મા અને મમ્મી અંક - ૩
મા અને મમ્મી અંક - ૩
વિવાન નું નામ પાડી દેવામાં આવે છે પરંતુ વિવાનનાં માસા દેશ બહાર હોવાથી એમની રાહ પણ જોવાય એમ નથી હોતી કારણ,વિવાન નાં દાદા ખુબજ માંદા પડી જાય છે બધાજ કુટુંબી ચિંતા માં ગરકાવ થઈ જાય છે વિચારે છે દાદાની હયાતીમાં વિવાન નું નામ પડી જાય તો સારું અને માસા ન હતા હાજર છતાં વિવાનનું નામ પાડવામાં આવે છે,એક નાં એક માસા પરંતુ હાજર રહી શકતા નથી પરંતુ દાદા ખુબજ માંદા હોય છે તો યોગ્ય લાગે એજ નિર્ણય ઘરના સર્વે લઈ લે છે, પ્રસંગ પતી ગયા પછી આનંદીનાં સાસુની ઈચ્છા એવું હોય છે કે દાદા માંદા છે તો આનંદી નો સુવાવડમાં પૂરતો આરામ નથી થયો હજી વિવાન પૂરા ૫ મહિનાનો નથી થયો પરંતુ વહુ અને પૌત્ર ને ઘરમાં કલ્શ્યો કરી લે,ખબર નહિ વિવાન નાં દાદા ને ઈશ્વર ન કરે કઈ થઈ જાય તો !
માટે આનંદી વિવાન ને લઇ સાસરે આવી જાય છે,આર્થિક ભીંસ એમાં આનંદી ને તાજી સુવાવડ અને સસરા માંદા એમાં ઘરનું કામ હાથે અને નાનો વિવાન ને સાંભળવો અને પોતાના પતિ ને આર્થિક રીતે ઊભા થવામાં માનસિક હિંમત અને પોતાની સુજબુજથી સાથ આપવો આનંદી માટે ખુબજ પડકાર રૂપ હતું,પરંતુ પોતાના પતિ પરના પ્રેમ અને માતા પિતાનાં સંસ્કાર ને વિવાનનું મોઢું જોઈ આનંદીમાં હિંમત ધાર્યા બહાર વધતી જતી હતી બધીજ તકલીફ સાથે મજબૂત થાંભલા જેમ લડવાની.
બાળક નાનું હોય માં ને ભૂખ વધુ લાગે પરંતુ આર્થિક પરિસ્થિતિ કારણે ઘરમાં ખાવા ન મળવું કાયમની વાત બની ગઈ હોવાથી આનંદી ભૂખ પણ સહન કરી જાતિ હતી,એમાં એકાદ મહિનો દોઢ મહિનો થવા અવ્યો વિવાન ૬ મહિનાનો થવા આવ્યો આનંદી પોતાના દીકરાનું મોઢું જોઈ બધુજ દુઃખ ભૂલી જાતિ જ્યારે નાના અમથા રૂમમાં ઘોડિયામાં વિવાન ને સૂતેલ જોતી આનંદી બધુજ દુઃખ તકલીફ અને વેદના ભૂલી જતી........... અરે વિવાન નાં દિવસ હતા ત્યારે આવી આર્થિક પરિસથિતિ હોવા છતાં એ હાલરડું બનાવતી,પોતાના આવનારા સંતાન માટે ..
એક રાજા હતો
એક રાણી હતી
સુંદર મજાનો
રાજ કુંવર હતો......
મહેલ એનો સુંદર મોટો હતો
સુંદર મજાનો રાજકુંવર હતો
એમાં રળિયામણો બગીચો હતો
પૂષ્પોની સેજ પર સૂતો હતો
સુંદર મજાનો રાજકુંવર હતો.
ક્રમશઃ
