મૈત્રી પ્રસ્તાવ
મૈત્રી પ્રસ્તાવ


" એટેન્શન ઈન્સ્પેક્ટર પ્રથમ.." આ સાંભળતા જ પ્રથમ પોતાના બેડ પર થી ઉભો થયો. જુએ છે તો તેની પત્ની ખુશી મરક મરક હસતી હતી.
આ જોઈ ને પ્રથમ બોલ્યો," શું ખુશી આ કેવી મજાક કરે છે? મને સુવા દે.". ખુશી બોલી," અરે જાગો મારા દેવ, આ સવાર ના સાત થવા આવ્યા. તમે તો રાત્રે બે વાગે ડ્યુટી કરીને આવ્યા.અને નેટ ચાલુ રાખી ને સુઈ ગયા. આખી રાત મેસેજના અવાજ અને હા આજે તમારે નવ વાગે તો બંદોબસ્તમાં જવાનું છે. અને મેસેજ ચેક કરી લેજો." આ સાંભળી ને પ્રથમ જાગી ગયો અને ખુશી ની વાત સાંભળી ને ખુશ થયો બોલ્યો.
" ખુશી તું મારૂં કેટલું ધ્યાન રાખે છે. તને એક નજર જોઉ અને તારૂં મરક મરક હાસ્ય જોઈને તો મારો થાક ઉતરી જાય છે. હવે હું ફ્રેશ થઈ ને આવું છું તું મારા માટે ચા બનાવ અને સાથે બટર લગાવી ને બ્રેડ આપજે."
પ્રથમ અમદાવાદ માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. રાત્રે તે મોડો આવ્યો હતો. આજે સર્વદલીય શાંતિ સમિતિની રેલી ઈન્કમટેકસ ગાંધીજીના બાવલા થી બપોરે બાર વાગે નીકળવાની છે તેના બંદોબસ્તમાં જવાનું હોય છે. પ્રથમ ફ્રેશ થવા જતા પોતાના મોબાઈલ ના મેસેજો પર એક નજર કરે છે તો તેના ફેસબુક પર એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી હોય છે. પ્રથમે એ રીક્વેસ્ટ જોઈ તો કોઈ મારિયા નામની વ્યક્તિની હતી. પ્રથમ ફ્રેશ થઈ ને આવ્યો. ખુશી ચા અને બ્રેડ લઈ ને આવી. ચા પીતા પીતા પ્રથમે ઓફિસ ના મેસેજો જોયા. પોલીસ કમીશ્નર નો મેસેજ સવારે નવ વાગે ઓફિસ આવી બંદોબસ્ત માં ઈન્કમટેકસ ચાર રસ્તા જવાનું છે. પછી પ્રથમે ફેસબુકની અજાણી ફ્રેન્ડ રીક્વેસ્ટ જોઈ. કોઈ મારિયા નામની વ્યક્તિની હતી. તે નવાઈ પામ્યો. તેને ફેસબુક ની પ્રોફાઈલ નો ફોટો જાણીતો હોય તેવો લાગ્યો. અને તેણે મારિયાની પ્રોફાઈલ ચેક કરી. ન્યુયોર્ક થી હતી અને કોલેજ અમદાવાદમાં કરી હતી તે જ કોલેજમાં પ્રથમે અભ્યાસ કર્યો હતો. તેણે યાદ કરવાની કોશિશ કરી... અરે..આતો.. મનિષા. મારી સાથે દસ વર્ષ પહેલાં કોલેજ કરી હતી અને તે તેના ડેડી સાથે અમેરિકા જતી રહી હતી. તો પછી આ નામ મારિયા કેમ રાખ્યું? તે સવાલ ઉદભવ્યો.પછી થયું પોતાનું અસલ નામ રાખ્યું નથી અને પ્રથમે ફ્રેન્ડ રીક્વેસ્ટ એપ્રુવ કરી. તરત જ તેના મેસેન્જરમાં મારિયા નો મેસેજ આવ્યો... પ્રથમ તારો કોન્ટેક્ટ નંબર મોકલ. અગત્ય નું કામ છે. આજ ની રેલી વિશે..આ વાંચી ને પ્રથમ ચોંક્યો....આ શું ? આ મનિષા. કેમ મારિયા નામ રાખ્યું?. અચાનક દસ વર્ષ પછી? અને આજની રેલી વિશે માહિતી?
પ્રથમે પોતાનો કોન્ટેક્ટ નંબર મોકલ્યો અને તરત જ અજાણ્યા નંબર થી અમેરિકાથી કોલ આવ્યો. પ્રથમ સમજી ગયો આ મનિષા નો કોલ છે." હેલ્લો, હું મનિષા, ન્યુયોર્ક થી. પ્રથમ મારે તને અગત્યની માહિતી આપવાની છે." મનિષા બોલી..." હેલ્લો, મનિષા હું પ્રથમ..બહુ વર્ષો પછી યાદ કર્યો અને આ ફેસબુકમાં તારું નામ મારિયા. થોડું વિચિત્ર લાગ્યું. તુ તારા માતા પિતા સાથે અમેરિકા જતી રહી હતી તે ખબર હતી પણ તને આજે શું અગત્યનું કામ યાદ આવ્યું અને તે આજે અમદાવાદની રેલી વિશે?.. અને મારે ત્યાં બંદોબસ્તમાં જવાનું છે..".. પ્રથમ બોલ્યો. " જો પ્રથમ મને ખબર છે તું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અમદાવાદમાં જ છે. તને આજની રેલી વિશે માહિતી આપવાની છે અને જો પ્રથમ અત્યારે મારું નામ મારિયા છે. મેં અહીં ન્યુયોર્કમાં મેરેજ કર્યા છે. અહીં મને એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેનું નામ યુસુફ..પણ પહેલાં તેનો સ્વભાવ સારો જ હતો તેમજ પ્રમાણિક હતો.. છેલ્લા એક વર્ષથી તેની એક્ટીવીટી શંકાસ્પદ રહેતી હતી અને છેલ્લા છ મહિનાથી તેના કોઈ સમાચાર નહોતા..મને માહિતી મળી છે કે તે કોઈ આતંકવાદી જુથ સાથે સંકળાયેલો છે અને કાલે જ તેનો ફોન આવ્યો હતો. તે પણ અજાણ્યા નંબર થી. તે હાલમાં અમદાવાદમાં જ છે. અને પછી મને મળેલી ચોક્કસ માહિતી પરથી તને કહું છું. આ યુસુફ આતંકવાદી થયો છે અને અમદાવાદના સ્લીપર સેલ સાથે મળીને આજની રેલીમાં અને બીજી જગ્યાએ ધમાલ અને વિસ્ફોટ કરે તેમ છે. તેણે જે નંબરથી ફોન કર્યો તે નંબરનો મેસેજ કરૂં છું. વધુ હું વાત કરીશ નહીં અને તું ઉતાવળ કરીને નિર્દોષ ને બચાવીશ તો તેને મારૂં પ્રાયશ્ચિત ગણીશ, ટેક કેર એન્ડ ટેક એક્શન ઓકે..બાય બાય " અને ફોન કટ થઇ ગયો. પ્રથમે મનિષાનો આવેલો મેસેજ વાંચ્યો અને તરતજ તૈયાર થઈ ને પોલીસ કમિશનરની ઓફીસમાં પહોંચ્યો. અને કમિશનરને મળી ને વાત કરી અને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયો. મનિષા એ મોકલેલા મેસેજ નંબર ના આધારે સર્ચ કરીને દરોડા પાડયા અને એક કલાકમાં યુસુફ અને તેના સાથીદારોને પકડી લીધા. તેમજ માહિતીના આધારે અલગ-અલગ જગ્યાએ રેડ પાડીને ગુનેગારોને પકડી લીધા.
બાર વાગે સર્વદલીય શાંતિ રેલી વિના વિઘ્ને નીકળી અને સાંજના ટીવી સમાચારમાં પોલીસ કમિશનરની પત્રકાર પરિષદના સમાચાર હતા. કમિશનરે આ આતંકવાદી અને તેના સાથીદારોની ધરપકડ તેમની રેલીમાં ધમાલ તેમજ અન્ય જગ્યાએ વિસ્ફોટ કરવાના કાવતરાની વાત કરી. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રથમ ને આવેલા એક અજાણ્યા મેસેજના આધારે પ્રથમની સમયસુચકતાથી અમદાવાદ સહીસલામત થયું છે. તે માટે એ મેસેજ આપનાર અને પોલીસ ઇન્સ્પેક્ટર પ્રથમને ધન્યવાદ આપ્યા. તેમજ પ્રથમને આ કાર્ય બદલ પ્રમોશન મળે તે માટે ભલામણ કરી છે..જય હિંદ. વંદેમાતરમ.