Ishita Raithatha

Drama

4.5  

Ishita Raithatha

Drama

મારી કવિના ભાગ - ૨

મારી કવિના ભાગ - ૨

10 mins
193


 રાજેશભાઈ અને શાંતિલાલની પણ હવે વધારે ઉંમર થઈ જવાના લીધે તે પણ હવે બહું કામ નથી કરી શકતા.

કોમલ અને શ્રીલેખાના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ બંને બહેનો રાજેશભાઈ અને કવિના અને શાંતિલાલનું બહું ધ્યાન રાખતા હોય છે. શ્રીલેખાતો બાજુમાંજ રહેતી હોય છે, જેથી વધુ ધ્યાન રાખી શક્તિ હોય છે.

            કવિના જોઈ નથી શકતી, પરંતુ ભગવાને તેને ખૂબ સુંદર કળા આપી હોય છે, કવિના ખુબજ સરસ ચિત્રકાર હોય છે. જેને કોઈ રંગ કે આકારની કંઇજ નથી ખબર છતાં પણ ખૂબ સારા ચિત્ર બનાવે છે. કવિનાએ સવપ્રથમ મનિલાબેનનું જ ચિત્ર બનાવિયું હોય છે, અને એ પણ ખુબજ સુંદર. મનિલાબેન તો જાણતા જ હતા કે કવિના પાસે આ આવડત છે, માટેજ તેને રાજેશભાઈને પણ ખબર પડે તેવી પરિસ્થિતિ કરી, જેથી રાજેશભાઈને પણ ખબર પડી અને ત્યારથી તે પણ કવિનાના આ શોખ માટે કવિનાને પોતાનો સમય આપતા.

            કવિના ડગલેને પગલે મનિલાબેનને મહેશુસ કરતી. કવિના મનિલાબેન સાથે વાતો પણ કરતી, અને મનિલાબેનએ કવીનાને ખુબજ સુંદર રીતે જીવતા સિખવિયું હતું. કવિના ક્યારેય પણ બહાર અક્લી જાય તો ક્યાંય ભટકાતી પણ નહીં અને કોઈને ખબર પણના પડતી કે આ છોકરી જોઈ નથી શકતી. મનિલાબેન કવીનાના પડછાયાની જેમજ તેની સાથેજ રહેતા. ભગવાન પણ માતા અને પુત્રીના પ્રેમ વચ્ચે આવીના શક્યા. ભગવાનની શક્તિ કરતા માની મમતામાં શક્તિ વધુ હોય છે.

              મુંબઈમાં ડ્રોઈંગની હરીફાઈ હોય છે, માટે શ્રુતિનો ફોન આવે છે, અને રાજેશભાઈ કવિનને લઈને મુંબઈ જાવા રાજી થય જાય છે. પણ કવિના નથી માનતી, તે. ના પડે છે. કોમલ અને શ્રીલેખા કવિનાને માનવે છે કે તારી આ આવડત માટે "બા" એ ઘણી મહેનત કરી છે. તારે આપડી બા માટે જવું પડશે.

             આટલું કહીને કોમલ તરત બંનેની બેગ પેક કરવા લાગે છે. અને શ્રીલેખા શાંતિલાલ ને પોતાના ઘરે લઈ જાય છે. કવિના નથી માનતી, શ્રીલેખા સમજાવે છે કે અમારા તો લગ્ન થઈ ગયા છે, બા ને અમારી ચિંતા નથી, એને તારી ચિંતા છે, તું હજી પણ બા ને અનુભવી શકે છે. તારી આ કાળા ની જાણ પણ મને બા એ જ કરી હતી. તું પણ તારા પગભર થઈ જા, તો બાને પણ હવે મોક્ષ મળે.

             આ સાંભળીને કવિના તરત મનિલાબેન સામે જોવે છે, કવિના બીજા કોઈને ભલેના જોય શકે પણ મનિલાબેનને તો પેલેથી જોઈ શકે છે. મનિલાબેન પણ તેના માથે હાથ ફેરવે છેને જવાની રાજા આપે છે. કવિના અને રાજેશભાઈ મુંબઈ જાવા તૈયાર થાય છે. 

              સ્પર્ધા તો ૪ મહિના પછી હોય છે, પણ શ્રુતિની ઈચ્છા હતી કે ભાઈ તમે અને કવિના ઘણા વખતથી અહીં નથી આવ્યા તો વેલા આવો, આપડે અહીં સાથે રેશું, કવિના અને રાજેશભાઈ બંને શ્રુતિનું માન રાખવા વેલા જાવા નીકળે છે.

              મુંબઈ પહોંચે છે ત્યાં શ્રુતિ અને શ્રેય તેડવા આવી ગયા હોય છે. બંને ભાઈ બહેન ઘણા વખત થી મળ્યાના હોય માટે મળીને ખૂબ રડે છે. ત્યાં કવિનાને યાદ આવે છે કે મારી મીની ક્યાં ગઈ? મીની મીની એમ રાડો પણ પડે છે, ત્યાંતો મનિલાબેન મીનીને લાયને આવે છે.

              માણસો મનિલાબેન જેવી શક્તિને ઓળખી નથી શકતા, પણ પ્રાણીઓ આવી શક્તિને અનુભવી શકે છે. માટે મીની પણ મનિલાબેનને અનુભવી શકે છે. બધા ઘરે જાય છે.

          અહીંથી, કાવિનાના જીવનની નવી સરૂવાત થવાની હોઇ છે, જેનાથીતે અજાણ હોય છે, વિધાતાએ બધાના લેખ લખેલાજ હોય છે, આપડે એની ખબર નથી હોતી. આપણે થોડી ધીરજ રાખવી જોઈએ, અને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ.

         શ્રુતિ અને શ્રેય, મુંબઈમાં, કાંદિવલીમાં શંકરગલીમાં મની ટાવરમાં 'A' વિંગમાં રહેતા હોય છે. બધા ઘરે આવે છે, શ્રેય અને શ્રુતિ એકલા જ રહેતા હોય છે. માટે તે તેના નજીકના કોઈ સગાને તકલીફ હોઈતો અહીં લાય આવતા અને એમનું ધ્યાન રાખતા. શ્રેયના માસીની દીકરી અને તેનો પતિ થોડા વર્ષો પેલા ગુજરી ગયા હતા, માટે શ્રેય તેના દીકરા, દીકરી અને બા ને મુંબઈ લઇ આવ્યો અને બાજુમાં 'D' વીંગમાં રહેવા માટે ફ્લેટ લાઇ દીધો હતો, જેથી આરામથી ધ્યાન રાખી શકે.

          કવિનાની મીની પાછી ખોવાઈ જાય છે, માટે કવિના બધાને કહે છે કે તમે ઉપર જાવ, હું મીનીને લાઇને આવું છું. બધાને વિશ્વાસ હોય છે કે કવિના જાતે ત્રીજે માળે આવી જાશે. માટે બધા જાય છે. કવિના મીનીને ગોતતી ગોત્તી બગીચામાં જાય છે, અને ત્યાં મીની મળી પણ જાય છે. પછી તે થોડીવાર ત્યાં બગીચામાં મીની સાથે બેસે છે. ત્યાં તેની બાજુમાં જીમી કસરત કરીને થાકી જવાથી ત્યાં બેસે છે, જીમીનું ધ્યાન તેના ફૉનમાં હોય છે, અને કવિના મીનીની સાથે સવારના બીજા પક્ષીના કલરવની મજા લેતી હોય છે.

          એટલામાં જ કવિનને પોતાના પગ પાસેથી કંઇક પસાર થતું હોય તેવું લાગ્યું, અને જીમી પણ તે જ સમયે ઊભો થવા જાય છે, કે કવિના તેનો હાથ પકડીને તેને બેસાડી દે છે. અને કહે છે કે ઓ મિસ્ટર. ફૉનમાં આટલા બધા ઓતપ્રોત છો કે આજુબાજુમાં કંઈ દેખાતું જ નથી.

           આ સાંભળીને જીમીને ગુસ્સો આવે છે, અને કહે છે કે, ઓ મિસ, દેખાતું તો તમને નય હોય, હું તો મારું કામ કરું છું અને એ પૂરું થઈ ગયું માટે હવે જાવ છું. અને તમારામાં કંઈ સભિયતા છે કે નય? આમ કોઈ નો હાથ ખેંચાઈ? 

