Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

લક્ષ્મણ રેખા

લક્ષ્મણ રેખા

3 mins
432


આ દેશની રક્ષા માટે જે લક્ષ્મણ રેખા દોરી છે એની અંદર રહીને દેશની સુરક્ષા કવચ બનીએ.

અશોક ભાઈ વેપારી મંડળ નાં પ્રમુખ હતાં. મણિનગરમાં એમનો મોટો બંગલો હતો.

અશોક ભાઈની પત્ની ઈલા.

ઈલા અને અશોકભાઈ નાં સ્વભાવ માં આસમાન જમીનનો ફરક હતો.

ઈલા લાગણીશીલ અને સત્યપ્રિય હતી.

એ વધારે પડતું બીજા ની કાળજી રાખતી હતી.

અને

અશોક ભાઈ જિદ્દી અને અહંકારી હતાં.

એમનું કહેવું હતું એ કરે છે એ જ ખરૂ અને સાચું છે પણ જ્યાં જરૂર હોય કે પોતાને નુકસાન થતું દેખાય એટલે દૂધ અને દહીં બન્નેમાં પગ રાખતાં .

પણ ગમે એમ કરીને પોતાનો કક્કો સાચો કરાવીને જ રહેતાં..

એમને એક દિકરો સંતોષ. .

સંતોષ નામ પ્રમાણે જ સંતોષી અને સમજદાર હતો.

સંતોષ ભણીગણીને એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરતો હોય છે.

પોતાની સાથે ભણતી ખંજન સાથે પ્રેમ હતો એટલે બન્ને પક્ષો ની રજામંદી થી લગ્ન કરી લે છે.

ખંજન પણ નામ પ્રમાણે ખનકતી રહે છે અને ઘરનાને એક સૂરમાં બાંધી રાખવા સતત પ્રયત્નશીલ રહે છે. .

ખંજન પણ સંતોષ જોડે એક જ ઓફિસમાં નોકરી કરતી હોય છે .

અશોક ભાઈ ને કોઈ પણ વસ્તુઓ ઠેકાણે મૂકવાની ટેવ જ નહીં અને ઈલાબેન ને બધું જ પરફેક્ટ જોઈએ. .

આમ એ બંન્ને વચ્ચે નોકઝોક ચાલતી જ રહે અને ઘરનું વાતાવરણ ડોહળાઈ જાય.

સાંજે સંતોષ અને ખંજન આવે એટલે ફરિયાદો ની ભરમાર ચાલુ થઈ જાય.

સંતોષ દરેક વખતે સમાધાન કરાવી દે અને વાત ને વિસારે પાડી દે અને ઘરનું વાતાવરણ હળવું બનાવી દે.

પણ અશોકભાઈ એકાંતમાં ઈલા ને કટાક્ષો કરીને એમ જ કહે તારો જ વાંક છે મેં તને હજારો વખત કહ્યું છે કે મારી કોઈ પણ વસ્તુ ને હાથ નહીં લગાવવાનો પણ માનતી નથી અને ઘરમાં ટેન્શન ઊભું કરે છે‌.

આમ રોજ બરોજ નાં આ જિંદગી ની રોજિંદી ઘટમાળમાં દિવસો જતાં હતાં.

અને. .

કોરોના વાયરસનાં સમાચારો ટીવી માં આવવા લાગ્યા એટલે ઈલા બહું અગમચેતી સ્વભાવના એટલે બધાં ને સાચવવાં કહેતા. ..

ધીમે ધીમે કોરોના વાયરસ ભારતમાં પ્રવેશ કર્યો એટલે સાવચેતી ની સૂચનાઓ આવવા લાગી એટલે ઈલા વધારે ઘરમાં સ્વચ્છતા અને સુઘડતા અને સંભાળ રાખવા બધાં ને કહેતી.

અને કામ વગર બહાર ના નીકળો અને બહારનું ના ખવાય અને હાથ વારેઘડીએ ધુવો આમ કહેતી..

એણે સંતોષ જોડે ઘરનાં બધાંજ વ્યક્તિ માટે દરેકની જોડે રહે અને ઘરમાં પણ અલગથી એટલાં સેનેટાઈઝર ની બોટલ મંગાવી લીધી અને માસ્ક પણ મંગાવી લીધાં અને ઘરમાં કપૂર અને ગૂગળનો ધૂપ ચાલુ કરી દીધો.

અશોકભાઈ ને કાયમથી ખાંસી રહેતી હતી એટલે ઈલા એ એમને ખાસ સાચવવું એવું કહ્યું.

પણ.

અડયિલ અને જિદ્દી એ કોઈની વાત માને નહીં અને ઉપરથી ઈલા નું અપમાન કરી નાખ્યું.

ઈલા રડી પડી.

ઘરમાં બધીજ રસોઈ બનાવી હતી તો પણ બહારથી ભજીયા લાવીને ખાધાં અશોકભાઈ એ.

સંતોષે પણ સમજાવ્યું કે તમારી ચિંતા અને લાગણી છે એટલે મમ્મી કહે છે ને. .

હવે તમે હમણાં ફેક્ટરી નાં જાવ અને કારીગરોને રજાઓ આપી દો આપણી અને બીજાની અને દેશની સલામતી માટે આ બહુ જરૂરી છે .

એટલે તમે હવે તમારી દૂનિયાથી દૂર થાવ અને દેશને બચાવવા મદદરૂપ બનો મારે એક દિકરો થઈને તમને સમજાવવા પડે છે એ યોગ્ય લાગે છે તમને.

તમે ઘર અને દેશ માટે એક જાગૃત નાગરિક બની ને તમારું કર્તવ્ય નિભાવો એવી વિનંતી કરું છું.

કારણકે સાવચેતી એજ સુરક્ષા માટે આવો આપણે આપણાં પરિવારથી જ સંકલ્પ કરીએ કે દેશની રક્ષા માટે દુનિયાથી દૂર રહીને દુનિયા બચાવીએ .

અશોકભાઈ થોડા ઢીલા પડ્યા કહે પણ હું ઘરમાં રહીને શું કરીશ.

સંતોષ કહે આપણે ઘરમાં કેરમ રમીશું, પિક્ચર જોઈશું

એટલામાં જ સંતોષ નો ફોન આવ્યો એની કંપનીમાં થી ઘરે બેસીને કામગીરી કરવાની હોવાથી એક બે વસ્તુઓ લેવા એ બહાર નિકળ્યો અને સાથે એક મોટું બોક્સ લઈને આવ્યો.

જેમાં ટીવીથી કનેક્ટેડ કરીને અને રમવાની વિડિયો ગેમ લઈને આવ્યો અને બધાને બતાવ્યું અને બધાને શિખવાડી દીધું.

અશોકભાઈ તો ગેમ રમીને ખુબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા હવે ફેક્ટરીમાં એક મહિના માટે હડતાલ બધાં મજુરો અને કારીગરોને એક મહિનાનો પગાર એડવાન્સ આપી દઈશ

અને હું પણ દેશના સાચો નાગરિક બનીને આ સંકલ્પ કરું છું કે દુનિયાથી દૂર રહીને દુનિયા બચાવવા મારું યોગદાન આપીશ.

અને આ લક્ષ્મણ રેખા આપણે જાતે જ દોરવાની છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama