લોકડાઉન
લોકડાઉન


મનસુખલાલ અને કાન્તાબેને એકનાં એક દિકરા પરાગ નાં નામ બધીજ મિલ્કત લખી દીધી હતી અને પરાગ પણ એ મિલ્કત ઉપર જ તાગડધિન્ના કરતો હતો એનો દિકરો દિપ પણ ભણ્યો નહીં અને રૂપિયા ને પાણી ની જેમ વહાવી રહ્યો..લોકડાઉન ચાલુ થયું અને દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ચાલુ થયું એટલે મનસુખલાલ અને કાન્તાબેન એ જોતાં હતાં ત્યાં પરાગની પત્ની આવી અને બોલી કે કામધંધો તો કંઈ છે નહીં અને આખો દિવસ ટીવી સામે બેસી રહો છો...
મનસુખલાલ કંઈ જવાબ આપે એ પહેલાં પરાગ આવ્યો અને જોરથી ઘાંટા પાડ્યા કે એને બીજાને કામો હોય ને એમ કહીને ટીવી બંધ કરી ને રીમોટ સોફામાં પછાડ્યું...
મનસુખલાલ અને કાન્તાબેન આંખમાં આંસું સાથે ખાધાં પીધાં વગર પોતાના રૂમમાં લોકડાઉન થઈ ગયાં..