           કવિના કહે છે, હા સાચી વાત છે કે, હું જોઈ નથી શક્તિ, પરંતુ, ભગવાનએ મને બીજી શક્તિ ઘણી આપી છે, જેને લીધે મેં અનુભવાયું કે મારા પગ પાસેથી સાંપ નીકળ્યો. તેજ સમયે તમે ઊભા થવા જતા હતા, માટે મેં તમારો હાથ પકડ્યો અને બેસાડ્યા, નહિતર તે તમને ડંખી જાત.

           આ સાંભળતા જીમી વિચારમાં પડી જાઈ છે કે મારાથી બહું મોટી ભૂલ થઈ ગઈ. અને માફી માગવા માટે વિચારે છે, ત્યાંતો કવિના મીનીને લઇને જતી રહે છે. જીમી આજુબાજુમાં ગોતે છે પણ તે નથી મળતી. જીમીને ખૂબ અફસોસ થાય છે. અને પાછળ જોવે છે તો સાચે થોડે દુર એક સાંપ દેખાય છે. જીમીને ખૂબ અફસોસ થાય છે.

           કવિનાનું દિલ ખૂબ મોટું હોય છે. તે કોઈને માફી માગવા દેવા જેવું રહેવાજ નથી દેતી, કોઈ તેની માફી માગે તે પેલા માફ કરી જ દે છે.

           આવી હતી કવિના અને જીમીની પહેલી મુલાકાત, બંને ભવિષ્યથી અજાણ હતા. વિધાતાના લેખ તો વિધાતા જ જાણે, બાકી આ મુલાકાત શું પહેલી અને છેલ્લી મુલાકાત જ રહેશે કે પછી બંને પાછા મળશે? 

     કવિના અને બધા નાસ્તો કરતા હોય છે. ત્યારે શ્રેય પૂછે છે કે, કવિના, તારું સવથી સારું ચિત્ર ક્યું છે? તે જ તું સ્પર્ધામાં દોરજે. કવિના કહે છે કે, મારૂ સારું ચિત્ર તો મારી "બા" નું જ છે. અને બીજા ઘણા ચિત્રો સારા છે પણ એમાંથી એક છે, એ હું પૂરું નથી કરી શકી. એ એક જુવાન છોકરાનું છે.

         તેની આંખ, નાક એ હું દોરી શકી છું પણ આગળ કંઈ નથી સમજાતું, ઘણી વાર એનો વિચાર કર્યો પણ આનાથી આગળ કંઈ નથી સમજાતું. બધા તેને કહે છે, કે તું ચિંતાના કર, આ ચિત્ર પણ તું પૂરું કરીજ લઇશ. કવિના શ્રુતિને કહે છે કે આજે તો ફઈ હું જ રસોઈ બનાવીશ, શ્રુતિના પાડે છે પણ કવિના માનતી જ નથી. પછી કવિના રસોઈ બનાવીને નીચે પાછી મીની સાથે બગીચામાં જાય છે.

          ત્યારે જ જીમી શ્રુતિના ઘરે આવે છે, બધાને મળે છે ને શ્રેય રાજેશભાઈ સાથે ઓળખાણ કરાવે છે. પછી શ્રુતિ જીમીને જમીને જ જાવાનું કહે છે, જીમી ખૂબના પાડે છે, પણ શ્રુતિ નથી માનતી. શ્રેય, રાજેશભાઈ અને જીમી સાથે જમવા બેસે છે. જીમી જમવાના ખૂબ વખાણ કરે છે, ત્યારે શ્રુતિ કહે છે કે, આ તો અમારી કવિના એ બનાવી છે. પછી શ્રુતિ કવિનાની ઓળખાણ જીમીને કરાવે છે. તરત જીમીને યાદ આવે છે કે હા હું એને આજે જ સવારે મળિયો હતો, એને મારો પણ જીવ બચાવ્યો હતો.

          એ છે ક્યાં? મારે અને મળવું છે, શ્રેય કહે છે કે એ તો નીચે બગીચામાં બેઠી છે. જીમી બારીમાંથી નીચે જોવે છે તો કવિના, પ્રિયા સાથે વાતો કરતી હોય છે, જીમી તરતજ નીચે જાય છે પણ ત્યાં કવિના કે પ્રીયા કોઈ હોતા નથી. જીમી આજુ - બાજુ ગોતે છે પણ કોઈ દેખાતું નથી. પછી ઉદાસ થઈને ઘરે જાય છે, તો ત્યાં તે પ્રિયા અને બાને વાતો કરતા સાંભળે છે કે, પ્રિયા અને કવિના આજે મળ્યા હતા અને બા એ દીદી, શ્રુતિમામીના ભાઈની દીકરી છે. અનેએ આપણી ઘરે પણ આવ્યા હતા. આ સાંભળીને જીમી થોડો ખુશ થાય છે.

