Gediya Girish

Abstract Inspirational Others

2  

Gediya Girish

Abstract Inspirational Others

માનવજાતિ માટે ખતરો

માનવજાતિ માટે ખતરો

4 mins
162


પ્રતિ.

તમને આવનાર વર્ષો આશા નથી સારા જાય, છતાંય કહું છું સારા જાય.

પ્લાસ્ટિક મુક્ત ભારત એ વિચાર જ સૌપ્રથમ તો આ૫ણને ભાંગી નાંખે (તોડી નાખે).૫રંતુ આ૫ણે દેશને પ્લાસ્ટીક મુકત કરીએ એ અઘરુ જરૂર છે ૫ણ અશકય તો નથી જ. હાલની સ્થિતિ એ તો ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટીકના કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

કારણ આપણે વિનાશના માર્ગ પર ખુલ્લા પગ રાખી ચાલીયે છીએ,

સગવડના નામ પર મોત લઈ ફરો છો, ફેશનના નામ પર પોતે પોતાના અને બીજાના માટે મોતને આમંત્રણ આપો છો,

જો તમે સમજીને પણ જવાબ નહિ આપો,

હું પ્લાસ્ટિક વેસ્ટનું કહું છું, અને એના વિશે તમને જાગૃત કરવાં આ પત્ર લખુ છું, જો તમારે જાગૃત થવું હોય તો,

આજ લગભગ આખી દુનિયા આ પ્લાસ્ટિક વેસ્ટથી કંટાળી ગયો છે, દરેક દેશનો માથાનો દુખાવો છે આજ,

આ વેસ્ટ એવો છે જે નાશ નથી કરી શકાતો, કારણ પાણી માં ઓગળતો નથી, જમીનમાં ભળતો નથી, સળગાવો તો ધુમાડો થઇ જીવન માટે ઘાત્તક સાબિત થાય અને વાતાવરણ વધુ દુષિત થાય માટે આ પણ કરી ના શકાય,

તો હવે સમજો કેટલો જીવલેણ છે,

પહેલા આની ઉપત્તી કહું,

પ્લાસ્ટીક’ શબ્દ ગ્રીક ભાષાના ‘પ્લાસ્તિકોજ’ શબ્દ ૫રથી આવ્યો છે. જેનો અર્થ ‘બનાવવુ’ એવો થાય છે. એની શોઘની શરૂઆત ૧૮૬૨માં એલેકઝાન્ડર પાકર્સે ઇગ્લેન્ડમાં કરી હતી. ત્યારથી વર્ષો જતા એના ઘણા સ્વરૂ૫ બદલાયા અને છેવટે ૧૯૭૦માં એનો ઉ૫યોગ ઔઘોગિક તેમજ ઘરગથ્થુ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં થવા લાગ્યો.

આ પ્લાસ્ટિક એટલું જોખ્મી છે કે આપડુ વજુત જતું રહેશે પણ આ પ્લાસ્ટિક નાશ નહિ થાય,

મારે આજ સમજાવું છે તમને : પ્લાસ્ટિક આપડા અને પર્યાવરણ માટે શ્રાપ છે, અને આવનાર પેઢી પણ ખોડ ખાંપણ વાળી આવી શકે આના યુઝ થી એક સર્વેમાં આ ચોકાવનારી બાબત usa માં બહાર આવી હતી જે ઘણા લોકો અને ખાસ કરી મહિલાઓ આ બાબત જાણતા નથી,

હા એટલું જાણે છે સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે બસ, 

એતો વિચારો કેમ પ્રતિબંધ મુક્યો ?

પ્રથમ પ્લાસ્ટિકથી હાનિકારક રસાયણ ફેલાય છે, જેનાથી અસ્થમા, હાઈ બીપી, સ્કિન એલર્જી, આંખો નબળી થવી, બાળક ખોટ ખાંપણ વાળું જન્મે, એને બાળવાથી ઝેરી વાયુઉત્ત્પન થાય જે જાનલેવા છે, આનાથી કેન્સર પણ થાય, બસ આટલામાં સમજો આનાથી વધારે શું કહું,

પ્લાસ્ટિક એ માનવ સર્જિત મોત છે,

જે હાલ આપણે ભોગવી રહ્યા છીએ,

એક સર્વે મુજબ એક શહેરમાં રોજ એક લાખ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે,

તો વિચારો આ બળે તો ?

એમ કહું એ શહેર બીજા દિવસે જોવા નહિ મળે,

આ પ્લાસ્ટિક નાખવું ક્યાં ?

બોલો ?

આવી મુસીબત માથે લેવી એના કરતા આપણે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરીયે તો કેટલું સારું રહે,

અને પેપર, કપડાંની બેગ યુઝ કરીયે, લાકડા માંથી બનતી વસ્તુ યુઝ કરીએ, પ્લાસ્ટિકના કપ કરતા માટીનાં કપમાં ચા પીઈએ તો,

આમાં આપણે નાના બાપના નથી થઇ જવાના સમજો

આપડા પિતા, દાદા, વડવા આજ વાપરતા અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજ વાપરે છે,

જો એ વાપરતા હોય તો આપણે પણ સાથે મળી સહકાર આપવો જોઈએ,

હમણાં પેપરમાં આવીયુ હતું, એક ગાય નાં પેટમાંથી 20કિલો પ્લાસ્ટિક ઓપરેશન કરી કાઢીયુ લો બોલો હવે

આપણે ગાયને માતા માનીએ છીએ અને ખાવા પ્લાસ્ટિક આપીએ, શું કહું બૉલો, કોની ભૂલ આ, આપડીજ ભૂલ આ

આપણે ખાવાનું, કચરો બધું પ્લાસ્ટિકમાં ભરી નાખીયે અને ગાય, સ્વાન આવું બધું પ્લાસ્ટિક સાથે ખાય તો શું થાય

બીજી એકવાત.

તમે જાણો છો પ્લાસ્ટિકમાં ખોરાક કેટલા સમયમાં ઝેરી થાય ?,

તો જાણી લો ખોરાક ગરમ હોય એને પ્લાસ્ટિકમાં પેક કરે તરત પ્લાસ્ટિક તેના ઝેરી રસાયણ ખોરાકમાં ભળવું શરૂ થાઈ જાય, અને એ ખોરાક આપડા પેટમાં જાય એટલે કે ઝેર,

ખોરાક વધારે સમય પ્લાસ્ટિકમાં રાખવાથી પણ આવું બને,

આખી દુનિયાની સરકારો પાગલ નથી કે નાં એમનો કોઈ સ્વાર્થ છે તો પ્લાસ્ટિક વાપરવાની નાં પાડે છે,

હાલ વિશ્વમાં એટલો પ્લાસ્ટિક વેસ્ટ છે જે એક અણુ બોમ કરતા વધુ ખતરનાક સાબિત થાય જો એને બાળવામાં આવે તો,

આ પ્લાસ્ટિકવેસ્ટ નો સારોં ઉપયોગ થાય માટે વિશ્વ આજ એના પર ધ્યાન આપી રહી છે,

એક દાખલો આપું :

કેરલ સરકારે પ્લાસ્ટિકના કચરાનો ઉ૫યોગ રસ્તાઓ બનાવવામાં કર્યો. તેના માટે મહિલા સંગઠન બનાવવામાં આવ્યુ. અને એ મહિલા સંગઠન દ્વારા ડોર ટુ ડોર પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ. જેથી પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેકાતા ૫ર્યાવરણની જાળવણી ૫ણ થઇ. અને અભિયાન ચલાવતી મહિલાઓને રોજગારી ૫ણ મળી. આમ, કેરલ ૫ણ ઉદાહરણરૂપ બની રહયુ.

તમે પણ આ કાર્યમાં સહકાર આપો અને હું પણ આપું પ્લાસ્ટિકની બનેલી વસ્તુનો તીરસ્કાર કરીંને,

સાથે સરકાર પણ કઈ વધુ કડક પગલાં લે તો કઈ સારું પરિણામ આવી શકે.

આ પણ એક રસ્તો છે,

સિંગલ યુઝ પ્લાસ્ટિક બાયોડિગ્રેબલ નથી. તેની સામે આ૫ણે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવું જોઇશે. બાયોડિગ્રેડેબલ ૫દાર્થોમાંથી બનતી વસ્તુઓના નિર્માણને વેગ આ૫વો જોઇએ. એની સાથે કૃત્રિમ રીતે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનાં વૈજ્ઞાનિક સંશોઘનોને ભંડોળ પુરુ પાડવુ જોઇએ. જેથી દાનવરૂપી પ્લાસ્ટિકના ઉ૫યોગમાંથી આ૫ણે છુટકારો મેળવી શકીએ.

જો ખરેખર પ્લાસ્ટિક યુઝ પર આપણે સજાગ નહિ થઈએ તો આપડુ અને આવનાર પેઢી માટે અને પર્યાવરણ માટે ખતરો છે.

આવો સાથે મળી આ ખતરો દૂર કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract