મિ. ઇન્ડિયા...મારું મનપસંદ ફિલ્મી પાત્ર
મિ. ઇન્ડિયા...મારું મનપસંદ ફિલ્મી પાત્ર
સમય : સવારનાં દસ કલાક.
સ્થળ : મુખ્યમંત્રી કેશવનાથનું આવાસ.
સવાર પોતાની સાથે એક અલગ જ આનંદ અને ઉત્સાહ લઈને આવે છે, પરંતુ અમુક લોકો માટે આ સવાર એક દુસ્વપન બરાબર હોય છે, આવી જ એક સવાર આજે પુરબહારે ખીલી ઊઠી હતી, મુખ્યમંત્રી આવસની આજુબાજુ ઘણાબધાં લોકો તેઓની સાથે થયેલાં અન્યાય બદલ ન્યાય માંગવા માટે મુખ્યમંત્રી આવાસની બહાર લાંબી કતારમાં ઊભેલાં હતાં….ક્યારે પોતાનો વારો આવે..? ક્યારે પોતે મુખ્યમંત્રીશ્રીને મળે..? ક્યારે પોતાની રજૂઆત કરી શકે…? આવા વિચારો સાથે કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં.
મુખ્યમંત્રી આવાસની અંદર મુખ્યમંત્રી ખાદીનાં કપડાં ધારણ કરીને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ નજીક રહેલ ખુરશી પર બેસીને નાસ્તા કરવાં માટે બેઠા, અને તેમની બાજુમાં ઊભેલાં પી.એ. ને કહ્યું…
"રાજન મિશ્રા ! આજે મારી કોની કોની સાથે મિટિંગ છે…?"
"સર ! આજે આપણાં આવાસ પર અલગ - અલગ શહેરોમાંથી લોકો પોત - પોતાની રજૂઆત કરવાં માટે આવેલ છે…!" - રાજન થોડું ઝુકીને બોલે છે.
"જી..! એ બધાંમાંથી આપણને ફાયદો થાય એવું કોઈ ખરું…?" - મુખ્યમંત્રી કેશવનાથ મૂળ મુદ્દા પર આવતાં બોલે છે.
"જી ! સર...મિ.આહુજા…સી.ઈ.ઓ ઓફ સ્ટાર કેમિકલ…!" - રાજન ડાયરીમાંથી જોઈને બોલે છે.
"એમની શું રજૂઆત છે…?” - રાજનની સામે જોઇને કેશવનાથ પૂછે છે.
"સર ! તેઓએ પોતાની નવી ફેકટરી ગયાં અઠવાડિયે શરૂ કરેલ છે…!" - રાજન હળવા અવાજે બોલે છે.
"હા ! તો એમાં મારી પાસે શાં માટે આવેલ છે…?” - કેશવનાથ નવાઈ સાથે પૂછે છે.
"સર ! એ બાબતનો મને એક્ઝેટ ખ્યાલ નથી...મને તેઓએ એવું કહ્યું કે હું મારી રજૂઆત કેશવનાથ સર સામે જ કરીશ…!" - રાજન સ્પષ્ટતા કરતાં જણાવે છે.
"ઓકે ! તો સૌ પ્રથમ આહુજને બોલાવો...અને ત્યારબાદ એક પછી એક બીજા બધાંને બોલાવજો…!
ત્યારબાદ મિ. આહુજા કેશવનાથને મળે છે, પોતાની રજૂઆત કરે છે, તે બને વચ્ચે થોડીક વાતોચિતો થાય છે, ત્યારબાદ કેશવનાથ બોલે છે.
"ડોન્ટ વરી ! મિ. આહુજા, તમારું કામ થઈ જશે, પણ તમે તમારા વચન પર તટસ્થ રહેજો..!" - કેશવનાથ કડક અવાજે બોલે છે.
"હા ! સર ! સ્યોર…!" - આટલું બોલી મિ. આહુજા મુખ્યમંત્રી આવાસની બહાર નીકળી જાય છે.
જ્યારે આ બાજુ કેશવનાથ એક પછી એક એમ બધાં જ લોકોની રજૂઆત સાંભળે છે, લગભગ બધી જ રજૂઆત સાંભળી લીધાં બાદ કેશવનાથ મિ. રાજનને પૂછે છે.
"હવે ! કોઈ બાકી છે...પોતાની રજૂઆત…!" - રાજનની સામે જોઇને કેશવનાથ પૂછે છે.
"હા ! સર...ઓલમોસ્ટ બધાં જ આવી ગયાં… પણ…!" - રાજન થોડુંક ખચકાતા બોલે છે.
