MITA PATHAK

Tragedy Inspirational

4.0  

MITA PATHAK

Tragedy Inspirational

લક્ષ્મી

લક્ષ્મી

2 mins
368


દિવાળી આવી . . . . દિવાળી આવી,

કેવી મજા આવી, કેવી મજા આવી,

કાકાકાકી. ભાઈ,ભાભી ભેળા થઈશું,

મીઠાઈને ફટાકડા ને પૂજા કરી રંગત કરશું.

 આરોહી શું બબડાટ કરે છે, ચાલ જલદી તૈયાર થઈ જા. તારે મારી જોડે રંગોળી કરવી છે ! હા મમ્મી,હમણાં જ આવું. ઘરમાં આનંદની લહેર હતી. અગરબત્તી,ધૂપની સુગંધ આવી રહી હતી. બા,દાદા આરતી કરી રહ્યા હતા. મમ્મી અને કાકી રસોઈ ઘરમાં નાસ્તો અને જમવાની તૈયારીઓ કરી રહ્યા છે. મારા ભાઈ બહેનો નવા કપડા પહેરીને દોડાદોડ કરી રહ્યા છે. બીજા મોટાબાપા અને કાકી આજે બહાર ગામથી આવવાના હતા. આહોરી બસ બેટા આટલી મોટી રંગોળી બનાવી છે. હવે બીજી નથી બનાવી. આપણે બહારથી ફૂલહારનો થોડો પૂજાપો લાવવો પડશે. સાંજે ધનતેરસને પૂજા છે. ઘરમાં લક્ષ્મીનારાયણની થાળ આરતી અને ઘરમાં રહેલા ધનની પૂજા કરવાનો દિવસ. માતાજીને પ્રસન્ન કરવાથી કોઈ દિવસ ધનની ખોટ નથી પડતી. એમ પણ આરોહી તારા મોટાબાપા ને પૂજામાં કંઈ પણ ઉણપ પસંદ નથી. હા મમ્મી ચાલ બધુ લઈને આવ્યે.

  સાંજ સુધી બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. ઘર આજે ભરેલું લાગે છે, બધા જ આવી ગયા છે. દીપની રોશનીથી આંગણ ઝગમગ થઈ રહ્યું છે. મોટાબાપા લક્ષ્મીની પૂજા સંપન્ન થઈ કરી છે. આરોહી પ્રસાદ લેવા દોડતી આવે છે. રુમમાં જગ્યા ન હોવાથી બારણા પાસે ટેકો દઈને ઊભી રહે છે. ત્યાં એના મોટાબાપા આવીને ગુસ્સામાં તેણે થપ્પડ મારી દે છે. હવે તું એટલી પણ નાની નથી. સાવરણી ઉપર પગ મૂકીને ઊભી છે. તને ભાન છે. સાવરણી તો લક્ષ્મી કહેવાય જેની આજના દિવસે પૂજા થાય. આ દિવસે સાવરણી ઘરમાં લાવવાથી ઘરમાં સદા લક્ષ્મીનો વાસ રહે છે. આરોહી તો ધડધડ આંસુ વહેવા લાગ્યા છે. અને તે ધ્રૂજી પણ ગઈ કે, મારાથી એ ભૂલથી થઈ ગયું. એવું દોડતી બોલી તેના રુમમાં જતી રહે છે. ત્યાં જ મોટાબાપાનો પુત્ર બોલ્યો પણ તમે શું કર્યુ. આજના દિવસ તમે આપણાં ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો. સાવરણી જો લક્ષ્મી કહેવાય તો ઘરની દીકરીને પણ લક્ષ્મી કહેવાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy