kiranben sharma

Tragedy

4.3  

kiranben sharma

Tragedy

માનસીનો એકાંતવાસ

માનસીનો એકાંતવાસ

2 mins
180


માનસી એનાં માતા-પિતાની એકની એક સંતાન. માતા-પિતા ખૂબ પૈસાદાર. તેમનાં ઘરમાં કાકા રહે, તેમણે તેમના પૈસા પર દાનત બગાડી, માનસીનાં માતા-પિતાને કાર એકસીડન્ટ કરાવીને મરાવી નાખ્યા. હવે માનસી એકલી પડી ગઈ. કાકાએ મોટા બંગલાનાં પાછળનાં ભાગમાં તેને પૂરી દીધી, માનસી હજુ દસ વર્ષની હતી. કાકાએ પાસ પડોશીને પણ એવું જણાવી રાખ્યું હતું કે માનસીને તેની માસીનાં ઘરે મૂકી આવ્યાં છે. લોકોએ વાતને સાચી માની લીધી અને તેમણે માનસી વિશે કોઈ તપાસ કે પૂછપરછ પણ ના કરી.

       કાકા બંગલામાં રહેવા લાગ્યા અને પાછળના રૂમને તાળું મારી રાખતા. માનસી માટે અંદર આમ તો સૂવાનો બેડ અને બાથરૂમ પણ હતું. વાંચવાના બે ચાર પુસ્તકો હતા. તે સિવાય રમવા માટે કે લખવા માટે કે અન્ય કોઈ કાર્ય માટે તેની પાસે કશું હતું નહીં. રૂમમાં લાઈટ પંખો કે એસી પણ નહોતું. માનસી એકલી એકલી ખૂબ જ મૂંઝાતી હતી. તે બારણું ખખડાવતી, બૂમો પાડતી, પણ અવાજ કોઈ સાંભળે તેમ હતું નહીં. પૈસાદાર લોકો એટલે આલીશાન બંગલા હોય અને તે પણ છૂટાછવાયાં.

 માનસી થોડા દિવસમાં સમજી ગઈ કે બૂમો પાડવાથી, કરગરવાથી કંઈ થવાનું નથી. કાકાએ એનાં મમ્મી પપ્પાને મારી નાખ્યા છે. તો હવે એમની પાસે કોઈ આશા રાખવી નકામી છે. એ જો બહુ તોફાન કરશે તો એને પણ મારી નાખશે. માનસી ઘણા વિચારોને અંતે ડાહીડમરી બની ગઈ. કાકા જે જમવાનું આપે તે શાંતિથી જમી લે. એકની એક ચોપડી વારંવાર દિવસમાં અજવાળામાં વાંચતી. માનસીએ સવારે યોગ, પ્રાણાયામ કરવાનું ચાલુ કર્યું. કસરત કરતી રૂમમાં જાતજાતનાં ડાન્સ કરતી. તેનાં હાથ પગને મજબૂત કરતી, મનોબળ મજબૂત કરતી, એક ભીંત પર માનસીએ ગ્લાસની ધારથી લીટા કરતી. એક દિવસનો એક લીટો ખેંચતી, આમ એક જ રૂમમાં રહેતી માનસીને બસ ખાલી સવાર-સાંજની ખબર પડતી. બાકી રાત પણ લાઈટ ન હોવાથી ખૂબ લાંબી લાગતી. પણ તે આખો દિવસ યોગ, પ્રાણાયામ, ધ્યાન કરતી અને કસરત કરીને તેના શરીરને થકવી દેતી, અને રાત્રે અંધારામાં બીકનો વિચાર ના આવતો અને થાકેલી હોવાથી ઊંઘ આવી જતી હતી, આ એનો નિત્યક્રમ બની ગયો હતો. માનસીને આજે કયો દિવસ, કયો વાર, કઈ તારીખ, બહાર કઈ ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસુ છે. તેની ખબર પડતી નહીં. વેન્ટિલેશન ઊંચું હતું તે એક માત્ર હવા માટેનું સાધન હતું.

માનસી નાની પણ ભગવાને તેને ગજબની શક્તિ આપી. તેનાં મનમાં પ્રભુએ જ હિંમત આપી. હવે કયારેક તો કાકાનાં મનમાં દયા આવશે અને માનસીને આ રૂમમાંથી બહાર કાઢશે.

       આજે માનસીએ લીટા ગણ્યાં, પૂરા 365 જેટલાં થયાં. માનસીને મનમાં વિચાર આવી ગયો કે " ઓહ ભગવાન ! એક વર્ષ થઈ ગયું,આ કેદમાંથી કયારે બહાર કાઢીશ ? આ કાકા મને મુકત કરશે ખરાં ? મને મુકિત મળશે ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy