Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

માનવી અને સૂરજનો સંવાદ

માનવી અને સૂરજનો સંવાદ

3 mins
381


માનવી : એ સૂરજ તું આટલો બધો કેમ ગુસ્સે છો ?

તારો આટલો ગુસ્સો સારો નહિ. 

જો ને ! આં બાળકો બધા વેકેશનની મજા પણ નથી માણી શકતા.

 પંખી ઓ પણ માળામાં ભરાઈ ગયા છે. આં ગૃહિણીનો તો મારો છે.

 એક તો મરચા અથાણાંની સીઝન બીજું વેકેશન ને ત્રીજો તું.

આટલી ગરમીમાં ગેસ સામે ઊભા ઊભા, બધાના મગજ ઠંડા રહે,

 એવી રસોઈ બનાવવાની.

 તું ક્યારેક ગૃહિણી બન તો ખબર પડે. તારા જેમ ગુસ્સાવાળા છે બધા અહી.

 તું તો

ચાર માસ ખાલી તપેે. બાકી ગૃહિણી ને બારે માસ ગુસ્સો સહન કરવો પડે.

આં મજૂર લોકોની કેવી હાલત થાય ?

તને કઈ દયા ના આવે ?

 તું તો રાજધાની એક્સપ્રેસની જેમ ભાગે.લોકલ ટ્રેનની જેમ ચાલ.

સૂરજ : અરે ગરમી ના લાવું તો આ માનવી ને વૃક્ષોની કદર કેમ થાય ?

 આં પાકી સડક બનાવી. વૃક્ષો કાપ્યા પછી.મને ગરમ હોવાની ફરિયાદ કેમ કરો ? વૃક્ષા રોપણ કરો.

અને હું તો તમારા પિતા તુલ્ય.

 કેમ તમારા પિતાની દાટ ભલે ખરાબ લાગે.

 પણ જેમ સોની સોના ને ટીપી ટીપી ને મૂલ્યવાન બનાવે છે.

એમ તમારા પિતાની દાટ પણ જીવન ને મૂલ્યવાન બનાવે છે.

હું પણ પિતા તુલ્ય.  

ભલે હું આવ્યો.

પણ તમારી માટે કેરી, આઈસ્ક્રિમ, બરફ ના ગોળા, સાકાર ટેટી, વરિયાળી નું શરબત, લીચી નું શરબત, છાશ, દહી ને ઠંડા પીણાં લાવ્યો. મીઠા મધુર અથાણાં લાવ્યો.

બારે માસ નું અનાજ લાવ્યો,

 મે કેટલું વિચાર્યું તમારા માટે.

પણ તમે કઈ વિચાર્યું આં પ્રકૃતિ માટે ?

 આ ઝાડ તડકો સહન કરી ને તમને છાયો આપે.

 આં દરિયો તમને સાંજ માટે સુંદર મનોહર દૃશ્ય આપે.

 આં કેસૂડો ને ગુલમહોર જોને કેવી ધરતીની શોભા વધારે.

 આં કેસૂડો ને ગુલમહોર ને તડકો નહિ લાગતો હોય ?

 એ તો ફરિયાદ નથી કરતા.

 તોય કેવા ખીલ્યા મહોર્ય છે.

તમે પણ ખીલો ને.

 કુટુંબ સાથે ધાબે બેસો.

આઈસ્ક્રિમ ખાવ.

 હિલ સ્ટેશન જાવ.

 આમ મોજ કરો ને.

 ફરિયાદ કેમ કરો છો ?

માનવી: પણ તું થોડોક ઓછો ગરમ થા ને.

 માટે કેટલા કામ હોય.

 આં ધંધા પર જવાનું.

 આં બેંકમાં જવાનું.

 ઘર ના સર સમાન લાવવાનો.

 તારી કાળઝાળ ગરમી તો મને દઝાડે.

 હું પરસેવે રેબઝેબ થઈ જાવ.

 તારા હિસાબે મારું મગજ કામ કરતું બંધ થઈ જાય.

 તું થોડોક ઠંડો થા ને.

સૂરજ: અરે માનવી ! તું પ્રકૃતિનું નથી વિચારતો.

 આડેધડ વૃક્ષો કાપે.

 આડેધડ પ્રદૂષણ કરે.

 નદી ઓમાં કચરો ઠાલવે.

 હવા ને પ્રદૂષિત કરે.

મે કોઈદિ'ફરિયાદ કરી ?

અરે મે તો તમારું વિચાર્યું.

 એટલે ગરમ થાવ છું.

 મારો તડકો તો તમારા પિતાના ઠપકા જેવો ખૂબ જરૂરી.

જો હું ગરમ ના થાવ તો આ ઉનાળુ પાક ક્યાંથી થશે ?

આ કેરી કેવી રીતે પાકશે ?

આં સાકર ટેટી ને તરબૂચ ક્યાંથી આવશે ?

અરે હું ગરમ નહિ થાવ તો આ પાણીનું બાષ્પી ભવન કેવી રીતે થશે ?

 વાદળાં કેમ બંધાશે ?

વરસાદ કેમ આવશે ?

વરસાદ નહિ આવે તો અનાજ કેમ પાકશે ?

પાણી કેમ થશે ?

તમે શું ખાશો ?

શું પીશો ? કેવી રીતે જીવશો ?

આ પ્રકૃતિ પણ પાણી વગર મૃતપાય થઈ જશે.

 આં ધરતી વિધવાના મુંડન જેવી થશે.

 શું તમને આં ગમશે ?

તો પછી ફરિયાદ કેમ કરો છો ?

માનવી: કાન પકડીને, સોરી સોરી હવે આવી ભૂલો નહિ કરીએ.

 વૃક્ષા રોપણ કરશું.

 હવા ને પ્રદૂષિત નહિ કરીએ.

પ્રકૃતિની કદર કરશું.

સૂરજ: બસ ચાર માસ આ તડકો સહન કરી લે.

 પછી તો તારે લીલા લહેર.

 સ્વર્ગ તારે ઘેર.

 અનાજના કોઠાર ભરાશે.

 પાણીથી રેલમછેલ સુંદર જિંદગી હશે.

ના તારી કોઈ ફરિયાદ હશે

ના મારી કોઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract