BHAVESH BAMBHANIYA

Drama

1  

BHAVESH BAMBHANIYA

Drama

મહાનગર મુંબઈ

મહાનગર મુંબઈ

6 mins
431


અમારો અણમોલ મહાનગર મુંબઈનો યાદગાર પ્રવાસ.

આજે હું અમારા જીવનનો અણમોલ મુંબઈના યાદગાર પ્રવાસ વિષે હર ક્ષણે ઉરમાં ઉભરાતી યાદોને શબ્દો દ્વારા સંક્ષિપ્તમાં વર્ણવવાનો પ્રયત્ન કરું છું. કંઈ ભૂલ થાય તો ક્ષમા કરશો.


વગર દ્રષ્ટીએ આ જગમાં અમે એક ઉડાન ભરી, કેટલાક મિત્રોની મદદથી અમે અદભુત છલાન્ગ લગાવી; અવરોધ તો ઘણા આવ્યા જીવનને બાળવા, છતાં એને અમે હંફાવ્યા, આપ અણમોલ મિત્રોને હૃદય સમહ ચાંપી.

 આવા અનોખા અણમોલ ગૃપ ના તમામ સભ્યો જેવા દેશના સૌ લોકોના ચરણોમાં વંદન કરી મારા અણમોલ મુંબઈના પ્રવાસ વિષેના હર ક્ષણે વાગોળતો અહીં મુકવાનો પ્રયત્ન કરું છું.

મુંબઈ જેવા મહાનગરમાં ફરવાની મજા કોને ન આવે? મુંબઈ તો મિત્રો મુંબઈ છે. એમાંય એક પ્યાસા ઉંટને રણમાં જેમ પાણી મળે ને આનન્દ ઉરમાં ના સમાતો હોય એમ અમે સૌ દ્રષ્ટિહીન હોવા છતાં પણ એક નોર્મલ વ્યક્તિ ને પણ ઝાંખી પાડી દેય તેમ આ ત્રણ દિવસ મુંબઈમા હર્યા ફર્યા રોકાયા ને રજુ પણ થયા. એનું મુખ્ય કારણ હતું અણમોલ ગ્રુપ, હા એ અણમોલ ગ્રુપ કે જે ખુદ પોતાના કરતાં પણ અમારા સૌનુ સમગ્ર પ્રવાસ દરમ્યાન એટલું બધું ધ્યાન રાખ્યું હતું કે જે હું જેટલું લખું એટલું ઓછું પડે. થોડાં શબ્દોમાં શ્રી કીર્તિભાઈ શાહ અને સમગ્ર અણમોલ ગ્રુપને વર્ણવી ન શકાય. તેના માટે મારી દ્રષ્ટિએ કદાચ એક પુસ્તક લખીએ તો પણ પુરું શાયદ ન થાય.


  અમે અહીંથી ચોવીસ તારીખે ભાવનગર બાન્દ્રા સુપર ફાસ્ટ એક્ષપ્રેસમા સાન્જે ઉપડ્યા તેમાં પણ કીર્તિ ભાઈના સાળા તરફથી નાસ્તો આવ્યો હતો એ જમવાનું પતાવીને સૌને પહોંચાડ્યો. સૌ વિદ્યાર્થીઓ અલગ અલગ ડબામાં જુદા જુદા જુન્ડમા ટોળે વળી કોઈ પત્તો રમી રહ્યા હતા તો વળી કોઈ અંતાક્ષરી ખીલખીલાટ કરતાં કરતાં ખેલી રહ્યા હતા. તો કેટલાક સુવાની તૈયારી કરતા હતા. જ્યારે કેટલાક બારી બહાર ડોકીયું નાખી પ્રકૃતિ નિહાળી રહ્યા હતા. આમ ખડખડખડ ભડભડ ના નાદ સાથે પચ્ચીસ તારીખે સવારે અમે બોરીવલી સ્ટેશન પર ઉતર્યા. સમગ્ર અણમોલ ગ્રુપ અમને ગાઈડ કરતા સ્ટેશન માંથી નીકળી મોટી મોટી એક બે ત્રણ ને ચાર જેટલી બસમાં અમને ઉતારા પર એટલે કે અમદાવાદ હાઈવે પર આવેલ જૈન દેરાસર પહોંચ્યા સૌ પ્રથમ અમને સરસ મજાનો નાસ્તો કરાવ્યો ને પછી અમારે જ્યાં ત્રણ દિવસ રોકાવાનું હતું ત્યાં લૈગયા. વીષાળ મોટ્ટો હોલ અને તેમાં હરોળ બદ્ધ ગોઠવાયેલ સેટી અમે સૌ સુચના મુજબ ગ્રુપ વાઈઝ ગોઠવાયા.

સુચના મુજબ સાન્સ્કૃતીક કાર્યક્રમમાં જોડાયેલ વીદ્યાર્થીઓ તૈયાર થઈ નીચે ભોજનાલયમાં જમવા ગયા સરસ મજાની વીવીધ વાનગીઓ અહીં તેઓએ પોતાના હાથે પીરસીને અમને જમાડ્યા. જમીને અમને સાન્સ્ક્ક્રુતીક કાર્યક્રમ વાળા વિદ્યાર્થીઓને અલગ અલગ બે બસોમાં બેસાડી બોરીવલી માં આવેલ પ્રબોધન ઠાકરે હોલ પર લઇ ગયા.

