શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Fantasy

4.5  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Fantasy

લવમેરેજ, પ્રેમની અંતિમ ચરણસીમા

લવમેરેજ, પ્રેમની અંતિમ ચરણસીમા

9 mins
420


પ્રેમનું અંતિમ ચરણ 

આપણા પ્રેમસબંધને મળતી સરકારી મંજૂરી

કેવું લાગે આપણને જ્યારે આપણું પ્રિય પાત્ર આજીવન આપણી સાથે રહે ત્યારે, અને કેવું લાગે કે જ્યારે આપણો પ્રેમસબંધને સરકારી અને ખાનગી મંજૂરી મળે તો. જીવન તો બાકી મજાનું લાગે. હું આવી જ વાત બે ટળવળતા હૈયા આયાન અને મંજરીની લઈ આવી છું. તેમની સફર કેવી રીતે શરૂ થઈ વળાંકોમાં પણ અડગ રહી તેઓ ચોક્કસ સફરે પહોંચ્યા.

આયાન તેની ક્યૂટનેશ માટે જાણીતો હતો. અરે, આ તે શું વાત થઈ આપણી નાયિકા પણ થોડી કંઈ મંજરી પણ થોડી કંઈ ઉતરતી હતી. મંજરી એક કોલેજિયન યુવતીની સાથે સાથે પાર્ટટાઈમ જોબ કરતી હતી. દેખાવમાં તે સુંદર અને તેનો ચહેરો પણ આકર્ષક હતો. જોનાર કોઈ એક વાર ટકી જાય તો હટે નહીં એવું શરીર બંધારણ હતું. મંજરી અને આયાનની પહેલી મુલાકાત એકબીજાનું આકસ્મિક ટકરાવવુ. મંજરીનું પસાર થવું આયાનનું ફોનની વાતચીતમાં એટલી હદે તે ખોવાયેલા રહેવું કે સામેવાળાનો વિચાર કર્યા વગર અસ્તવ્યસ્ત ચાલતા રહેવું.

એકાએક મંજરી પડી ગઈ.

મંજરી:ઓ .ફ .આ ઈ ચ .અ .એ જોઈને ચાલો મિસ્ટર આંધળા છો કે શું ?

આયાન: કહ્યું ને સોરી અકડ દેખાડવાની બંધ કરો વગર કારણની

મંજરી: એટલે તમે કહેવા શુ માંગો છો ?ચોરી ઉપરથી સિના ચોરી

આયાન; કહ્યું ને કે બંધ થા

મંજરી: નહીં બન થાઉ જાવ એક તો વગાડ્યુ અને પછી ભીખ આપતાં ન હોય એમ સોરી કહેવાનું ? આતે કેવી રીત છે તમારી ?

આયન: સોરી લેવું હોય તો લ્યો નહીં તો હાલતા થાવ ?

મંજરી: તમારું સોરી ખિસ્સામાં પેક કરી મૂકી દો નથી જોઈતું સોરી તમારું મારે અરે ચાલ હટ્ટ

સૌ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસી ગયા.સમય અનુસાર લેક્ચર શરૂ થયું. મંજરી અને આયાન એકબીજાને ખુંખાર નજરે જોઈ જ રહેલા એકબીજાને. કોલેજ છૂટી પણ ગઈ. પરંતુ ખૂનની ગરમાહટ તો હજી એમને એમ જ ધગધગતી હતી. એકબીજા માટે પરંતુ એમાં પણ કૂણી લાગણીઓ જડાયેલી હતી.એ ક્યાં સમજ્યા હતાં એ જ નાદાની સાથે એકબીજાને અવગણતા હતા.

એકબીજાને જોઈ ચાલ હટ્ટ જા અહીંથી આંધળા તો પછી આયાન મંજરીને ચિબરી કહેતો

મંજરી: જો તું મને ફરી મળે તો હું તને મારી નાંખે.  

આયાન: ચાલ ચાલ જા જા એ તારા જેવી કેટલીય જોઈ મેં આવું બોલી બોલીને એ પુરુષની અંદર ગોળીની જેમ ઉતરી ગઈ.

મંજરી: એ હશે કોઈ લાચાર અસહાય મારા જેવી શેરની નહીં.'

આયાન: પોતાની જાતના વખાણ જાતે કરવા ? આતો એકદમ ખોટી વાત છે તારો વ્હેમ બે દિવસમાં ન ભાગુ તો કહેજે.

મંજરી: ચાલ..ચાલ હવે ના જોયો હોય તો મોટો હાલ તો થા

સમય પોતાનું કામ કરી રહ્યો હતો.મંજરી અને આયાન એકબીજાને જોઈ અંતર બનાવી દેતા એકબીજાને જોવું પણ પસંદ ના કરતાં. એક દિવસની વાત છે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનહતું.મંજરી ખ્રિસ્તી વુમન વેડિંગ ડ્રેસ પહેરીને આવી હતી.આયાનને તો આવા બધાંમા કોઈ જ ઈન્ટ્રેસ્ટ હતો નહીં. ખ્રિસ્તી વુમન વેડિંગ ડ્રેસમાં આવેલી મંજરી આજે વધુ સોહામણી લાગી રહી હતી. તેની સુંદરતા આજે નિખરી ન રહી હોય તેવું લાગી રહ્યું હતું ડ્રેસમાંથી ઉપસી આવતી બ્રેસ્ટ તેની સુંદરતા ઔર વધારી રહી હતી.સૌ કોઈ મંજરીને જ જોઈ રહેલું તો આયાન શું કામ પોતાની જાતને બાકી રાખે.સો કોઈ યુવાનોનો ક્રશ બની ગઈ આ મંજરી કોલેજમાંના દરેક યુવાનો તેને જ પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો હતો, પાણીના ઘૂંટને ગળે ત્યારે જે ઘૂંટ પસાર થતો હોય તેને જોવાનો મોકો કોઈ યુવાન ન છોડતો. પરંતુ એકાએક બન્યું એવું કે મંજરીના ગાઉનનો એક છેડો કૂલરમાં ફસાઈ ગયો હતો. તે છોડાવવા પ્રયત્ન કરે તો વધુંને વધુ ફસાતો ગયો. મંજરી જેનો ક્રશ હતી એ સૌ આ દ્રશ્યને જોઈ જ રહેલા. તો કોઈ ફોનમાં લાગી આ ઘટનાક્રમનો ફેલાવો કરી રહેલું

મંજરી:કોઈ મદદ કરો મારી આ નિકાળાવવામાં કોઈને જ રસ નોહતો એની મદદ કરવામાં.

અરે..હા સોરી ફસાઈ નોહતો ગયો પરંતુ જાણી જોઇને ફસાઈ જાય એવી રીતે પ્લાનનું સમજદારીપુર્વક આયોજન કરવામાં આવ્યું ન કોઈને શક જાય ને પોતે વાકમા પણ ન આવે એવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ઊંડાણપૂર્વક તપાસ બાદ ખબર પડી કે આ કારસ્તાન મંજરીની બેસ્ટ ફ્રેન્ડ લાવણ્યાના હતાં, લાવણ્યા આમ તો મંજરી કરતાં પણ સુંદર હતી પરંતુ તેનામાં કોઈને રસ પડતો નહીં એટલે એનો બદલો મંજરી જોડે આ રીતે લેવાનો પ્લાન ઘડ્યો કેમકે તે મંજરીને બદનામ કરવા માંગતી હતી.

મંજરી તો આ વાત માની પણ નોહતી શકતી કે એની બેસ્ટફ્રેન્ડ આવું કરી શકે ! તે અરે છી મેં તને દોસ્ત માની લાવણ્યા મને તો શરમ આવે છે આજ પછી તારું મોઢું ન બતાવતી મને હું કંઈક તારી સાથે હા ના કરી બેસુ એ પહેલાં તું ચાલી જા.મારી જિંદગીમાંથી. મંજરીના શરીર પરથી ડ્રેસ નીચે પડી રહ્યો હતો, મંજરી પોતાની જાત માટે શરમજનક ફિલ કરી રહી હતી

આ ચાલુ વિડિયો શૂટિંગમાં આયાન કૂદી પડ્યો,પોતાનું જેકેટ મંજરીને ઓઢાડી દરેકના હાથમાંથી લઈ ધાક ધમકીપુર્વક વિડિયો ડિલેટ કરાવ્યા

આયાન: અરે શરમ આવવી જોઈએ કોઈની આવી હાલતમાં મદદ કરવાની જગ્યાએ તમે ફિલ્મ બનાવો છો થોડી તો બુદ્ધિ લાવો લા હજી કેટલા નીચે ઉતરશો પોતાની નજરમાં ઉતરશો અને હા પછી એટલાય ન પડતાં કે ઉભા થવું પણ મુશ્કેલ થઈ જાય હમણાં જ પોલીસ આવે છે તમારી મહેમાનવાજી કરવા તૈયાર રહેજો.

મંજરી રડી રહી હતી.આયાને તેને હિંમત આપી રહ્યો હતો,કંઈ પણ થાય મંજરી તું મજબૂત રહેજે. મંજરી સાથે બનેલા આ બનાવનો વિડિયો એકાએક વાયરલ થઈ ગયો, કોલેજ પોતાનું નામ ખરાબ ન થાય એ માટે મંજરીને પોલીસ કેસ પાછો લેવા પૈસા આપી રહી હતી. તો લાવણ્યાના મમ્મી પપ્પા દિકરીનુ ભવિષ્ય ન બગડે એ માટે તેઓ મંજીરીને કરગરી રહ્યા હતા. તો અહીં મંજરીના મમ્મી પપ્પા તેને પરિવારની બદનામીની આણ આપી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી રહ્યા હતા.

મંજરી: બધાંયની વાત સાભળી મેં પરંતુ કોઈ મને ન્યાય અપાવવા માટે મદદે આવ્યું નહીં ને સૌને પોતાની ઈજ્જત અને માન વ્હાલુ છે તો શું મને નહીં હોય એની વેય. કોણ પોતાનું અને કોણ પારકું એ તો આવા જ સમયમાં ઓળખાય છે.

મંજરીના મમ્મી પપ્પા: બેટા મંજરી અમે તો તારા ભલા માટે કહીએ છીએ

મંજરી: હું વિચારી શકું છું,મારું ભલું એટલે તમે ન વિચારો બહુ પછી મારુ ભલું તમે વિચારશો તો મારુ વધારે સારું થઈ જશે. એટલે થોડું માપે રાખો તો સારું છે. વધુમાં મંજરી ધમકી સાથે કહે છે કે કોઈએ મને આ બાબતે દબાણ કરવું નહીં તો તમે પણ તૈયાર થઈ જાજો

પરંતુ મંજરી એકની બે તો ન જ થઈ.કેમ થાય આયાન હતો તેની આગળ દિવાલ બનીને તો પછી ડર શાનો. લાવણ્યાને પંદર વર્ષની કેદ પચાસ હજાર દંડરુપે કોલેજે આ જુલ્મને નામ ખરાબ થવાના કારણે બંધ કરવાની કોશિષ કરી હતી. તો કોલેજના ટ્રસ્ટી પ્રિન્સિપાલ અને એચ.ઓ.ડી.ને પણ જેલ થઈ કોલેજ પર સિલ લાગી ગયું.

મંજરી બીજી કોલેજમાં ગઈ,પરંતુ તેની ઈજ્જત બચાવનાર આયાનને શોધી રહી હતી. પરંતુ આયાન ન મળતા તે બેચેન થઈ ગઈ. કેમકે પેલા દિવસની માંફી જો માંગવાની હતી.આયાનને બીજી જ કોલેજમાં તેના ક્લાસમાં જોઈ હાશ થયું. આયાન એકલો હોય તેની તક શોધી રહી હતી, પરંતુ આ તક મળવી મુશ્કેલ હતી. નર્મદ યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં તો સ્ટ્રીક વાતાવરણ હતું તો બેઉ રિસેષ સમયની રાહ જોઈ રહેલા. એ દિવસ આવી જ ગયો કે બેઉ કોલેજમાં એકલા હતા એવો મંજરીએ આયાનની માફી માંગતા કહે,સોરી આયાન મને માફ કરી દે મારે આવું તને સાવ હર્ટ થાય તેવું નોહતુ બોલવું સોરી.

