્ન થયા ત્યારે સપના લગભગ દોઢ વર્ષની..એ તમને જ સગા બાપ માનતી.. ને તમે એને ઓછું આવવા દીધુ નથી..ને એને ગ્રેજ્યુએટ કરી.. ને આપણો નિલ સપના કરતા ચાર વર્ષ નાનો..ને બંને ભાઈ બહેન નો આત્મિય પ્રેમભાવ જોઈને ખુશ છું.. ખાસ તો તમારા જેવા દેવ પુરુષ મલવા મુશ્કેલ છે.

તરત જ સાગરે મમતાના મુખ પર હાથ રાખ્યો.ને બોલ્યો.. હવેથી મને દેવ પુરુષ ના કહે .. ફક્ત સાગર બોલ.

આ જોઈ ને હસતા હસતા મમતા એ સાગરનાં મુખ પર એક દીર્ઘ ચુંબન કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Romance