STORYMIRROR

Tirth Shah

Drama

4  

Tirth Shah

Drama

મારો શો વાંક ?

મારો શો વાંક ?

6 mins
682

" હા, સાંભળોને શ્રેયને સ્કૂલ નથી જાઉં. કાલે પણ ગયો હતો નહીં તેમજ આજે પણ જવું નથી. ગયા અઠવાડિયે રજા પાડી હતી, લાસ્ટ મંથમાં કેટલીય રજા પાડી.. ! જ્યારથી સ્કૂલ બદલી છે ત્યારથી ભણવામાં ધ્યાન આપતો નથી. સ્કૂલ જતો નથી, ભણતો નથી, ચૂપચાપ બેસી રહે છે, મારી સાથે પણ વાતો કરતો નથી. મને લાગે છે તમે આજે રાત્રે સમજાવો ! " ....એમ શ્રેયની મમ્મી રીનાએ તેમના પતિ રાજનને કીધું.

સામે રાજને વળતો જવાબ આપ્યો ' હું, આજે એને સમજાવીશ ! પણ તું એને બોલતી નહીં અને કશું કહીશ નહીં..હવે એને હું મારી રીતે એને હેન્ડલ કરીશ !

રાતના આઠ વાગ્યા છે. શ્રેય તેના રૂમમાં છે, રીના રસોઈની તૈયારી કરે છે અને રાજન ઘરે આવી ગયો છે. ચોથા માળે બારી બહાર રાજનના પિતા બેઠા છે અને ધીમા અવાજે જુના ગીતો સાંભળે છે. રીના અંદર તેની સાસુ સાથે કામ કરે છે. મસ્ત શાંતિ ભર્યું વાતાવરણ ઘરમાં છે અને રાજન ફ્રેશ થઈ ટી.વી ચાલુ કરે છે. 

" હેય, શ્રેય.. બહાર આવજે ! જો ડેડી આજે તારા માટે શું લાવ્યા ? બહાર આય, મને આજે મન થયું મારા શ્રેય માટે કશુંક લાવું એન્ડ તું કહેતો હતોને ' ડેડા, મારા માટે બહુ ચોકલેટ લાવજો.. બિસ્કીટ્સ એન્ડ મેની મોર...તારા માટે આજે બધું લાવ્યો, ચલ બહાર આય. જો દાદા તારી ચોકલેટ લેવા લાગ્યા જલ્દી બહાર આય બેટા ! જો બા રાડો પાડે છે કે છે ' મારો લાલો કેમ આજે ચૂપ છે ? મારો લાલો કેમ આજે સાંભળતો નથી ? મારો લાલો કેમ આજે શાંત થઈ ગયો ? મારો લાલો કેમ આજે બોલતો નથી ? '

બધા શ્રેયને એકપછી એક બોલાવે છે પણ શ્રેય બહાર આવતો નથી. રીના દરવાજો ખખડાવે છે, બૂમો પાડે છે. રાજન તેને મનાવવા માટે કેટલુંય કહે છે તેના દાદા તેને લાડકોરથી બોલાવે છે. 

 પછી, અંદરખાને ડર લાગે છે ક્યાંક શ્રેયને ? દરવાજો ખખડાવે છે, દરવાજાને લાત મારે છે, દરવાજાને જોરજોરથી લાતો મારે છે. રીના રડે છે અને રાડો પાડે છે,જોડે તેની બા રડે છે અને તેમના પાડોશીને બોલાવે છે. દાદાનું એ જૂનું ગીત બૂમાબૂમમાં સંભળાતું નથી. રાજન રડવા જેવો થઈ જાય છે અને દરવાજાને લાતો મારતો રહે છે. 

ફ્લેટના બધા ભેગા થઈ ગયા છે. રાજન તેની રીતે ટ્રાય કરતો રહે છે, બાજુ વાળાએ પોલીસને ફોન કરી દીધો છે અને ફ્લેટ આખો ઘરમાં જમા થઈ ગયો છે. અડધો કલાક થઈ ગયો છે અને રીના રડીરડીને અડધી થઈ ગઈ છે.