          બીજે દિવસે જીમી સવારે બારે જાતો હોય છે ત્યારેતે પાછો કવિનાને મળે છે. તેને મળીને સોરી કહે છે. કવિના કહે છે કે, કંઈ વાંધો નઈ. આમ કહીને મીનીને લઇને નીકળી જાય છે. પણ ત્યાં પાછો જીમી બોલાવે છે કે, કવિના,,,, કવિના ઉભી રહી જાય છે, તો જીમી કહે છે કે, જેટલું સુંદર તારું દિલ છે એનાથી પણ વધારે તું સુંદર છે. કવિના થોડું સરમાઈ છે, ને જતી રહે છે. પણ જીમી તો ત્યાં ઊભો ઊભો તે જ્યાં સુધી દેખાઈ ત્યાં સુધી જોયે જ રાખે છે. મટકું માર્યા વગર જોતો જ રહી ગયો. આવો અનુભવ તેને પેલા ક્યારેય નોતો થયો. 

          આમ રોજ સવારે જીમી અને કવિના બગીચામાં મળતા, ધિરે ધીરે બંને સારા મિત્રો બની ગયા. થોડા દિવસ પછી જીમીના મમ્મી, પપ્પાની તિથિ આવી, ભાનુબેન એ શ્રુતિને ફૉન કરીને કીધું કે કાલે બધા એ અહીંજ જમવાનું છે, આ વાતની કવિનાને ખબર પડી, એ ખુબજ ખુશ થઈ ગઈ. જીમીને પણ ખબર પડી કે કાલે કવિના ઘરે આવશે, બંને જણાને એક બીજાના વિચારમાં ને વિચારમાં નીંદર પણના આવી, અને સવાર થઈ ગયું.

          કવિના ખૂબ ખુશ હતી અને જલ્દી તૈયાર થઈને જીમીના ઘરે પોંચિ જાય છે. ત્યાં પોચીને બાને પગે લાગી, ને પૂછીયું કે પ્રિયા ક્યાં? બા એ તેનો રૂમ દેખાડ્યો, કવિના ત્યાં જાય છે પણ જીમીના વિચારમાં ને વિચારમાં તે ભુલ થી જીમીના રૂમમાં જ જતી રહે છે, મનિલાબેન જાણતા હોય છે છતાં તેને રોકતા નથી, કે એમ કે તે પણ બંનેની લાગણી જાણવા માગતા હોય છે. કવિના રૂમમાં જાય છે, જીમીને પ્રિયા સમજીને તે બાજુમાં બેઠી અને પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો, મનિલાબેન આ જોયને બહું ખુશ થતા હતા. 

           જીમિતો સૂતો હતો, પણ અચાનક આટલા પ્રેમથી કવિનાનો હાથ માથે ફર્યો તો તરત ઊઠી ગયો, અને કવિનાને પોતાની આટલી નજીક જોયને ખૂબ ખુશ થાય છેને પોતે પણ કવિનાનો હાથ પકડીલે છે. બંનેના દિલના ધબકારા જોરજોરથી ધડકવા લાગે છે, જાણે બાર આવી જાશે. અચાનક બાનો આવાજ આવે છે અને બંને તરત એકબીજાનો હાથ મૂકી દે છે. કવિનાને પણ હવે સમજાઈ છે કે પોતે ભૂલથી જીમીના રૂમમાં આવી ગઈ. અને સરમાઇને જતી રહે છે, જીમી પણ સારમાઈ જાય છે અને બોલી ઉઠે છે કે આજેતો તુ હાથ મુકાવીને ભાગી ગઈ, પણ હવે તારો હાથ જ્યારે પકડિસ ત્યારે જીવન ભર માટે પકડીસ, છોડાવીને જવા નઈ દવ.

