Minaxi Rathod "ઝીલ"

Drama Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Drama Tragedy Inspirational

લજ્જા

લજ્જા

1 min
273


ગામના ગોંદરે લોકોનો સમૂહ ભેગો થયો હતો. સફેદ કપડામાં સજ્જ એક બાજુ સ્ત્રીઓ અને એક બાજુ પુરુષો ઊભાં હતા. એટલામાં એક ખુલ્લો ટેમ્પો ત્યાં આવીને ઊભો રહ્યો. ટેમ્પામાં પહેલા સ્ત્રીઓ બેઠી અને પછી પુરુષો ગોઠવાયા. પુરુષોમાં થોડા બેઠા, થોડા ઊભા, અને અમુક પગ લટકાવીને બેઠા હતા.. ટેમ્પાએ તેની ઝડપ પકડી.

         સ્ત્રીઓની અંદરો-અંદર ગણગણાટ અને ધીમી ગતિએ વાતો ચાલુ થઈ. પુરુષો પણ વાતોમાં પરોવાયા. થોડો સમય જતાં પુરુષોની વાતો ઠઠ્ઠામશ્કરી અને હસી મજાકનું સ્વરૂપ ધારણ કર્યું.

વાતો પણ કોની ? સ્ત્રીઓની.

         સ્ત્રીઓના જોક્સ અભદ્ર વાતો મોટા અવાજે આગળ વધતી જતી હતી સ્ત્રીઓ શરમની મારી લાજમાંથી એક બીજા તરફ જુએ અને માથુ નીચુ કરીને બેસી રહી હતી.

એવામાં પાછળથી એક ધારદાર અને કરડાકી ભર્યો અવાજ ઊઠ્યો. વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ઞયો, બધા જ લોકો સ્તબ્ધ થઈ એકબીજાની સામે જોયુ અને  અવાજની દિશામાં નજર કરી, પાછળ એક સ્ત્રી "લજ્જા " એનું નામ. આંખોમાં ચણોઠી ભરી લાલાશ અને ગુસ્સેલ ચહેરે "બસ.......હવે.........બહુ થયુ...."

બધા અવાચક બની તેને જોઈ રહ્યા અને લજ્જા ધીરે ધીરે તેનો ઘૂંઘટ હટાવી દીધો અને બોલી "અમે બાયું ક્યારની લાજ રાખીને મરજાદામાં બેઠી છીએ ને તમે ?

         એ ઘડી અને આજનો દિવસ લજ્જા એ ક્યારેય લાજ કાઢી નથી અને માન, મર્યાદા અને મોભા સાથે ગામમાં રહે છે. ગામની બીજી પણ વહુ ને દીકરીઓ તેને જોઈને પ્રેરણા લે છે.

બદલાવ અને પરિવર્તન જરૂરી છે તમે શું માનો છો ?


Rate this content
Log in

Similar gujarati story from Drama