જ્યાં અમે સાન્જના સાડા છ સુધી અમે વીવીધ કૃતીઓનુ રીયલસર કરી સાત વાગ્યે એન્કરર જાણીતા કવિ જશુભાઈએ કાર્યક્રમની શરુઆત કરી. સૌ પ્રથમ અડધો કલાક સન્ગીતની મજા માણ્યા બાદ પ્રજ્ઞાચક્ષુ માં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા બન્ધ આંખે પ્રગતિનિ પાંખે શીર્ષક નીચે વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો. જેમાં હું શ્રદ્ધા નાટકમાં પાર્ટીસીપેડ થયો હતો.

મોડી રાત્રે કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ એજ બસ મારફતે અમે ઉતારે ગયા. એટલી મોડી રાત થઈ ગઈ હતી છતાં અણમોલ ગ્રુપ અમારી સાથે જ હતું.

બીજા દિવસે અમે વોટર પાર્ક રીસોર્ટે વહેલી સવારે ગયા. ત્યાં અમે બોપરના બાર વાગ્યા સુધી સ્વીમીન્ગ પુલમાં મ્યુઝીક સાથે નાચતા ગાતા બાર વાગ્યે અમે ભોજન કરીને ગાર્ડનમાં જઈ ફોટા પાડ્યા ને ત્યાં જ સાડા ત્રણે એક કાર્યક્રમ શ્રી હિના બહેન ઠક્કરે ગોઠવ્યો હતો: જેમાં સન્ગીતની વીવિધ ક્રુતિઓ સાથે જબરદસ્ત વક્તવ્યો પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયા. એ દિવસે ત્યાં જ સાન્જે જમીને અમે બસો દ્વારા ઉતારે પહોંચ્યા.


ત્રીજા દિવસ ના રોજ અમારે મુંબઈ પ્રવાસનો લાસ્ટ ડે હતો સવારે અમે તૈયાર થઈને નીચે જઈ સરસ સ્વાદીષ્ટ નાસ્તો કરી બહાર ગાર્ડનમાં સેલ્ફીઓ તેમજ દેરાસરમાં પણ સ્ક્રચ્ચ સ્ક્રચ્ચ કરતા અનેક યાદગાર ફોટોગ્રાફ્સ ખેંચ્યા.

એટલું સરસ એટમોસ્પીયર અને એટલું સુન્દર ગાર્ડન અને એ વચ્ચે આવેલું સ્વામીજીનુ મન્દીર.

એવું રમણિય અને મનમોહક લાગી રહ્યું હતું કે આપણને ત્યાંથી બીજે ક્યાંય જાવું જ ન ગમે આપણે કલ્લાકો સુધી ત્યાં નીરવ શાન્તીમા બેસવાની ખુબ મજા પડે.

આમ અમારો સ્તવન નો કાર્યક્રમ હતો એટલે અમે સૌ ગુરુજનો તેમજ સ્વજનથી પણ વીશેષ અણમોલ ગ્રુપના તમામ સભ્યો સાથે દેરાસરમાં અમે બધાં ગોઠવાયા.

જુદી જુદી રચનાઓ રજૂ કરી સન્ગીતના તમામ સરતાજોએ અમને સૌને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા.

સ્તવન પુરા કર્યા બાદ અમારા જે તે ડબ્બાના લીસ્ટ આચાર્ય શ્રી બારૈયા સાહેબ તેમજ અમારા ગૃહપતિ શ્રી પન્ડ્યા સાહેબે અમને વાંચી સમ્ભળાવિને બપોર પછી કેવી રીતે આપણે ગ્રુપ માં જવું એ વીશે સમજ આપી.

આખો કાર્યક્રમ પુરો કરી અમે બપોરનું ભોજન ત્યાં જ લઈને લગભગ ત્રણ વાગ્યે અમે સૌ ગ્રુપ વાઈઝ અલગ અલગ ચાર બસમાં શ્રી અટલ બિહારી વાજપેયી મ્યુઝ્યમ કે જે બોરીવલી માં આવેલું છે ત્યાં પહોંચ્યા.

ગ્રુપ માં અમારા ગુરુજનો તેમજ ત્યાંના અમને ગાઈડ કરતા ભાઈઓ પણ એવી રીતે વાજ્પાઈના જીવન વીશે અમને સમજ આપી રહ્યા હતા કે જાણે આજે પણ મહાભારતનો સન્જય હાલ આમને સામને મોજુદ હોય.

અલગ અલગ સેક્શન જોયા બાદ અણમોલ ગ્રુપ તેમજ અન્ય દાતાશ્રી દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરી હતી એટલે અમને સૌને લાઈનમાં બેસાડી ચા પાણી અને નાસ્તો કરાવી ને ભાઈઓને શર્ટ આપ્યા તથા બહેનોને ટી-શર્ટ આપ્યા.

ત્યાં અચાનક અમને બહાર બેસાડ્યા સૌ મનમાં વિચારવા લાગ્યા, ત્યાં અમારી સન્સ્થાના જનડ્રલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબે વાત મુકી કે: કીર્તિ ભાઈની તબિયત થોડી બગડી ગઈ છે તો આપણે નવકાર મન્ત્રનો જાપ કરીને ઈશ્વર કીર્તી ભાઈ ને સાજા કરે ને તેમનું આયુષ્ય ખુબ લામ્બુ બને એવી ઈશ્વરને આપણે સૌ પ્રાર્થના કરિયે.

ઈશ્વર પાસે હરજી કર્યા બાદ પણ સૌના મનમાં એકજ પ્રશ્ન હતો કે કીર્તી ભાઈને શું થયું હશે ઈશ્વર તું પણ ખરો છો. આવા અનેક અનેક વીચારોનુ પુર નાના વીદ્યાર્થીઓ થી લઈને તમામ શીક્ષકોને પણ માનસીક રીતે મુંઝવણમાં મુકી દેય તેમ આમ ઘુમરા મારી રહ્યું હતુ.


આ બધું થઈ ગયા છતાં પણ સમગ્ર અણમોલ ગ્રુપ અમને છેક રેલવે સ્ટેશન સુધી મુકવા આવ્યાં હતાં. આ અણમોલ ગ્રુપના તમામ સભ્યો એ કીર્તી ભાઈના ફેમેલી માંથી જ છે.

વાજપેયી મ્યુઝિયમ જોઈને અમે સાન્જનુ છેલ્લું ભોજન કે જે કીર્તી ભાઈ અને અણમોલ ગ્રુપ દ્વારા હાઈફાઈ હોટલ વીલામા અમને અલગ અલગ મધુર સ્વાદીષ્ટ વાનગીઓ હર કાઉન્ટરે અણમોલ ગ્રુપના બે ત્રણ સભ્યો બાજુમાં પોતાના હાથે પીરસતા જતા હતા ને ગમ્મત સાથે હસાવતા પણ જતા હતા. એટલું જ નહીં મિત્રો છેલ્લે પાછા બધાયને સરસ આઈસ્ક્રીમ તમામને હાથ રુમાલના સેટ સહીત ચોકલેટ, પાન, મુખવાસ વગેરે આપ્યુ તદુપરાંત બહેનોને ત્યાં કુર્તી પણ આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યાંથી અમને બોરીવલી સ્ટેશન પર તે સૌ મિત્રો મુકવા આવ્યા હતા.

અમારી ટ્રેન રાતના દસ વાગ્યે આવી એ પહેલા ઘણી બધી પાણીની બોટલો અને દેરાસરેથી નીકળતી વખતે અમને રસ્તામાં વચ્ચે નાસ્તો કરવા પેકેટો પણ આપ્યા હતા.

આ બધા વચ્ચે પાછા આભાર વ્યક્ત કરતા કાર્ડ તેઓએ અમને આપ્યાં હતાં.

અસલમાં અમારે કીર્તી ભાઈ અને સમગ્ર અણમોલ ગ્રુપ નો આભાર માનવો પડે. પરન્તુ એ સૌનો ભાવ, લાગણી અને પ્રેમ એવો તાણાવાણાથી ગુંથાઈ ગયો કે જેને ક્યારેય વગર મૃત્યુએ પણ નહીં વીસરાઈ.


એટલેજ ગ્રાન્ટ વીલા હોટલેથી નીકળતા આ ત્રણ દિવસના આયોજન વિષે વિચારતા હું ભાવુક થઈ કંઈક આ વિષે લખવાનું નક્કી કર્યું

રાત્રે ટ્રેનમાં બેઠા એટલે અઠ્યાવીષ તારીખે સવારે અગ્યાર વાગ્યે ભાવનગર સ્ટેશનમાં અમે ઉતર્યા.

આમ અમારો અણમોલ મુંબઈ પ્રવાસ શ્રી કીર્તી ભાઈ શાહ અને સમગ્ર અણમોલ ગ્રુપે જિન્દગીનો યાદગાર પ્રવાસ બનાવી દીધો.

લખવાની તો હજુ ઘણી ઈચ્છા છે પણ લેખનમાં પણ ક્યાંક પ્રતીબદ્ધ છું. બાકી આગડ કહ્યું એમ કીર્તી ભાઈ અને અણમોલ ગ્રુપ વીશે જેટલું બોલિયે કે લખિયે એટલું ઓછું મારા મતે છે.

આ વડીલો અને મિત્રો બોલીને નહિ પરન્તુ ઉર માંથી ઉભરાતો ભાવ એ સીદ્ધ કરી બતાવે છે.

એટલેજ હું કહું છું કે:

આકાન્ગ્શા પોષી અન્ય સામે આંખ ઉઠાવી તો જો, જીવી જીન્દગી સ્મીત કાજે એક વાર દર્દ હે દોસ્ત વીસરી તો જો, જેની કીર્તી છે સન્ઘર્ષના સમન્દર વટી,; અરે દોસ્ત એક વાર અણમોલ બની તો જો.


Rate this content
Log in

Similar gujarati story from Drama