"પણ...પણ...શું..?" - હેરાનીભર્યા આવજે કેશવનાથ પૂછે છે.
"સર ! એક ગરીબ વૃધ્ધ ડોસા અને ડોશી બહાર બેઠા છે…!" - ગળગળા અવાજે રાજન જણાવે છે.
"તો...એમને ભગાડી દો…એવાં ગરીબડા લોકો માટે મારી પાસે સમય નથી…!" - કેશવનાથ ધૂતકારભર્યા અવાજે બોલ્યા.
"સર ! એ લોકો સવારનાં તમને મળવા માટે રાહ જોઈ રહ્યાં છે...માત્ર એકવાર પાંચ મિનિટ પૂરતા એમને મળી લો ને સર...પ્લીઝ..!" - રાજન આજીજી ભરેલાં આવજે પૂછે છે.
"ઓકે ! તેઓને અંદર બોલાવી લો…!" - કેશવનાથ મોઢું ચડાવતાં - ચડાવતાં બોલે છે.
ત્યારબાદ એ વૃદ્ધ ડોસા અને ડોસી મુખ્યમંત્રી આવાસમાં પ્રવેશે છે, આ જોઈ જાણે કેશવનાથને પોતાનાં આલીશાન મહેલ જેવા આવાસની રોનક વિખેરાય ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, તેમ છતાંપણ તેઓએ વૃદ્ધ ડોસા - ડોસીને રજૂઆત સાંભળી...આ દરમિયાન તેઓ લાચારીને લીધે રડવા જેવાં થઈ ગયાં !
"તમે ! ચિંતા ના કરો...હું આ બાબતે તપાસ કરાવીશ…! " - કેશવનાથ પોતાનાં બે હાથ જોડાતા જોડાતાં બોલે છે.
"ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ…!" - આટલું બોલી ડોસા - ડોશી એક નવી આશા સાથે મુખ્યમંત્રી આવાસની બહાર નીકળે છે.
***
અઠવાડિયા બાદ…
સમય - સવારનાં 10 કલાક
સ્થળ - કેશાવનાથનું કાર્યાલય.
મિ. આહુજાએ જે કેમિકલ ફેકટરી શરૂ કરેલ હતી, તેને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે તેની ફેક્ટરીએ સિલ લગાવી દીધેલ હતું, તેના સમાધાનના ભાગ રૂપે મિ. આહુજા 50 કરોડ રૂપિયા મોકલાવે છે, જેથી તેની કંપની ફરી શરૂ થઈ શકે, જ્યારે વાસ્તવમાં મિ. આહુજાએ જે જગ્યાએ પોતાની કેમિકલ ફેકટરી શરૂ કરેલ હતી, તે જમીન વાસ્તવમાં તે દિવસે કેશવનાથનાં આવાસે આવેલ વૃદ્ધ ડોસા અને ડોશીની જમીન હતી, જે જમીન તેમને તેઓની પેઢી દ્વારા વારસામાં મળેલ પરંતુ કમનસીબે તે જમીનનો કોઈ આધાર પુરાવો હતો નહીં
"સર ! એક વાત પૂછું ?" - રાજન હળવા આવાજે પૂછે છે.
"હા ! રાજન….પૂછ…!" - માથું હલાવતા - હલાવતાં કેશવનાથ પૂછે છે.
"સર ! શું તમે પેલાં ડોસા અને ડોશી સાથે જે વર્તન કર્યું એ વ્યાજબી છે ખરું…?" - હળવા અવાજે રાજન પૂછે છે.
"રાજન ! હું આ ખુરશી પર માત્ર પાંચ વર્ષ જ રહેવાનો છું, તો મારે મારું અને મારા પરિવાર વિશે વિચારવું વિચારવું જોઈએ...રહી વાત એ ડોસા - ડોશીની તો ગરીબીમાં જન્મવું એ એનાં નસીબ…!" - કેશવનાથ વાત કાપતા બોલે છે.
"પણ...સર…!" - રાજન કેશવનાથની સામે જોઇને પૂછે છે.
"રાજન ! મારે તમારી કોઈ સલાહની જરૂર નથી માટે તમે તમારા કામ સંભાળો..!" - કેશવનાથ થોડાં ગુસ્સા સાથે બોલે છે.
"જી ! સર…!" - રાજન પોતાનું માથું ઝુકાવતા ઝુકાવતા બોલે છે.
એ જ દિવસે રાતે
કેશવનાથ સૂવા માટે પોતાનાં બેડરૂમમાં જાય છે, થોડીવારમાં તેઓ ઘસઘસાટ ઊંઘી જાય, એકાદ કલાક બાદ….
