STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

ચતુર કરો વિચાર-૬: મીઠી...મોળી

ચતુર કરો વિચાર-૬: મીઠી...મોળી

3 mins
333

"લ્યો સાહેબ. . મીઠી. મોળી. "

ભૂરી આંખોવાળા એકવડિયા ને ઘુઘરાળા વાળ ધરાવતા એ ૧૫-૧૭ વર્ષના છોકરાનો મીઠો અવાજ રજનીકાંત અને તેના સાથીદારો રોજ માણતા. સાથે સાથે એની મીઠી મોળી ચા ની ચૂસકી પણ.

કેટલાક સમય થી બપોરની રીસેસમાં સહકર્મચારી મિત્રોની સાથે કચેરીની સામે રોડ ની પેલી બાજુ બપોરની ચા પીવા અને તે બહાને ગામ ગપાટા થી હળવા થવાની ટેવ બધાએ આદરી હતી.

સરકારી નોકરોને સુગરનાં દર્દ સાથે સારો ઘરોબો હોય છે એટલે આ ટોળકીમાં પણ બે જણ તો ' મોળી ' વાળા હતાં જ. બાકીના ' મીઠી ' વાળા.

ચા વાળા કરશન નો સાથીદાર ગણો કે મેનેજર, આ છોકરો આ રેંકડીનું જાણે ચાલકબળ થઈ ગયો હતો.

કાયમી આ ' રિસેસ ટોળકી ' ને મોળી અને મીઠી ચા ના કપ ધરનાર એ કિશોર હવે આ ટોળકી સાથે જાણે ' ગોઠી ' ગયો હતો.

રોજ બપોરે રજનીકાંત આણી મંડળી જઈ ને ઊભી રહે એટલે વગર કહે, બે મોળી ને પછી બાકીની મીઠી આવવા દે. બન્ને વખતે એના બોલ તો એક જ હોય.

 "સાહેબ. મોળી. . મીઠી. . મોળી. . મીઠી. "

ત્રણ વર્ષ ની નોકરી ના અંતે રજનીકાંત પણ હવે પ્રમાણ માં ઠીક ઠીક આ માહોલમાં ગોઠવાઈ ગયેલ અને બપોર ની ચા એટલે જાણે સરકારી ઠરાવ, અમલ કરવો જ પડે. !

ટોળકીના બધા સભ્યો વારા ફરતી ચા ના પૈસા ચૂકવ્યા કરતા અને આજે એ વાળો રજનીકાંત નો હતો. ' મોળી મીઠી ' ને ન્યાય આપી બધા પાટલી ખાલી કરવાની તૈયારીમાં હતાં. રજનીકાંતે પેન્ટના ખિસ્સામાંથી વોલેટ કાઢ્યું ને ૫૦૦ ની નોટ એ છોકરા સામે ધરી.

" સાહેબ, છુટ્ટા નહિ હોય ગલ્લા માં, હમણાં જ શેઠે છુટ્ટા આપી દીધા પેલા 'ગરાગ' ને. . "

" તો રાખને દોસ્ત ! કાલે આવું એટલે આપી દે જે બાકીના "

" રહેવા દો સાહેબ,ખાતામાં લખી લઉં પછી આપજો કાલે. "

૫૦૦ની નોટ પાછી હાથમાં પકડાવી એ દોડતો પાછો પહોંચી ગયો તેના કાઉન્ટર પર. . પણ, તેના શબ્દો " ખાતા માં લખી લઉ પછી આપજો " એ રજનીકાંત ને વિચારોની દુનિયામાં ધકેલી દીધો હતો.

***

અત્યંત ગરીબ અને માથા ઉપર બાપ ના હાથ વગરનો રજનીકાંત ત્રણેક વર્ષ પહેલાં અલગ અલગ પેઢીઓ, કંપનીઓમાં ને સરકારી નોકરીની પરીક્ષાઓમાં નોકરી નામના સુખની છાંયડી શોધવા ભટકતો હતો. . ખિસ્સા ખાલી પણ મહેચ્છાઓ મોટી એનું નામ રજનીકાંત. !

અલગ અલગ જગ્યા અને નજીકના શહેરોમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી સાંજે ગામડા તરફ પાછો ફરતો રજનીકાંત પોતાના ગામ નજીકના શહેરના નાનકડા બસ મથકે ગામની બસની રાહ જોતો લગભગ રોજ "દશરથ ની ચા "ના બાંકડે બેસી રહેતો. અમથી અમથી ભાઈબંધી થઈ ગઈ હતી. માંડ માંડ બસ ભાડા નો જોગ કરી શકતા રજનીકાંત ને દશરથની ચા નો અને તેના તરફથી મળતી હૂંફનો મોટો સહારો હતો. છેલ્લા એકાદ વરસ થી નોકરીની શોધમાં નાસીપાસ થઈ ગયેલ રજનીકાંતને દશરથ ની ચા એ જ સ્તો ટકાવ્યો હતો !

"ખાતામાં લખી લઉં. . પછી આપજો. "

આ શબ્દો છેલ્લા એક વર્ષથી દશરથ બોલતો અને રજનીકાંત એ સાંભળી મનમાં આ અહેસાનના ભાર ને ભરી ગામની બસમાં ચઢી જતો.

અચાનક,. કિસ્મતે પલટો લીધો ને રજનીકાંત સરકારી ભરતીમાં સિલેક્ટ થઈ તાબડતોબ આ દૂરના શહેરમાં નોકરી પર હાજર થઈ ગયો. મહા પ્રયાસે મળેલ નોકરીમાં એવો ગળાડૂબ કે. ખાતું પણ ભૂલાયું એ 'ચા ' નું ને અહેસાન કરનારો દશરથ પણ. .

***

અચાનક, આ વિચારમાળામાં ખલેલ પડી. જાની સાહેબનો અવાજ કાને પડ્યો. .

"રજની કાંત ચાલો, હવે રિશેસ પૂરી થઈ, જઈએ. ક્યાં ખોવાયા છો?''

"હા. જાની સાહેબ,જઈએ. . ને કાલની મારી રજા મંજૂર કરશો. મારે એક ખાતું બંધ કરવા વતનમાં જવું પડશે હવે.!"


Rate this content
Log in

Similar gujarati story from Abstract