મહોરાં
મહોરાં


આજના માહોલમાં બધે બધા મહોરાં જ પહેરીને જીવે છે. જે વ્યક્તિ કામમાં આવતી હોય એને જ માન પાન મળે બાકી તમને આવકાર પણ ના મળે. તમે કોઈ નું અપમાન કરશો.. કોઈ ની ઉપેક્ષા કરશો તો સામેવાળી વ્યક્તિ સહન કરી લેશે પણ તમે એની સાથે ( દેખાડો ) બનાવટી વ્યવહાર કરશો અને દેખાવ પૂરતી લાગણીઓ બતાવી તો સાચે જ અસહ્ય બની જશે. એ સમજીને ચૂપ રહેશે પણ તમારાથી દૂર થઈ જશે.
કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે. પણ કાગળનાં ફુલો જે ખુશ્બુ વિહોણા ફૂલોને સ્પર્શતાં જે વેદના વેઠવી પડે છે એ બધા ક્યાં સમજી શકે છે.. વાંચવા ખાતર વાંચવાથી કોઈ ની વેદના ના સમજાય એના માટે ઉંડા ઉતરવું પડે.. આજકાલ તો લોકો ને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડી ગઈ છે!
આજે આપણી માણસાઈ મરી પરવારી છે. અહીં તો બધું જ બનાવટી. આવકાર પણ બનાવટી અને આવજો પણ બનાવટી. આજે તો દિલની ભાવના પણ બનાવટી હોય છે. આજે હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકવાદી. ગ્લીસરીની જાણે જિંદગી આંસુ.. સાચાં કે ખોટા ઓળખવા મુશ્કેલ.. મહોરાં લગાવી બીજાને અને પોતાની જાતને છેતરતો આ માણસ.