મારા વિચારોનું આકાશ
મારા વિચારોનું આકાશ


મારા વિચારોનું આકાશ એટલું વિસ્તરેલું છે કે જોવું જ્યાં ત્યાં તો કોઈ જ કિનારા નથી. મારા મનની મેડી ને કોઈ દરવાજા નથી. ખડક અવિરત છે ને નીચી ડેલીને ઉંચા મિનારા નથી અને ઉડવા પાંખો નથી અને દરિયાની જેમ ઉછળી ને ખળ ખળ વહેતા ઝરણાને સમાવું સરિતા સંગ પણ સાગરે ઉમટેલી સરિતાને બાંધવા કોઈ કિનારા નથી. દિલમાં ભાવનાઓથી ઉછળતા મોજાઓના કોઈ કિનારા નથી. ફોગટ ફેર વહી રહી આ જિંદગીને જાણે ને વળી મન મહી પ્રજવલિત જ્વાલા અવિરત પરોપકાર ની જલતી રહી. રાખની અંદર ઠરેલી આગ ના અંગારા સળગતા વરના મુજ સમીપ આટલા ધુમાડા ક્યાંથી? જીવું છુ સતત દ્રશ્ય ને અદ્રશ્ય ની દુનિયામાં કોઈ કલ્પનાની રચનાઓમાં અને વહુ છું ભાવનાઓની વાસ્તવિકતામાં અને છતાંય બધુજ શૂન્ય લાગતું મને. મારી જિંદગીમાં હજુ ચિત્ર માં રંગ પુરાણા નથી એક ખુણો ખાલી ખાલી લાગે છે આ દુનિયાના મેળામાં. આથમતા આ સૂર્યને જોઉં છું સતત ને સતત અને કંઈક આથમે છે મારી અંદર ધીમે ધીમે. જિંદગીના આ અંધારા ને ઓગાળવા હવે કોઈ અજવાળા નથી ક્યાંય.
દંભના મોહરા પહેરી બની બેઠેલા સથવારા હાથ ઝાલ્યા નો ભ્રમ જાણે સતત મને કોરી ખાય છે. હું..હું..ને હું..જ આસપાસ મારી સાથમાં હવે કોઈ પડછાયા પણ નથી હું ને મારા વિચારો નું અંનત આકાશ એ જ મારી દુનિયા છે.