લોહી
લોહી


આશાને પિયુષના હમણાંજ લગ્ન થયા હતા. એકવાર પગફેરો પિયર થઈ ગયો હતો અને લગ્નને એક મહિનો થયો હતો. આશાની ઈચ્છા પિયર જવાની હતી. ઘરમાં વાત કરી, પિયુષ ગાડી લઈને જોડે આવ્યો. આશાનું પિયર એક નાના ગામમાં હતુ. આશા અને પિયુષ ઘરે પહોંચ્યા બધાને મળ્યા. આશા ખૂબ જ ખુશ હતી, પિયરના બધા મળ્યાં હતા.
અચાનક આશાના ભાભીને લોહીની વોમીટ થઈ, બધા ગભરાઈ ગયા. પિયુષે તરતજ અમદાવાદ પોતાના પિતાને ફોન કરી મોટા ડોકટરનો ટાઈમ લેવા કહ્યું અને એ જ ગાડીમાં બધા દવાખાને પહોંચ્યા ત્યાં ભાભીને ફરી લોહીની વોમીટ થઈ. ડોક્ટર સાહેબે ચેક કરી રીપોર્ટ કરાવ્યા અને કહ્યું લોહી ચઢાવવુ પડશે. રાતે તો બલ્ડ બેંક બંધ થઈ ગઈ હતી. પિયુષે કહ્યું કે મારુ લોહી આપો. મારુ ઓ નેગેટિવ છે. ભાભીની જિંદગી બચી ગઈ અને એક નવો લોહીનો સંબંધ બંધાઈ ગયો.... !