"તું ! જે કંઈ કરી રહ્યો છો...એ ખોટું છે, તારે કોઈપણ સંજોગોમાં પેલાં ડોસા - ડોશીને ન્યાય આપવો પડશે…!" - કેશવનાથનાં બેડરૂમમાં એકાએક આવો આવજ સંભળાય છે.
"પણ ! તમે છો કોણ ? મને શાં માટે નથી દેખાઈ રહ્યાં..?" - કેશવનાથ ડરેલાં અને ગભરાયેલા અવાજે પૂછે છે.
"જી ! હું...છું મિસ્ટર ઇન્ડિયા…!" - પેલો અદ્રશ્ય વ્યક્તિ પોતાની ઓળખ આપતાં જણાવે છે.
"જો ! હું નહીં કરું તો…?" - કેશવનાથ પૂછે છે.
આ સાથે જ મિ ઇન્ડિયા ફટકા સાથે લપડાક ચોડી દે છે...જેને લીધે કેશવનાથનાં ગાલ પર પાંચેય આંગળીઓના નિશાન ઉપસી આવેલ હતાં.
"જો ! આ માત્ર એક નમૂનો જ હતો...જો હું કહું છું તે પ્રમાણે નહીં કર્યું તો આખુ પિક્ચર બતાવીશ…!" - મિ. ઇન્ડિયા ભારે અને ગંભીર અવાજે બોલ્યો.
"હા ! ચોક્કસ…!" - ગાલ પર હાથ ફેરવતાં - ફેરવતાં કેશવનાથ બોલ્યા.
"બાકી..તું વિચારી લે જે કે હું જે ધારું તે કરી અને કરાવી પણ શકુ છું...અને હું આશા રાખું છું કે આપણે એકબીજાની બીજી વાર મુલાકાત કરવાની નોબત ના આવે…!" - આટલું બોલી મિ. ઇન્ડિયા કેશવનાથનાં બેડરૂમમાંથી બહાર નીકળી જાય છે, આ સાથે જ બેડરૂમનો દરવાજો બંધ થવાનો અવાજ પણ આવે છે.
***
બીજે દિવસે
કેશવનાથ અને રાજન પોતાની સફેદ કાર લઈને સુરક્ષા કર્મીઓ સાથે પેલાં ડોસા ડોશીના ઘરે પહોચે છે, અને પેલાં ડોસા - ડોશીની બે હાથ જોડીને માફી માંગે છે, અને તે સ્થળે તેઓ કલેકટર અને સીટી ડેવલપમેન્ટ ઓફિસરને બોલાવે છે, અને ડોસા - ડોશી માટે એક મકાન તાત્કાલિક બનાવવા માટે આદેશ આપે છે, અને જ્યાં સુધી મકાન તૈયાર ના થાય ત્યાં સુધી તેમને સરકારી આવાસમાં રહેવાની વ્યવસ્થા કરવાં માટે આદેશ કરે છે.
આથી અધિકારીઓ દ્વારા કેશવનાથની સૂચના મુજબ પેલાં ડોસા ડોશી માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે આ બાજુ કેશવનાથ મિ. આહુજાને તેના રૂપિયા પરત કરતાં જણાવે છે કે.
"મિ. આહુજા ! આ તમારા રૂપિયા .. અને જે કાયદા પ્રમાણે થતું હશે એ મુજબ જ થશે…!" - કેશવનાથ મિ. આહુજાને રૂપિયા પરત કરતાં જણાવે છે.
"સાહેબ ! આનું પરિણામ કેવું આવશે એનાં વિશે તમે વિચાર કરેલ છે…?" - મિ. આહુજા અકડાયેલાં આવજે બોલે છે.
"પરિણામ જેવું આવે તેવું એની મને જરાપણ પરવાહ નથી…આજે મારી આંખો ખુલી ગઈ છે...મારી ખુરશી રહે તો પણ ભલે અને ના રહે તો પણ ભલે...પરંતુ મારી લાલચને લીધે કોઈ વયોવૃદ્ધ રસ્તા પર ના આવવું જોઈએ બસ….!" - કેશવનાથ પોતાની વાત પૂરી કરતાં - કરતાં બોલે છે.
આ બાજુ મિ. આહુજા રૂપિયા ભરેલો થેલો ઉપાડીને ગુસ્સામાં કેશવનાથનાં આવાસની બહાર નીકળીને પોતાની કારમાં બેસી જાય છે.
