મારા ગામનો ઉનાળો
મારા ગામનો ઉનાળો
મારું ગામ એટલે સુંદર મજા નું ,એમાંય મારી વાડી તો નદી કિનારે આવેલી
એમાંય મારું નળિયાંવાળું ઘર, એક બાજુ નદી, સામે પર્વત, અને વચ્ચે તળાવ ,એવા ખૂબસૂરત વાતાવરણ વચ્ચે મારું નલિયાવાળું બેઠા ઘાટ નું ઘર,. મને આમ તો બધી ઋતુ ગમે પણ શિયાળા માટે મને બહુ પ્રેમ, જો કે ઊનાળો ય મારો લાડકો, મને બહુ વ્હાલો લાગે ,કેમ કે, એ કેરી લાવે ,વેકેશન લાવે, લગ્નમાં જવાનું થાય પણ મને તો મારી વાડી છોડી ને ક્યાંય જવું ના ગમે. વાડીમાં કેટલા બધા આંબા ,અને એ પણ ખૂબ નીચા ,એટલે કેરી ઓ તોડવાની ખૂબ મજા આવે .
સવાર થી વાડીમાં જતાં રહીયે.
કાકા ને બળદ ગાડું હતું ,બે બળદ ના દોકે ઘૂઘરા બાંધેલા,
અને જેમ પોતાના સંતાન ને નવરાવી ધોવરવી તૈયાર કરે એમ કાકા બળદ ને નવરાવવા ,અને બળદ ના શિંગડા ને પણ શણગારતા. મારી પાસે ફિલિપ્સ નો રેડિયો હતો, હું અને મારી નાની બહેન ગાડામાં રેડિયો સાંભળતા .સાંભળતા જતા .
શું ફિલિંગ આવતી એનું શબ્દોમાં વર્ણન અશક્ય છે. કેમ કે હદય ફિલ કરી શકે ,પણ એની પાસે શબ્દો નથી.
અને શબ્દો પાસે હદય નથી. પણ પ્લેનમાં બેસવાથી, પણ એ ખુશી નથી મળતી, મને લાગતું હતું કે, દુનિયા ના સૌથી ધનવાન અમે છીએ. ખુલ્લું પ્રાકૃતિક વાતાવરણ, આંબા, લીમડા ,સરગવો ,સવન ,આંબલી, પીપળી ,
રામ ફળી ,સીતા ફળી.,આસો પાલવ. ,જાંબુડી ,લીંબુડી, કઈ કેટલાય ઝાડ હતા .એટલા બધા પંખી ઓ હતા .કાગડો, પોપટ, ચકલી, મેના, કોયલ ,કબૂતર ,બુલબુલ, કેટલાય બધા પંખીઓ અમારા મિત્રો.
ઉનાળામાં, લીમડા ના ઝાડ સાથે બાંધેલ ચબૂતરામાં, પાણી નાખીએ .બધા પંખી ઓ ,પાણી પીવા આવે ,અને એક ટહુકો આપી જાય,
આમ, આંગણા ને ગુંજતું રાખતા .શાયદ, સંગીત સમ્રાટ તાનસેન, પાસે થી તાલીમ લીધી હશે આં કોયલે પણ ,કેટલું સુરિલુ ,કોઈ સંગીત કોન્સર્ટ પણ એવો નહિ હોય ,એવો ભવ્ય મારા વાડી નો નજારો, વાડીમાં કૂવામાં એક મોટર હતી ,એટલે પાણી ધોધ ની જેમ આવતું. અમે કુંડી બનાવી હતી. જે કુંડીમાં ધોધ પડતો, અમે બધા ન્હાતા ,એમાં ખૂબ મજા કરતા,
શાયદ રિસોર્ટમાં,, અને સ્વિમિંગ પુલમાં પણ એટલી મજા નથી આવતી. અને બપોરે ભૂખ લાગે એટલે, લાવેલ ભાતું ખોલતા, રીંગણનો ઓળો, રોટલો, ને છાશ કઢી, ખીચડી, શું મજા આવતી !પકવાનનો સ્વાદ, પણ એના પાસે ફિક્કો લાગે. વળી જમી ને, વડીલો આંબા નીચે ખાટલા ધાળતાં. અને અમે, આંબાની ડાળમાં, આડા અવળા લાકડા રાખી, માળા જેવું બનાવતાં .એના પર, તકિયો નાખીને સૂતા. અને એજ જગ્યા, અમારા માટે, પરિક્ષા સમયે ,સ્ટડી રૂમ બની જતો. તડકો ઓછો થાય એટલે, આખી ટોળકી નદીમાં ન્હાવા પડતા. કૂદકા મારતા ,વીરડો ગાળતા, અને ખૂબ મજા કરતા .ચાર વાગે અમે ગાજર ખોદવા જતા .એને કોશથી ખોદવા પડે, કેમ કે ગાજર જમીનમાં હોય, અને એને કોશથી ખોદવા પડે, પછી ભાંગીને સાફ કરવા પડે, ગાજરની ચાર પાંચ ગાંસડી કરતા .ત્યાર બાદ ,અમે રીંગણા ઉતારવા જતા .એમાંય કેટલીય જાત આવે ,કાંટાળા, કટિયા ,રીંગણા એરડિયા ,રીંગણા ગુલાબી રીંગણા, પછી મરચા ,ટામેટા, એ બધું તો હોય જ. સાંજે અમે પ્રાર્થના કરતા. નમાઝ પડી, રસોઈ બનાવતા. સાદો, અને સાત્વિક, ખોરાક લેતા .રાત્રે, ફળિયામાં, ખાટલા ઢાળીને ,અમે સૂતા. આકાશ નો નજારો, કેટલો સુંદર હોય, સાથે મારો રેડિયો તો હોય જ, વિવિધભારતી, ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશ વાણી રાજકોટ, ને અમદાવાદ ,સાંભળતા. મુકેશ, રફી ,આશા, લતા ,ગીતા દત્ત ,સુરૈયા,, લતાના ગીતો સાંભળતા. ફરી પાછા ,સવારે પાંચ વાગે ઉઠી જતા. કુદરત નો કેવો ભવ્ય નજારો જોવા મળે, વૃક્ષો ,પણ ઊંઘમાંથી ઉઠી ને, આંખો ચોળતા હોય, આં ગુલાબની કળી, ફૂલમાં પરિવર્તિત થતી હોય, અને આં હવા તો, જાણે! ફૂલ ની પાકી મિત્ર, ચારેબાજુ ,આ ગુલાબની સુંગંધ ફેલાવે, પંખીઓ ,ગીત ગાય ,જાણે !સવારે ભક્તિમય વાતાવરણ હોય. મારી વાડી નું,. દૂર આંબા ડાળે, કોયલ ટહુક કરી,, અમને ,સાદ દઈ રહી હોય છે. આં મેના, પોપટ અમારી સાથે વાતો કરવા અધીરા છે .આં ગાય ,ભેંસ ,અમે દૂધ આપવા અધીરા છે. આં અલ્લડ નદી ,પણ અમને, બોલાવી રહી છે. એમના કિનારે અમારા વગર શોર કોણ કરે?? આંબા ની ડાળી, પણ અમારા સ્વાગત માટે અધીરી છે. મારું હદય કહેછે, લાખો કરોડો શુકરનાં તારા ઈશ્વર, કે તારી આવી સુંદર, પ્રકૃતિમાં મને જન્મ આપ્યો .અને શાયદ, આજે હું લખી શકું છું, એ પણ પ્રકૃતિ ની એક દેન છે .હું તને શું આપુ? ઈશ્વર ,મારું તો કઈ નથી, બધું તારું દીધેલું .આ શરીર, આં આત્મા, આં શ્વાસ, પળ, પલ, લે છે તારું નામ.બસ ઈશ્વર,, નત મસ્તકે કરું, તને સો સો સલામ. એક મનુષ્ય જન્મ આપવા માટે, એ પણ પ્રકૃતિની ગોદમાં, લાખો કરોડો શુકરનાં !