આયાન: હા..કંઈ વાંધો નહીં તું રડ નહીં ચાલ ભુલીને જીવનમાં આગળ વધવું જરૂરી છે

મંજરી: હા પણ શરુઆત હું કરીશ

આયાન: શું કહ્યું કંઈ સમજ પડી બકા કંઈ સમજ આવે તેવું બોલ તો

મંજરી: ઝગડાની શરૂઆત મેં કરી હતી તો સુધારીશ પણ હું જ  

આયાનનો હાથ પકડી તે ઘૂંટણે બેસી પ્રપોઝ કરી રહી હતી.આયાન માટે તો આ દ્રશ્ય એક સપનાંની ઓછું નો'હતુ મંજરી આયાનને સહેજ ઢંઢોળતા પુછે,એ આયુ શું વાત છે ? ક્યાં ખોવાઈ ગયો.

આયાન: અરે ક્યાંય નહીં તારા જેવી રૂપની રાણી અમારા જેવા દિનને પ્રપોઝ કરે એ તો આશ્ચર્યજનક કહેવાય મારા માટે

મંજરી: ઓ ફો આયુ .જે થયું એ ભુલી જા ને આપણે નવેસરથી જીવનની શરુઆત કરીએ

આયાન: હા એ પણ તો તે .વાત સાચી કહી હું શરત જીતી ગયો .

મંજરી: કઈ શરત બેટુ.

આયાન: થોડું જોર કર યાદ આવશે

મંજરી: અરે હા યાદ આવ્યું હા બાબા..તું જીતી ગયો બસ

આયાન: તો બોલ આયાન વિનર મંજરી લૂઝર

મંજરી: હા બાબુ હું લુઝરને તું વિનર બસ હવે શું કહું કે ?તું કહેતો હોય તો જાન આપી દઉ.મંજરી રડી રહી હતી જો આવી મને હેરાન કરવી હતી તો શું કામ મારો સાથ આપ્યો. રડતી મંજરીને આયાન હળવું આલિંગન આપતાં કહે,એ હું તો તારી જોડે મસ્તી કરી રહેલો આઈ..લવ..યુ માય એન્જલ

મંજરી: આઈ.લવ.યુ.ટુ.માય સ્વીટ હાર્ટ

આયાન મંજરીને સહેજ છેડતી કરતાં કહે,એ મંજરી તું મને આયુ કહે,તો ખુબ ગમે છે હું બીજા માટે ભલે આયાન હોવ પરંતુ તારા માટે તો હું આયુ જ હોઈશ મંજરી એ તો છે મારો આયુ માત્ર ને માત્ર મારો આયુ

આયાન: અરે હા બાબુ .હું માત્ર તારો આયુ બીજા કોઈનો પણ નહીં બેઉ પોતાની સપનાંની દુનિયામાં ખોવાઈ જાય છે

મંજરી આયાનને પ્રેમભરી નજરે એકી ટશે મીટ માડી જોઈ જ રહી

આયાન: એ .શું જુએ છે આમ તે કોઈ દિવસ હેન્ડસમ યુવાન નથી જોયો કે શું .

મંજરી: યુવાનો તો ઘણા જોયા છે.હેન્ડસમ પણ ઘણા જોયા છે,પરંતુ ક્યૂટી સ્માઈલ વાળો એક તને જોયા પછી કોઈને જોવાનું મન નથી થતું

ઝરઝર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો આમના પ્રેમને

મંજુરી કુદરત તરફથી મળી હતી તો ભય શાનો હોય પછી..

મંજરી: એ ચાલને આયુ વરસાદમાં ભિંજાઈએ

આયાન: ના મારે નથી આવવું 

મંજરી તો મન મુકી ભિંજાઈ રહી હતી સાથે આયાને પણ ખેંચી ગઈ એમ કહેતાં કહેતાં બેટુ મને એકલું એકલું ન ગમે તારા આવ્યા પછી

આયાન: તું તો બહુ મીઠળી ખાંડને પણ મોળી બતાવે તેવી પણ શેરનીના દિલમાં પ્રેમ જાગે ?ખરા

મંજરી: કેમ નહીં પ્રેમની જરૂરિયાત દરેકને હોય તો શેરની પણ એક જીવ છે હો અને એને વધુ ન છંછેડતા

આયાન; નહીં તો શું થશે મારું ?

મંજરી એ તમારા ઉપર ચડી તમને ફાડી ખાશે

આયાન: એમ ? ઓ હ તો હું ડરી ગયો ઓ બાપ રે

મંજરી: એ બહુ ન છેડ મને નહીં તો મારી અંદરની શેરની જાગશે

આયાન: હું પણ જોવુ જગાડ શેરની ને..

મંજરી: હજી પણ કહું છું રહેવા દે જીદ ન કર

આયાન: એ થોડી શાંત થા ને મારે શેરની જોવી છે બતાવ તો મોટી મોટી હોડ તો ફેકે

મંજરી; એ હજીય કહું છું શાંતિ રાખ મોટી મોટી હોડ ન ફેક

મંજરી આયાનને પોતાના પ્રેમભર્યા ચુંબનોથી નવરાવી રહી હતી

આયાન: એ મંજરી આમ અચાનક શું વાત થઈ?

બોલતા આયનના હોઠ પર આગળી મૂકીને;

મંજરી: આ અચાનક ક્યાં છે આ તો આપણે પહેલી વાર મળેલા ત્યારના બીજ રોપાયેલા છે..

આયાન: ઓહ એમ વાત છે

મંજરી: પરંતુ આપણા બંન્ને વચ્ચે રહેલી દુશ્મનાવટ મને રોકી રહી હતી

આયાન: પરંતુ હવે,

મંજરી: હવે શું આપણે તો એકબીજાના ધબકાર બની ગયા

આયાન: હવે એ પણ છે.

મંજરી: એ ચાલને આપણે બધું જ ભુલાવીને એકબીજામાં લીન થઈ જાઈએ

આયાન: એ .મંજરી કહેવું પડે હો .તારું તો તે તો મારા મનની વાત કરી દીધી હો આપણા વચ્ચે જે દુશ્મનાવટ હતી એ ભૂતકાળ હતો,અને અહમ હતો ને હવે અત્યારે આપણે એકબીજાને પ્રેમ છે આ બધું એકાએક સપનાં જેવું લાગે છે.

મંજરી: આ મને પણ આયાન એવું લાગે છે .તો ચાલ છોડ ને હવે આપણે કોર્ટમેરેજ કરી લઈએ.

મંજરી નોહતી ચાહતી આયાન તેનાથી દુર થાય,તે આયાનને ખુબ પ્રેમ કરી રહી આયાન પણ મંજરીને આમાં સાથ સહકાર તો આપી રહ્યો હતો પરંતુ આ સપનું આટલું જલ્દી હકીકતમાં ફેરવાઈ જાશે. એ આયાનના વિશ્વાસ બહારની પરિસ્થિતિ હતી.બેઉએ વધુ દિવસ ન રાહ ન તેમને કોર્ટ દ્વારા અપાયેલી તારીખે ચોક્કસ સમયે લગ્ન કરી દીધા. 

આપણી સફર આ જીવન રહેશે. એ જોતાં તો ક્યાં ખબર હતી કે એકાએક થયેલો ઉગ્ર વિવાદાસ્પદ ઝગડો પ્રેમનું સ્વરૂપ ધરશે તેવી !મંજરી અને આયાનને પણ ક્યાં કલ્પના હતી ! આ તો એકાએક બનેલા પ્રેમપ્રચુર રોમેન્ટિક સફરને આખરે એક દિવસ સરકારી લાયસન્સ મળી ગયુ એ હતું મેરેજ સર્ટિફિકેટ જે તેમનો લવમેરેજનો પુરાવો હતું.


Rate this content
Log in

Similar gujarati story from Romance