          આટલું કહીને જીમી તૈયાર થવા ગયો. થોડીવારમાં બહાર આવ્યોતો કવિના રસોઈ બનાવતી હતી, જીમીતો બસ તેને જોયા જ રાખતો હતો, થોડીવાર પછી કવિના બોલી, જીમી આટલું બધું શું જોવે છે? ક્યારેય કોઈ છોકરીને રસોઈ કરતા નથી જોઈ? જીમી એ કિધુકે, તને કે એમ ખબર? કવિના થોડું હસી અને બોલી મને મારી બા એ કીધું. જીમીએ પુછીયું ક્યાં છે તારી બા? કવિના એ કીધું કે તને ખબર તો છે કે મારી બા મનેજ જ દેખાય છે, બાકી કોયને નઈ. હા,હા મને ખબર છે કે સાસુમા ખાલી તને જ દેખાય છે બાકી કોઈને નઈ.

            પોતાની ધૂનમાંને ધૂનમાં બોલાઈ તો ગયું પણ હવે? જીમીને કંઈ સમજણ ન પડી માટે, તે તો ત્યાંથી નીકળી ગયો, કવિના અને મનિલાબેન ખુશ થાય છે. શ્રેય આ બધું જોતો હોઈ છેને તેને અચાનક યાદ આવે છે કે, કવિનાનું જે અધૂરું ચિત્ર છે તેની અને જીમીની આંખ સરખી જ લાગે છે, તે સમજી જાય છે કે આ તો ભગવાનનો ઈશારો છે,જીમી અને કવિના એકબીજા માટે જ બંનેલા છે. પછી બધા જમીને નીચે મંદિરે જવા નીકળે છે, ત્યારે રાજેશભાઈને યાદ આવે છે કે, કવિનાને જમવાનું બાકી છે હું તેને લઇને આવું છું. કે તરત જીમી બોલે છે કે અંકલ, મારે પણ જમવાનું બાકી છે, હું તેને લઇને આવીશ.

              રાજેશભાઈ કંઇ બોલેતે પેલા શ્રેય કહે છે કે હા એ બરાબર છે, અને રાજેશભાઈને લાઇને જાય છેને રસ્તામાં બધી વાત કરે છે કે મને આવું લાગે છે કે જીમી અને કવિના એકબીજાને પસંદ કરે છે, અને એમાં કંઈ ખોટું નથી, જીમી બહું સારો છોકરો છે અને હું પણ અહીં છુંને કવિનાનું ધ્યાન રાખીશ. રાજેશભાઈ વિચારે ત્યાં તો મંદીર આવી જાય છે.

             આ બાજુ, કવિના અને જીમી સાથે જમે છેને જાણે એ લોકોનું મોન પણ એકબીજાને ઘણું કહે છે. બંને આજે એકબીજા માટે પોતાનો પ્રેમ કહેવા માંગતા હતા. પણ કહીના શક્યા. શ્રેયનો ફૉન આવે છે માટે બંને કંઈ કીધા વગર મંદિરે જાય છે. ત્યાંથી છુટા પડે છે ત્યારે શ્રેય, જીમીને કહે છે કે કાલે કવિના ચિત્રની બહું મોટી સ્પર્ધામાં ભાગ લેવાની છે, જો તું ફ્રિ હોય તો આવજે.

             જીમી આ સાંભળીને બહું ખુશ થઈ જાય છે. અને વિચારે છે કે કાલેતો હું મારા દિલની વાત કવિનાને કઈજ દઈશ.

      આજે મનિલાબેન અને કવિનાનું સપનું પૂરું થવા જાવાનું છે, સવારે બધા સ્પર્ધા માટે નીકળે છે, જીમી પણ કવિના માટે ફૂલોનો બુકે લઈને તેને મળવા માટે જાય છે, અને આ બાજુ કવિનાને એમ થાય છે કે, જતા પેલા હું જીમીને મળીને મારા મનની વાત કહીદવ માટેતે જીમીના ઘરે જાય છે, અને જીમી શ્રેયના ફ્લેટ નીચે રાહ જોતો હોય છે. જીમી કે બા બંને ઘરે નહોતા, આ વાત ની ખબર તેના પાડોશી અશોકભાઈને પડી, તે સમયેતે દારૂના નશામાં હતા. તેને જોયું કે પ્રિયા ઘરે અકલી છે, અને એ જોયને અશોકભાઈને આ તકનો લાભ લેવાનો વિચાર આવ્યો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama