Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Kaushik Dave

Drama Romance


3  

Kaushik Dave

Drama Romance


મૈત્રી

મૈત્રી

4 mins 37 4 mins 37

આજે એક મહિનો થયો. શશાંક હજુ પણ એની ૧૦. ૧૦ ની બસ જવા દે છે. ઓફિસ માં મોડું થાય તો પણ. જાણે એ કોઈની રાહ જોતો હોય ! શશાંક હજુ માનવા તૈયાર નહોતો. કે એ માંજરી આંખોવાળી યુવતી હવે આ દુનિયામાં નથી. આજે શશાંકે ૧૦. ૧૦ ની બસ જવા દીધી. બસસ્ટેન્ડ પર એક બે જણા સિવાય કોઈ દેખાતું નહોતું. પછીની બસ આવવાની તૈયારી હતી. એટલામાં એક એક્ટિવા આવી. બસ સ્ટેન્ડ પાસે શશાંક નજીક આવી ને ઊભી રહી. શશાંકની નજર એ યુવતી તરફ ગઈ. એણે ગોગલ્સ પહેરેલા હતા. પહેલી વખત જોઈ હતી. શશાંક વિચારે છે કે આ કોણ છે? મારી પાસે? એટલામાં એ યુવતી બોલી," હે. શશાંક ! એક્ટિવા પર બેસી જા. હું તને લિફ્ટ આપું છું. "

 શશાંક અજાણી વ્યક્તિની લિફ્ટ સ્વિકારતો નહોતો છોને કોઈ લેડિઝ હોય ! શશાંકે ના પાડી. એ યુવતી બોલી," ઓળખાણ ના પડી ને? ક્યાંથી પડે? આ ગોગલ્સ જે પહેર્યા છે. " એમ બોલી ને એ યુવતી એ એના ગોગલ્સ ઉતાર્યા ને શશાંક સામે જોઈ ને બોલી ," બોલ હવે ઓળખે છે?" શશાંકે હવે એ યુવતી ને ધારી ધારીને જોઈ. એની માંજરી આંખો સામે જોયું. ચોંકી ગયો. અરે આ તો પેલી મૃત્યુ પામેલી એ યુવતી જેવી જ દેખાય છે. ચહેરો પણ મળતો આવે છે. ને આંખો..એકદમ.. હા. એકદમ.

એટલામાં એ યુવતી બોલી," ઓળખી ને? તો હવે બેસી જા. મારે તારૂં કામ છે. " શશાંક મંત્રમુગ્ધ થઈ ને એ યુવતીની એક્ટિવા પર બેસે છે.

ગુડ બોય..એ યુવતી એક્ટિવા ચાલુ કરી ને ધીમે ધીમે જવા દે છે. રસ્તામાં એક નાનો ગાર્ડન આવે છે. એ યુવતી ગાર્ડન પાસે એક્ટિવા ઊભી રાખે છે.  ચાલ..શશાંક મારે તારી સાથે વાત કરવી છે. અગત્યની છે. " શશાંક એક્ટિવા પરથી ઉતરે છે. મનમાં વિચારે છે આ કોણ છે? મારૂં શું કામ?.    

એ યુવતી બોલી. હાય. શશાંક, મારૂં નામ મૈત્રી. હું આંસુની મોટી બહેન. એક કંપનીમાં જોબ કરું છું. કદાચ તારા કરતાં હું એકાદ વર્ષ મોટી હોઈશ. ".

શશાંક બોલે છે," હું તમને તો ઓળખાતો નથી. પણ આ આંસુ કોણ ?" ઓહ્. આંસુ. અરે હું તો ભૂલી જ ગઈ કે તું આંસુ ને નામથી તો ઓળખતો નથી. એજ આંસુ જેના માટે તું તારી ૧૦. ૧૦ ની બસ જવા દેતો. આને ઘુરી ઘુરી ને એને જોતો. એ એક મહિના પહેલા જ મૃત્યુ પામી છે. ને તું હવે એ જાણે છે. મારી સોસાયટીના અંકલે તને કહ્યું પણ છે.. કે કેમ મૃત્યુ પામી. "   આ સાંભળી ને શશાંક ગમગીન થઈ ગયો. એના આંખમાં ઝળહળીયા આવી ગયા.  

મૈત્રી એ એનો હાથ રૂમાલ શશાંક ને આપ્યો. હવે લુછી નાખ આ આંસુ. આ હાથ રૂમાલ પણ આંસુનો જ છે. મને ખબર હતી કે તારી આંખો ભીની થઈ જશે. મારી પાસે તારી વસ્તુઓ છે. જે આંસુ એ તને આપવા માટે એની નોટ બુકમાં રાખી હતી. પણ તને આપવાની હિંમત નહોતી. એ પણ તારી જેમ.. તને.. " પછી મૈત્રી બોલી," લે આંસુની નોટબુકમાંથી ચાર ચિઠ્ઠી, એણે લખેલી હતી. પણ હિંમત નહોતી. સાથે એક સુકાઈ ગયેલું ગુલાબ નું ફૂલ.. એ પણ.. તને.. ઓહ ! રડવાનું નહીં. થાય. થાય. આવું થાય. જ્યારે આપણી કોઈ વ્યક્તિ જાય કે યાદ આવે ત્યારે. ". શશાંકે એ ચિઠ્ઠીઓ અને સુકાઈ ગયેલું ગુલાબ નું ફૂલ લીધું. એણે ચિઠ્ઠીઓ વાંચવા માંડી. એ આંસુ એ એના શશાંક પ્રત્યેના પ્રેમ વિશે લખ્યું હતું. આ વાંચી ને શશાંક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

  મૈત્રી બોલી," ના રડ. શશાંક. આ આંસુ કિંમતી છે. લુછી નાખ. નિરાશાવાદી ના બન. તારી તો આખી જિંદગી છે. જો તું ગમગીન રહીશ તો આંસુની આત્મા અવગતે જશે !! આપણે ગાર્ડનની બહાર છીએ. કોઈ જોશે તો એમ જ લાગશે કે મેં તને ફટકારી દીધો છે. "

 શશાંકે રૂમાલ થી આંસુ લુછી નાંખ્યા, બોલ્યો," મૈત્રી, થેંક્યું. ".

"ઓકે ઓકે. પણ તને ખબર છે આંસુ ને ચક્કર કેમ આવ્યા ને પડી ગઈ. આંસુ ને મગજમાં બ્રેઈન ટ્યુમર હતું. છેલ્લા ચાર મહિનાથી અમને ખબર હતી. એની દવાઓ પણ ચાલતી હતી. એને કોઈ ભારે કામ આપતા નહોતા. આનંદમાં રાખતા. પણ . પણ. દરરોજ તો હું જ કપડાં સુકવતી એને કામ કોઈ કરાવે નહીં. પણ એ દિવસે મારે કામ હોવાથી દસ પંદર મિનિટ માટે બહાર ગ ઈ હતી અને આંસુ ને કહેતી ગઈ હતી કે તું કોઈ કામ ના કરતી. હમણાં આવી ને કપડા સુકવીશ. પણ. એ મારા ગયા પછી કપડાં સુકવવા લાગી ને એ ટ્યુમર ના લીધે ચક્કર આવ્યા ને એ નીચે પટકાઈ ગઈ ને અમારી વચ્ચેથી અનંતની યાત્રાએ જતી રહી. આ માટે હું પોતાને દોષી માનું છું. ".

આ સાંભળી ને શશાંક બોલ્યો," ના. ના. મૈત્રી. આમાં કોઈનો વાંક નથી. બનવાકાળ બની ગયું. યાદ તો રહેવાની જ. "

મૈત્રી શાંત થઈ ને બોલી," હાય હું મૈત્રી. મારી ફ્રેન્ડશીપ કરીશ ! જો હા. તો.. આપણે થોડી વાર ગાર્ડનમાં. અને જો ના.. તો. તો.. ".આ સાંભળીને શશાંકે મૈત્રીના હાથ પકડી લીધા. હા. અને બંને એક બીજાના હાથ પકડી ને ગાર્ડનમાં જવા લાગ્યા.


Rate this content
Log in

More gujarati story from Kaushik Dave

Similar gujarati story from Drama