 આ બાજુ શ્રેયના રૂમનો દરવાજો કોઈ પડોશીએ તોડી નાંખ્યો. અંદર રૂમમાં પંખો ચાલુ હતો, લાઈટો બંધ હતી, બાથરૂમની લાઈટ ચાલુ હતી અને બહારની બારી ખુલ્લી હતી. શ્રેયની તિજોરી વેર-વિખેર હતી અને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બધા એકસામટા અંદર ગયા, લાઈટ ચાલુ કરી અને બાથરૂમનો દરવાજો પણ તોડી નાંખ્યો. અંદર લાઈટ બંધ હતી અને પાણીનો નળ બંધ હતો.. શ્રેય બાથટબમાં ગળાડૂબ પાણીમાં ડૂબેલો હતો અને કોઈ સૂઝબૂઝ હતી નહીં.

તેને તાત્કાલિક બહાર કાઢ્યો, શરીર લૂછીને તરતજ નજીકના ડોકટર પાસે લઈ ગયા. રાજન અને રીના મારતી ગાડીએ ભાગ્યા અને આ બાજુ બા-બાપુજી ઘરે હતા. શ્રેયની સારવાર ચાલુ થઈ ગઈ. રીના અને રાજન દવાખાનાના બાંકડે બેઠા છે અને ચોધાર આંસુએ રડી રહ્યા છે તેમને એ ખબર ના પડી તેમનો બાર વર્ષનો દીકરો આમ કેમ ? એને શુ થઈ ગયું અને શું દુઃખ આવી પડ્યું ?

ચાર દિવસ સુધી શ્રેયની સારવાર ચાલી અને છેવટે શ્રેયને રજા આપવામાં આવી. રજા આપતા પહેલા ડોકટર એ.કે. વ્યાસે રાજનને એક સલાહ આપી.

 ' મારા અંગત મત મુજબ તમે શ્રેયની સ્કૂલ અને તેના તમામ મિત્રો વિશે જાણ કરો ! શ્રેયની માનસિક હાલત હાલ સ્થિર નથી એટલે તમારી રીતે તપાસ કરો. શ્રેય સાથે એવું શું બન્યું છે તેની તપાસ આદરો.. આ સમય શ્રેય માટે વળાંક સ્વરૂપ છે અને આ ગાળામાં બાળકને સાચવવા માતા-પિતા માટે જવાબદારી બની જાય છે. '

શ્રેયને ઘરે આવે પણ સાતેક દિવસ થઈ ગયા, એની જોડે ઘર તરફથી વ્યવહાર એકદમ સરળ હતો. એને કોઈ વાતે પ્રેશર કરતા નહીં અને જાણે કશું બન્યું નથી તેમ ! શ્રેયને સ્કૂલ તરફથી મેસેજ આવ્યો ' શ્રેયને કાલે મોકલજો એક પ્રોજેકટ છે એન્ડ શ્રેયને હવે સારું છે.. માટે કાલે એને ખાસ મોકલજો ! '

આ બાજુ શ્રેયને સ્કૂલ જવું હતું નહીં. ફરી એજ પ્રશ્ન સામે આવી ગયો ' શ્રેયને સ્કૂલ કેમ જવું નથી ? '

શ્રેય જવા માટે રેડી નથી અને રીનાએ આખીય વાત કહી દીધી છે. રાજને એક પ્લાન નક્કી કર્યો, તે મુજબ ' શ્રેયની સ્કૂલમાં એને કીધા વગર જવું અને તપાસ કરવી ! '

એક ચોંકાવનારી ઘટના સામે આવી..

એ પ્લાન મુજબ રાજન અને રીના બપોરે એક વાગે શ્રેયની સ્કૂલમાં ગયા. એ દિવસે શ્રેય સ્કૂલમાં ગયો હતો અને તેને ખબર હતી નહીં. તેના કલાસ ટીચર દવે મેડમથી વાત જાણવા મળી..

દવે મેડમએ કીધું ' શ્રેય તેના ગણિતના સર સાથે ડરે છે તેમજ તેમને જોઈ ડઘાઈ જાય છે. અમને એમ એને ગણિત હાર્ડ લાગતું હશે અને તે નોર્મલ વાત છે. આમેય ગણિતના પટેલ સર આમ જરા સ્વભાવે કડક છે. આખીય સ્કૂલ તેમનાથી ડરે છે, મારી સામે એવી વાત જાણવા મળી હતી કે....

' ગયા મહિને પટેલ સરે શ્રેયને બરાબરનો માર્યો હતો તેમજ તેની જોડે મજાક કરી હતી. આખાય ક્લાસની વચ્ચે તેનો શર્ટ ઉતારી દીધો હતો અને તેનું પેન્ટ કાઢવા જતા હતા...પણ, મારી નજર પડી અને મેં શ્રેયને બચાવી લીધો.. મને મનમાં એમ તમે સાંજે આવશો પણ તમે આવ્યા નહીં એટલે કેસ મેં બહાર કાઢ્યો નહીં. શ્રેયને બહુ હેરાન કરે છે એવું મને લાગે છે. મારે તમને એ વિશે વાત કરવી હતી પણ...હું કરી શકી નહીં. '

આ સાંભળી રાજનનો પિત્તો ગયો અને સીધો પટેલ સર પાસે ગયો. પટેલ સર જોડે ઓફિસમાં ગયા અને વાત આખીય જાણી. શ્રેયને બોલાવવામાં આવ્યો અને શ્રેયે ઘટસ્ફોટ કર્યો.

શ્રેય : આ સર, મને મારે છે. મને હેરાન કરે છે મારા કપડાં ઉતારી દીધા હતા અને મારી સામે ગંદી રીતે દેખે છે. મને બેકાર મેસેજ અને વિડીઓ મોકલે છે. મને એવું કીધું હતું ' આ બધું તારા પેરેન્ટ્સને ખબર પડવી જોઈએ નહીં નહિતર તને.......સમજી જજે !

પટેલ : એ..શું બકવાસ કરે છે. મેં ક્યારે તને આવા મેસજ કર્યા અને મેં ક્યારે કીધું ? મને એમ થાય છે આજના બાળકો કેવા બની ગયા છે ! શું બોલે છે એ ખબર પડતી નથી..

શ્રેય : કહું પેલી વાત..... ( રાજનની સામે જોઈ )

એટલું કહેતા રીના સર પર ત્રાટકી, સરને પહેલા બધું બોલી અને પછી લાફો ઝીંકી દીધો. શ્રેય જોડે છેલ્લા અઠવાડિયામાં શું બન્યું એના પર કેવી વીતી છે..તમે એવું શું કરી દીધું જેના કારણે....તમારા પર કેસ થશે અને નોકરી, ઈજ્જત બધું ગયું. મારા દીકરા જોડે શુ કરતા હતા અને કેવા મેસેજ મોકલતા હતા એ બધું સામે આવશે ! હવે તારો વારો એમ કહી ફરી લાફા મારે છે. 

 કેસ થયો અને તપાસ ચાલુ કરી અંતે એ વાત જાણવા મળી, ' સરે શ્રેયને ઘણા ખરાબ મેસેજ કર્યા હતા. શ્રેય સાથે ખરાબ વ્યવહાર કરતા હતા અને શ્રેયને માનસિક ત્રાસ આપતા હતા. સરની તમામ વાતો બહાર આવી અને તેમાં જાણવા મળ્યું તેમને એક પ્રકારનો વિકાર હતો. જેમાં તે સુંદર દેખાતા અને સારા ઘરના તરુણ બાળકો પ્રત્યે....આગળ કહેવાની જરૂર નથી. 

એવા માનસિક વિકારવાળા વ્યક્તિ બધે નજરે ચઢે છે. જે આપણી આસપાસ જોવા મળે છે જેમાં સગા, ટીચર, પાડોશી, અંગત મિત્રો, કલીગ, બાબા..... આ વ્યક્તિ એવા હોય છે જેની જાણ સુદ્ધા હોતી નથી તેમજ શક જતો નથી.

આજના ઓનલાઈન બાળકોને એટલું કહેવું બને ત્યાંસુધી બધું પેરેન્ટ્સ સાથે શેર કરો. સ્કૂલ, ટ્યૂશન જેવા સ્થળે શું થાય છે તે ધ્યાને લેવું, ક્યાં જાય છે કોની જોડે વાતો કરે છે, શું જોવે છે, કેમ ચૂપ રહે છે.

આજે ઘરનું વાતાવરણ આનંદિત છે. દાદા તેમના જુના ગીતો સાંભળે છે તેમજ રીના હલવો બનાવે છે અને રાજન શ્રેય સાથે નીચે ગાર્ડનમાં બેઠા છે. શ્રેય હળવા અંદાજમાં બેઠો છે અને રાજન તેના સ્મિત પર કુલડેડી બની બેઠો છે. 

ત્રીજા દિવસે ન્યૂઝમાં આવ્યું, પટેલ સર નામની વ્યકિતએ આપઘાત કરી દીધો અને માત્ર એટલું લખ્યું ' મારો શો વાંક ? '


Rate this content
Log in

Similar gujarati story from Drama