માણસાઈ
માણસાઈ
એક બિલાડી સડકની નજીક બિલડીંગના ગેટ આગળ તરફડિયા ખાતી હતી. બધા લોકો ઊભા રહી જોતા અને ચાલી જતા. તેવામાં ત્યાંથી પસાર થતી એક સ્ત્રી બિલાડીની નજીક ધીમે ધીમે આવ્યા. બિલાડી ભાગી શકે તેવી હાલતમાં ન હતી. પેલી સ્ત્રી જેનું નામ નીકીતાબહેન હતું. તેને ફટાફટ તેના એક બે મિત્ર ને ફોન કરી દવાખાનાનું સરનામું લીધા અને નજીકના ડૉક્ટર ને ફોન કરીને વાત કરી અને તેમની પાસે ફટાફટ લઈ ગયા. ડૉક્ટર તપાસ કરતા કહ્યું બિલાડીનું બચ્ચું અંદર ફસાય ગયું છે. ઑપરેશન કરવું જ પડશે નહી તો બંને મરી જશે. નીકતાબેને કીધુ જુઓ ડૉક્ટર !! આ મારી પાળેલી બિલાડી નથી. હું તો રસ્તા પરથી તેને તકલીફમાં જોઈ એટલે લઇને આવી છું. ડોક્ટર એ જે પણ હોય તમે છ હજાર જમા કરાવો અને હા.. . . . આ બિલાડી ફરી મા બનશે તો તે આવી જ તકલીફમાં આવશે એટલે તેનું પણ ઑપરેશન કરવું પડશે. પણ બધુ મળી ને દશહજાર ખર્ચો થશે.. . અને પૈસા જમા થશે તો જ ઑપરેશન થશે. અરે !!!!હું તો એટલા પૈસા લઈ ને થોડી ફરતી હોવ. મહેરબાની કરી તમે એનું ઑપરેશન કરો. આતો રસ્તા પરથી લાવેલી બિલાડી છે માનવતા ને નાતે. . . મહેરબાની કરી તમે ઑપરેશન કરી દો.. . ડૉક્ટર;.. . જુઓ બે ત્રણ જગ્યાના હું ફોન નંબર આપું છું તમે ત્યાં ફોન કરો તમને મદદ મળી જશે. ફોન કરતા સામે કોઈ પણ મદદ ના મળી. આ એ જગ્યાઓ હતી જ્યા આવા રસ્તે રજડતા પ્રાણીઓને રાખવામાં આવે છે. ડૉક્ટર કહ્યું બે કલાકમાં તમે પૈસા લઈ ને આવો નહી તો આ બિલાડી મરી જશે. તમારી પાસે એટલો જ સમય છે. નીકીતાબેન ઘરે આવી એટીએમ પૈસા ઉપાડી અને તેનું ઓપરેશન કરાવી આપ્યું નીકીતાબેન મધ્યમવર્ગના હોવા છત
ા તેમને ફરી મા ન બને તેનું પણ ઑપરેશન કરાયું. અને દસહજાર જમા કરાવ્યા. બિલાડી પોતાના ઘરે જ રાખી. અને તેનું અને તેના બચ્ચનનું ખૂબ ધ્યાન રાખ્યું. પછી તો બિલાડીને નીચે મૂકીને આવે તો પણ બચ્ચું અને બિલાડી ઘરના દરવાજે આવી બેસી અવાજ કરતા. આડોશપાડોશી આને તમે ક્યાંક મૂકી આવો !! બહુ અવાજ કરે છે. નીકીતાબેન પણ ચિંતા હતી પેલું બચ્ચું દિવસે દિવસે મોટું થઈ રહ્યું હતું. તેનું ખાવા પીવાથી બધુ ધ્યાન રાખવાનું. ઉપરથી નીકીતાબેન પણ એક દિકરો હતો. એટલે તેના લીધી ઘરની પણ વધારે સાફસફાઇ રાખવી પડતી. પણ બિલાડીઓને રસ્તા પર ન છોડતા કોઈ ઘર મળે તેવું નીકીતાબેન ઈચ્છતા હતા.
તેથી તેમને બહુ જગ્યાએ ફોન કરીને પૂછપરછ કરી જયાં આવા પશુપક્ષીઓને રાખતા હોય પણ કોઈ લઈ જવા તૈયાર ન હતું.. ત્યારે એક જગ્યાએ હા પાડી. પણ લેવા આવ્યા જ નહી. સમય જતા બિલાડી ઘરનો સભ્ય બની ગઇ હતી. આખો દિવસ નીકીતા બેન અને તેમના દિકરાની પાછળ ફર્યા કરતી. ઘરની બહાર પણ તેમની પાછળ જતી અને આવતી. અને તેનું નાનું બચ્ચું પણ આખો દિવસ તેમની ઉપર ચઢી જતું. અને ધમાલમસ્તી કરતું. પણ હવે તે નાનું બચ્ચું પણ મોટું થવા લાગ્યું હતું. જેથી નીકીતાબેન હવે એ બંને ને કમને પણ બીજી જગ્યાએ રાખવા માંગતા હતા. જે તેમના માટે સલામત હોય. તેવી જગ્યાએ છોડવા માંગતા હતા. . કેટલાય ફોન અને જગ્યાઓ જોઈ પણ કોઈ રાખવા તૈયાર ન હતા. . . . છ મહિના તપાસ કરતા એક ગરીબ પરિવાર તેને રાખવા તૈયાર થયું.. નીકીતાબેન જાતે જઈ ને જગ્યાએ જોઈ આવ્યા. અને બિલાડી અને તેના બચ્ચાને મૂકી આવ્યા. અને છ મહિના સુધી જાતે ખાવા પણ આપવા જતા હતાં !