STORYMIRROR

Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

માણસ બદલાય છે

માણસ બદલાય છે

1 min
7.8K


આ માણસ બદલાય છે. આ મોસમ બદલાય છે.

વારંવાર મળ્યા પછી માંડ આ માણસ સમજાય છે.

અને જયારે સમજાય છે ત્યાં વધુ ગૂંચવાય છે. કરી કોઈને પ્રેમ સાચો અને પછી જીવનભર આ માણસ પસ્તાય છે.

માણસ માણસ રમતા આ માણસ ખોવાય છે.

ચેહરા પર ચેહરો પેહરી ફરતો આ માણસ. શોધો તો ન કદી મળે એવો આ માણસ સંતાય છે. સાવ કોરોકટ લાગતો આ માણસ કયાં કદી વંચાય છે. લાગણીઓની આડમાં આ માણસ ખેંચાય છે. કોઈ પાલવની ઓથમાં આ માણસ લપાય છે. આવે આંખમાં આંસુઓ ત્યારે આ માણસ ધોવાય છે. પૈસાની બોલબાલા હોય ત્યારે આ માણસ તોળાય છે. લઈ લે છે સસ્તો અને આ માણસ વેચાય છે.

આજે એટલે જ માણસ ને માણસ પર ભરોસો નથી. આમ જ માણસાઈથી ઉતરતો આ માણસ બદલાય છે.......!


Rate this content
Log in

Similar gujarati story from Drama