Bhavna Bhatt

Drama Inspirational

2  

Bhavna Bhatt

Drama Inspirational

મા

મા

2 mins
502



મા એ મા છે જેનું મૂલ્ય કરવું અઘરું છે. મા નું ઋણ ઉતારી શકાય એમ નથી પછી એ મા ઘરની જન્મદાતા હોય કે જગતજનની અંબા માતા હોય પણ જો ઘરની મા ને દુઃખી કરી મંદિરની માં ને ચુંદડી ઓઢાડશો તો એ ખુશ નહીં થાય. માટે ઘરની મા ને ખુશ રાખો કારણકે મા આખર મા છે. યહુદી ધર્મગ્રંથ 'તાલમૂદ' માં એક ઠેકાણે લખ્યું છે ઈશ્વર બધે નથી પહોંચી શકતા માટે તેણે " મા " નું સર્જન કર્યું છે. કેવી ઊંચી વાત કહી છે પણ આપણે એની કદર કરતા નથી. મા એ તો પરમાત્માની નાની આવૃત્તિ છે. મા ની મમતાના મૂલ કરતાં તો કવિઓ પણ થાકી ગયા પણ મમતાના મૂલ્ય ના જ કરી શકાયા. મા ની વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે. માની કરુણા વિશે લખવા બેસીએ તો અક્ષરો પણ ઓછા પડે. મા વિશે તો ખલિલ જિબ્રાન એ પણ બહુ જ મોટી અને મોંઘી વાત કરી છે. માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે " મા ". મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે " મારી મા ". માની આંખોમાં આવેલ આંસુ એ આંસુ નહીં પણ એની ભાવનાઓનું લોહી છે જે વહે છે માટે મા ના આંસુ તરફ બેપરવા ના બનશો. અનેક સંતો મહંતો એ મા વિશે ઘણું કહ્યું છે અને લખાયું પણ છે. દરેક જીવ સૃષ્ટિ ની મા જુવો એની મમતા તોલે કોઈ જ ના આવી શકે. મા ના આશીર્વાદ એ ભાવમંગલ છે. આખરે તો પરમાત્મામાયે " મા " જ છે. આત્મામાં તો "મા" છે જ. મા વિષય લખવાનો નહીં એના અસ્તિત્વ નો સ્વીકાર કરી મા ને લાગણી આપવાનો છે.  " મા એટલે જ આ દેહ ". માનું વ્યક્તિ એટલે માની આત્મામાં રહેલા બાળકો અને એમનું કલ્યાણ એ જ માની જિંદગીનો ધ્યેય હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama