Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Meena Mangarolia

Tragedy


2  

Meena Mangarolia

Tragedy


લઘુ કથા- વૈધવ્ય

લઘુ કથા- વૈધવ્ય

2 mins 451 2 mins 451

આજના દિવસે અગ્નિસાક્ષી એ પ્રભૂતાના પગલાં પાડ્યા. દિપક તારી હું જયોત બની,

અર્ધાગિની બની તારા આયખાની.


મારી અંદર એક નવી ચેતનાનુ તે સિંચન કર્યુ...

"જિંદગી"માં ઉગ્યો હતો સોનાનો સૂરજ જે 

"દિપક"ની જેમ ઝળહળતો હતો.

આજના દિવસથી એક એક તણખલાથી બાંધ્યો એક માળો...કયારે એ માળામાંથી પંખી ઊડી ગયુ...

આજ સૂનો છે મારો માળો

અને સૂના છે મારા બાળકો..

અચાનક અંધકાર છવાઈ ગયો.

અને જીવનનો ઉજાસ કાયમ માટે લૂંટાઈ ગયો,

"મન મારુ હજુ માનતું નથી"

મૃત્યુના આંસુ કદીય સૂકાશે નહીં...

તમારી આ ઓચિંતી વિદાય કયારેય નહિ ભૂલાય,

આપનું સ્મરણ મન મૂકીને રડાવે છે,

કલ્પી ન શકાય તેવી આપની અણધારી વિદાય

કાળજું કંપાવી નાખે છે.


જિંદગી જાણે શૂન્ય બની ગઈ.

રડતી આંખોને હસાવનાર તારા ગયા પછી આજે કોઈ નથી..

એક યાદ જ રહી ગઈ જે મારા જીવનની સરગમ છે.

મારી ભિતરમાં આજે પણ તું ગૂમસૂમ છે.

દિપક, મારી આંખોના વહેતા આંસુ આજ તારા સિવાય સમજનાર કોઈ નથી.

"રોજ ઊગતો સૂરજ જોઉ છુ.

તારા સાથ વિના આ સવાર પણ કંઈક અધૂરી અઘૂરી લાગે છે..

મીઠી ચાની પ્યાલી પણ તારા સાથ વિના સ્વાદ વિનાની લાગે છે.


સમય વિત્યો પણ એજ ટેબલ અને એજ ચાનો પ્યાલો...

પણ તારી નિરંતર ગેરહાજરી.

તારા વિના જીવન પણ જાણે એક જગ્યાએ થંભી ગયું.

ચા પીધી કે નહી તેની કયા ખબર જ રહી.

જીવનની લીલી સૂકી

હા... ભલે લોકો કહે તું સાવ બદલાઈ ગઈ,

પણ હા....મારા અતિતમાંથી હું બહાર આવી

નથી શકતી.


કેવા સરસ એ દિવસો હતા અમારા ...

જાણે કોની નજર લાગી ગઈ..

હરીભરી લીલી વાડીને કુદરતે પણ વેરવિખેર

કરી..જાણે કુદરતનો કારમો પંજો વિંઝાયો.


29 વરસના સુખી દાંપત્ય જીવન પછી અચાનક લાલ રંગ પર વૈધવ્યના છાંટણા ઉડયા, જે મારા માટે અને મારી જિંદગી માટે આઘાત સમાન હતું.


મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ..

મારો આધાર છીનવાઈ ગયો....અને લોકો કહે હું બદલાઈ ગઈ...જીવન મારુ નિરસ બની ગયું..


હજુ કાલની વાત છે... દિપકનું સવારે ઉઠવું..

બારીમાં બેઠેલા પારેવાંને પ્રેમથી નિહાળવુ...

ને પછી જલદી ચા સાથે નાસ્તામાં કંઈક તીખું

ચટાકેદાર થઈ જાય... રીતુ જલ્દી લાવ ગરમા... ગરમ..અને કયાં આજ જાણે એની ખાલી ખુરશી જોઈ,

મારુ મન પણ એક નાનું હલકું ડુંસકુ માણેક અને મોતીથી નજર બચાવીને...


સમાજના રિવાજો, વરસી શ્રાધ્ધ વિ. એક પછી એક..પણ દિપક તારી છત્રછાયા અમારી સાથે હરહંમેશ છે.


આજ પણ દુનિયાને બતાવવા નહીં પણ

જીવનની દુનિયાદારી નિભાવવા હું અડીખમ ઊભી છું. પણ મારી એકલતામાં મને આપણા બાળકોનો નિરંતર સાથ છે... એક ક્ષણ પણ નહીં ભૂલનાર તારી રિતુ આજ પણ તારી સાથે છે...દિપક ખરેખર જિંદગી જીવવી બહુ અઘરી છે.. જીંદગી જીવવા માટે ઓકસીજનની જરુર છે..

એ તારે પરોક્ષ રીતે પૂરવો પડશે.


આજે વરસોના વાયરા વાયા..જિંદગીને મેં

બહુ નજીકથી નિહાળી છે. દરેક ભયને મેં

અનુભવ્યો છે. અગાથ પ્રયત્નો છતાય

ભગવાન પાસે મારી એક ના ચાલી..

આજ એવુ લાગે છે જાણે મારા પગ ચાલતા ચાલતા થંભી જાય છે. દિપક આપની ગેરહાજરીની હું કલ્પના કરુ ત્યારે મારુ અસ્તિત્વ મને કોરી ખાય છે. મારુ જીવન એ જીવન નહી પણ એક ધકકાગાડી જેવુ લાગે છે. તારા વિના હું એક હરતી ફરતી લાશ છું.

જિંદગીના દિવસો જાણે કેમ પૂરા થશે

સમાજની આંટીઘૂંટીમાં.


Rate this content
Log in

More gujarati story from Meena Mangarolia

Similar gujarati story from Tragedy